Ahmedabad:ગુજરાત ટ્રેડિંગનું હબ નથી, હવે મેન્યુફેક્ચરિંગનું કેન્દ્ર

નાણામંત્રી નિર્મલા સીતારામને ગુજરાતના ઉદ્યોગકારો સાથે 'વિકસિત ભારત' અંગે ચર્ચા કરીનાણામંત્રીએ કહ્યું, વિકસિત ભારતમાં ઉત્પાદન બાબતે ગુજરાતની મહત્ત્વની ભૂમિકા રહેશે ગુજરાત અને ગુજરાતીઓ પહેલા ટ્રેડીંગ માટે જાણીતા હતા: નાણામંત્રી ગુજરાત ચેમ્બર ઓફ્ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI) તેમજ ઈન્સ્ટિટયૂટ ઓફ્ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ્ ઈન્ડિયા (ICAI) અમદાવાદ ચેપ્ટર દ્વારા 20 એપ્રિલે ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમન સાથે વિકસિત ભારત @2047 વિષય પર એક વાર્તાલાપનું આયોજન કર્યું હતું. આ તકે નાણામંત્રીએ કહ્યું કે, ગુજરાત અને ગુજરાતીઓ પહેલા ટ્રેડીંગ માટે જાણીતા હતા. શેરબજારની વાત આવે એટલે ગુજરાતીઓનો ઉલ્લેખ થતો હતો, પણ હું નથી માનતી કે ગુજરાતીઓ હવે ટ્રેડર્સ રહ્યા છે. ગુજરાત હવે ટ્રેડીંગ નહિ પણ મેન્યુફેક્ચરિંગનું કેન્દ્ર બન્યું છે. તમારે પણ ટ્રેડીંગની માનસિકતામાંથી બહાર આવવું પડશે અને અલગ રીતે વિચારવું પડશે. સીતારમને કહ્યું કે, ગુજરાતમાં સેમી કંડકટર, એરબસ, કેમિકલ્સ, સ્પેસ ટેકનોલોજી સહિતની હાઈ એન્ડ વસ્તુઓનું ઉત્પાદન થઇ રહ્યું છે. વિકસિત ભારતમાં મેન્યુફેક્ચરિંગ એક મહત્વનું પાસું છે અને તેમાં ગુજરાતની અગત્યની ભૂમિકા છે. રોકાણને આકર્ષવામાં અને PLI જેવી નીતિઓને આગળ વધારવામાં ગુજરાતની મહત્ત્વની ભૂમિકા સ્પષ્ટ છે. વિકસિત ભારતનો ટાર્ગેટ એ કોઈ સ્વપ્ન નથી પણ મેળવી શકાય તેવું લક્ષ્યાંક છે. આ કાર્યક્રમમાં GCCI પ્રમુખ અજય પટેલ અને ICAIની તત્કાલીન પૂર્વ પ્રમુખ અનિકેત તલાટી સહિતના પદાધિકારીઓ અને ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો હાજર રહ્યા હતા. PLI હેઠળના રોકાણમાંથી 28% ગુજરાતમાં આવ્યું નાણામંત્રીએ ગુજરાતની ઉત્પાદન ક્ષમતા અને તેમાં સરકારના સહયોગ અંગે વાત કરતા કહ્યું કે, પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજના હેઠળ સરકારે ઉદ્યોગોને ઘણો જ સહયોગ કર્યો છે. ભારતમાં આ યોજના હેઠળ મેન્યુફેક્ચરિંગ માટે જે રોકાણ આવ્યું છે તેમાંથી 28% ગુજરાતમાં આવ્યું છે. દેશની 5% વસ્તી ધરાવતું ગુજરાત દેશના ય્ડ્ઢઁમાં 8%થી વધુ યોગદાન આપે છે. વિદેશી રોકાણ મેળવવામાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે છે. રાજ્યમાં PLI સ્કીમ હેઠળ 29 ફુડ પ્રોસેસિંગ પ્લાન્ટ, 5 બાળક ડ્રગ પ્લાન્ટ્સ અને 2 મેડિકલ ડિવાઈસીસના પ્લાન્ટ આવી રહ્યા છે. આ સાથે જ PM મિત્ર મેગા ટેક્સટાઈલ પાર્ક પણ બની રહ્યો છે. પ્રજાલક્ષી કાર્યો છેવાડાના માનવી સુધી પહોંચાડવા કટિબદ્ધ નિર્મલા સિતારામને જણાવ્યુ કે, લોકસભા ચૂંટણી-2024 અંતર્ગત અમે સૌ દેશભરમાં પ્રવાસ કરીને પ્રજાલક્ષી કાર્યોની વાત લોકો સુધી પહોંચાડીએ છીએ. છેલ્લા 10 વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પ્રજાલક્ષી કાર્યો છેવાડાના માનવી સુધી પહોંચ્યા છે. કોઈક જગ્યાએ પ્રજાલક્ષી કાર્યો છેવાડાના માનવી સુધી નથી પહોંચ્યા તેને પહોંચાડવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. ગરીબ તેમજ વંચિતો માટે સરકાર કાર્ય કરીને તેમને પણ સશક્ત કરી અને તેમની આકાંક્ષાઓને પૂર્ણ કરવા કટિબદ્ધ છે.

