Rajkot TRP GameZone: આ માનવ સર્જિત હોનારત કહેવાય કુદરતી નહીં: HC

રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે અંતે પોલીસે FIR દાખલ કરી આવતીકાલે હાઇકોર્ટ ગેમઝોન મુદે નિર્દેશ જાહેર કરી શકે છે  ગેમઝોનના આયોજકની બેદરકારીએ નિર્દોષોનો જીવ લીધો: HC રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલે ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરી છે. તેમાં આવતીકાલે હાઇકોર્ટ ગેમઝોન મુદે નિર્દેશ જાહેર કરી શકે છે. ગુજરાત હાઇકોર્ટે ગંભીર નોંધ લીધી છે. તેમજ ગુજરાત હાઇકોર્ટનું સુઓમોટો લેતા અવલોકન છે કે આ માનવ સર્જિત હોનારત કહેવાય કુદરતી નહીં. તેમજ સંદેશ છાપાના કટિંગ અને આધારે કોર્ટે સુઓમોટો દાખલ કરી છે. રજાના દિવસે સુનાવણી યોજી હતી ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું છે કે ગેમઝોનના આયોજકની બેદરકારીએ નિર્દોષોનો જીવ લીધો છે. રાજકોટ આગકાંડ પર હાઈકોર્ટે દુઃખ વ્યકત કર્યું છે. તેમજ સરકાર દ્વારા આવતીકાલે કોર્ટમાં જવાબ રજૂ કરાશે. તેમાં ફાયર સેફટી,ગેમઝોન કાર્યવાહી મુદ્દે સરકાર હાઇકોર્ટમાં જવાબ આપશે. આજે 26 મે, 2024ના ગુજરાત હાઇકોર્ટમાં રાજકોટ TRP ગેમિંગ ઝોન અગ્નિકાંડ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો લીધી હતી. આ અગ્નિકાંડ મુદ્દે હાઇકોર્ટે રવિવારે એટલે કે રજાના દિવસે સુનાવણી યોજી હતી. આજે સ્પેશિયલ જજ બીરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની બેન્ચ બેસી છે. રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે અંતે પોલીસે FIR દાખલ કરી રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે અંતે પોલીસે FIR દાખલ કરી છે. પોલીસે યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત છ આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આરોપીઓ સામે IPCની ધારા 304, 308, 337, 338 અને 114ની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે અન્ય કેટલાંક આરોપીઓની પણ અટકાયત કરી છે, તાલુકા પોલીસે વિધિવત ધરપકડ કરી છે. આ પહેલાં TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે ગેમ ઝોનના માલિક અને મેનેજર સહિત બે લોકોને દુર્ઘટના મામલે પૂછપરછ માટે પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતાં, આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 28 લોકોના મૃત્યું નીપજ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આગ લગભગ શનિવારે 4.30 કલાકે લાગી હતી.

Rajkot TRP GameZone: આ માનવ સર્જિત હોનારત કહેવાય કુદરતી નહીં: HC

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે અંતે પોલીસે FIR દાખલ કરી
  • આવતીકાલે હાઇકોર્ટ ગેમઝોન મુદે નિર્દેશ જાહેર કરી શકે છે
  •  ગેમઝોનના આયોજકની બેદરકારીએ નિર્દોષોનો જીવ લીધો: HC

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલે ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરી છે. તેમાં આવતીકાલે હાઇકોર્ટ ગેમઝોન મુદે નિર્દેશ જાહેર કરી શકે છે. ગુજરાત હાઇકોર્ટે ગંભીર નોંધ લીધી છે. તેમજ ગુજરાત હાઇકોર્ટનું સુઓમોટો લેતા અવલોકન છે કે આ માનવ સર્જિત હોનારત કહેવાય કુદરતી નહીં. તેમજ સંદેશ છાપાના કટિંગ અને આધારે કોર્ટે સુઓમોટો દાખલ કરી છે. 

રજાના દિવસે સુનાવણી યોજી હતી

ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું છે કે ગેમઝોનના આયોજકની બેદરકારીએ નિર્દોષોનો જીવ લીધો છે. રાજકોટ આગકાંડ પર હાઈકોર્ટે દુઃખ વ્યકત કર્યું છે. તેમજ સરકાર દ્વારા આવતીકાલે કોર્ટમાં જવાબ રજૂ કરાશે. તેમાં ફાયર સેફટી,ગેમઝોન કાર્યવાહી મુદ્દે સરકાર હાઇકોર્ટમાં જવાબ આપશે. આજે 26 મે, 2024ના ગુજરાત હાઇકોર્ટમાં રાજકોટ TRP ગેમિંગ ઝોન અગ્નિકાંડ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો લીધી હતી. આ અગ્નિકાંડ મુદ્દે હાઇકોર્ટે રવિવારે એટલે કે રજાના દિવસે સુનાવણી યોજી હતી. આજે સ્પેશિયલ જજ બીરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની બેન્ચ બેસી છે.

રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે અંતે પોલીસે FIR દાખલ કરી

રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે અંતે પોલીસે FIR દાખલ કરી છે. પોલીસે યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત છ આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આરોપીઓ સામે IPCની ધારા 304, 308, 337, 338 અને 114ની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે અન્ય કેટલાંક આરોપીઓની પણ અટકાયત કરી છે, તાલુકા પોલીસે વિધિવત ધરપકડ કરી છે. આ પહેલાં TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે ગેમ ઝોનના માલિક અને મેનેજર સહિત બે લોકોને દુર્ઘટના મામલે પૂછપરછ માટે પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતાં, આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 28 લોકોના મૃત્યું નીપજ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આગ લગભગ શનિવારે 4.30 કલાકે લાગી હતી.