Ahmedabad:ગુજરાત ટ્રેડિંગનું હબ નથી, હવે મેન્યુફેક્ચરિંગનું કેન્દ્ર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નાણામંત્રી નિર્મલા સીતારામને ગુજરાતના ઉદ્યોગકારો સાથે 'વિકસિત ભારત' અંગે ચર્ચા કરી
  • નાણામંત્રીએ કહ્યું, વિકસિત ભારતમાં ઉત્પાદન બાબતે ગુજરાતની મહત્ત્વની ભૂમિકા રહેશે
  • ગુજરાત અને ગુજરાતીઓ પહેલા ટ્રેડીંગ માટે જાણીતા હતા: નાણામંત્રી

ગુજરાત ચેમ્બર ઓફ્ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI) તેમજ ઈન્સ્ટિટયૂટ ઓફ્ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ્ ઈન્ડિયા (ICAI) અમદાવાદ ચેપ્ટર દ્વારા 20 એપ્રિલે ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમન સાથે વિકસિત ભારત @2047 વિષય પર એક વાર્તાલાપનું આયોજન કર્યું હતું. આ તકે નાણામંત્રીએ કહ્યું કે, ગુજરાત અને ગુજરાતીઓ પહેલા ટ્રેડીંગ માટે જાણીતા હતા. શેરબજારની વાત આવે એટલે ગુજરાતીઓનો ઉલ્લેખ થતો હતો, પણ હું નથી માનતી કે ગુજરાતીઓ હવે ટ્રેડર્સ રહ્યા છે. ગુજરાત હવે ટ્રેડીંગ નહિ પણ મેન્યુફેક્ચરિંગનું કેન્દ્ર બન્યું છે. તમારે પણ ટ્રેડીંગની માનસિકતામાંથી બહાર આવવું પડશે અને અલગ રીતે વિચારવું પડશે.

સીતારમને કહ્યું કે, ગુજરાતમાં સેમી કંડકટર, એરબસ, કેમિકલ્સ, સ્પેસ ટેકનોલોજી સહિતની હાઈ એન્ડ વસ્તુઓનું ઉત્પાદન થઇ રહ્યું છે. વિકસિત ભારતમાં મેન્યુફેક્ચરિંગ એક મહત્વનું પાસું છે અને તેમાં ગુજરાતની અગત્યની ભૂમિકા છે. રોકાણને આકર્ષવામાં અને PLI જેવી નીતિઓને આગળ વધારવામાં ગુજરાતની મહત્ત્વની ભૂમિકા સ્પષ્ટ છે. વિકસિત ભારતનો ટાર્ગેટ એ કોઈ સ્વપ્ન નથી પણ મેળવી શકાય તેવું લક્ષ્યાંક છે. આ કાર્યક્રમમાં GCCI પ્રમુખ અજય પટેલ અને ICAIની તત્કાલીન પૂર્વ પ્રમુખ અનિકેત તલાટી સહિતના પદાધિકારીઓ અને ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો હાજર રહ્યા હતા.

PLI હેઠળના રોકાણમાંથી 28% ગુજરાતમાં આવ્યું

નાણામંત્રીએ ગુજરાતની ઉત્પાદન ક્ષમતા અને તેમાં સરકારના સહયોગ અંગે વાત કરતા કહ્યું કે, પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજના હેઠળ સરકારે ઉદ્યોગોને ઘણો જ સહયોગ કર્યો છે. ભારતમાં આ યોજના હેઠળ મેન્યુફેક્ચરિંગ માટે જે રોકાણ આવ્યું છે તેમાંથી 28% ગુજરાતમાં આવ્યું છે. દેશની 5% વસ્તી ધરાવતું ગુજરાત દેશના ય્ડ્ઢઁમાં 8%થી વધુ યોગદાન આપે છે. વિદેશી રોકાણ મેળવવામાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે છે. રાજ્યમાં PLI સ્કીમ હેઠળ 29 ફુડ પ્રોસેસિંગ પ્લાન્ટ, 5 બાળક ડ્રગ પ્લાન્ટ્સ અને 2 મેડિકલ ડિવાઈસીસના પ્લાન્ટ આવી રહ્યા છે. આ સાથે જ PM મિત્ર મેગા ટેક્સટાઈલ પાર્ક પણ બની રહ્યો છે.

પ્રજાલક્ષી કાર્યો છેવાડાના માનવી સુધી પહોંચાડવા કટિબદ્ધ

નિર્મલા સિતારામને જણાવ્યુ કે, લોકસભા ચૂંટણી-2024 અંતર્ગત અમે સૌ દેશભરમાં પ્રવાસ કરીને પ્રજાલક્ષી કાર્યોની વાત લોકો સુધી પહોંચાડીએ છીએ. છેલ્લા 10 વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પ્રજાલક્ષી કાર્યો છેવાડાના માનવી સુધી પહોંચ્યા છે. કોઈક જગ્યાએ પ્રજાલક્ષી કાર્યો છેવાડાના માનવી સુધી નથી પહોંચ્યા તેને પહોંચાડવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. ગરીબ તેમજ વંચિતો માટે સરકાર કાર્ય કરીને તેમને પણ સશક્ત કરી અને તેમની આકાંક્ષાઓને પૂર્ણ કરવા કટિબદ્ધ છે.