સુરેન્દ્રનગરમાં જીસીએએસ પોર્ટલનો વિરોધ કરતા એબીવીપીના કાર્યકરોની અટકાયત

- 10 થી વધુ કાર્યકરોને પોલીસ સ્ટેશન લઈ જવાયા- કલેક્ટર કચેરીએ સુત્રોચ્ચાર કરી રામધુન બોલી વિરોધ કર્યો : ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એબીવીપી દ્વારા જીસીએએસ પોર્ટલ પર વિદ્યાર્થીઓને પડતી સમસ્યાઓ બાબતે સુત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો અને આવેદન પત્ર પાઠવે તે પહેલા વિરોધ કરી રહેલા ૧૦થી કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કોલેજમાં પ્રવેશની પદ્ધતિ કેન્દ્રીયકૃત કરવા માટે ગુજરાત કોમન એડમીશન સર્વિસ (જીસીએએસ) પોર્ટલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પોર્ટલમાં અનેક ખામીઓ હોવાથી વિદ્યાર્થીઓને પ્રવેશ માટે હાલાકી પડી રહી હોવાની ફરિયાદો ઉઠી છે. આ અંગે એબીવીપી દ્વારા રજૂઆત કરાઈ હતી કે,રાજ્યની કોલેજોમાં અનેક વિદ્યાર્થીઓ એડમીશનથી વંચીત રહ્યા હોવાથી તેમના માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવે, જીસીએએસ પોર્ટલમાં પ્રવેશ પ્રક્રિયામાં જે વિદ્યાર્થી એક રાઉન્ડમાં કોઈ કોલેજમાં એડમીશન મેળવે છે તે બીજા રાઉન્ડમાં ભાગ લઈ શકતો નથી અને તેને પ્રક્રિયામાંથી બહાર કાઢી નાંખવામાં છે. તેમજ વિદ્યાર્થીને એડમીશન રદ્દ કરવું હોય અથવા ફોર્મમાં રહેલી કોઈ ભુલ સુધારવી હોય તો તેનો પણ વિકલ્પ આપવામાં આવ્યો નથી. ઉપરાંત કોલેજનું મેરીટ લીસ્ટ કયા માપદંડને આધારે નક્કી કરવામાં આવ્યું છે, એલએલબી લો કોલેજની એડમીશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી, પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયાની અલગ વ્યવસ્થા કરવામાં આવે, પોર્ટલ પર કોલેજનું કટઓફ, ફી, સીટ વગેરે માહિતી આપવામાં આવી નથી જેના કારણે વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે. આ અંગે જિલ્લા કલેકટર કચેરી ખાતે એબીવીપીના કાર્યકરો દ્વારા સુત્રોચ્ચાર સાથે રામધુન બોલાવી વિરોધ પ્રદર્શન કરી રહ્યાં હતાં, તે દરમિયાન પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા અંદાજે ૧૦થી વધુ કાર્યકરોની અટકાયત કરી એ-ડિવીઝન પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં નિયમ મુજબની કાર્યવાહી કરી તમામ કાર્યકરોને છોડી દીધા બાદ જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. જ્યારે પોલીસ દ્વારા વિરોધ કરે તે પહેલા જ અટકાયત કરવામાં આવતાં કાર્યકરોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો અને જીસીએએસ પોર્ટલની ખામીઓ અંગે ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.

સુરેન્દ્રનગરમાં જીસીએએસ પોર્ટલનો વિરોધ કરતા એબીવીપીના કાર્યકરોની અટકાયત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- 10 થી વધુ કાર્યકરોને પોલીસ સ્ટેશન લઈ જવાયા

- કલેક્ટર કચેરીએ સુત્રોચ્ચાર કરી રામધુન બોલી વિરોધ કર્યો : ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી 

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એબીવીપી દ્વારા જીસીએએસ પોર્ટલ પર વિદ્યાર્થીઓને પડતી સમસ્યાઓ બાબતે સુત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો અને આવેદન પત્ર પાઠવે તે પહેલા વિરોધ કરી રહેલા ૧૦થી કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કોલેજમાં પ્રવેશની પદ્ધતિ કેન્દ્રીયકૃત કરવા માટે ગુજરાત કોમન એડમીશન સર્વિસ (જીસીએએસ) પોર્ટલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પોર્ટલમાં અનેક ખામીઓ હોવાથી વિદ્યાર્થીઓને પ્રવેશ માટે હાલાકી પડી રહી હોવાની ફરિયાદો ઉઠી છે. 

આ અંગે એબીવીપી દ્વારા રજૂઆત કરાઈ હતી કે,રાજ્યની કોલેજોમાં અનેક વિદ્યાર્થીઓ એડમીશનથી વંચીત રહ્યા હોવાથી તેમના માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવે, જીસીએએસ પોર્ટલમાં પ્રવેશ પ્રક્રિયામાં જે વિદ્યાર્થી એક રાઉન્ડમાં કોઈ કોલેજમાં એડમીશન મેળવે છે તે બીજા રાઉન્ડમાં ભાગ લઈ શકતો નથી અને તેને પ્રક્રિયામાંથી બહાર કાઢી નાંખવામાં છે. તેમજ વિદ્યાર્થીને એડમીશન રદ્દ કરવું હોય અથવા ફોર્મમાં રહેલી કોઈ ભુલ સુધારવી હોય તો તેનો પણ વિકલ્પ આપવામાં આવ્યો નથી. 

ઉપરાંત કોલેજનું મેરીટ લીસ્ટ કયા માપદંડને આધારે નક્કી કરવામાં આવ્યું છે, એલએલબી લો કોલેજની એડમીશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી, પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયાની અલગ વ્યવસ્થા કરવામાં આવે, પોર્ટલ પર કોલેજનું કટઓફ, ફી, સીટ વગેરે માહિતી આપવામાં આવી નથી જેના કારણે વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે. 

આ અંગે જિલ્લા કલેકટર કચેરી ખાતે એબીવીપીના કાર્યકરો દ્વારા સુત્રોચ્ચાર સાથે રામધુન બોલાવી વિરોધ પ્રદર્શન કરી રહ્યાં હતાં, તે દરમિયાન પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા અંદાજે ૧૦થી વધુ કાર્યકરોની અટકાયત કરી એ-ડિવીઝન પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. 

જ્યાં નિયમ મુજબની કાર્યવાહી કરી તમામ કાર્યકરોને છોડી દીધા બાદ જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. જ્યારે પોલીસ દ્વારા વિરોધ કરે તે પહેલા જ અટકાયત કરવામાં આવતાં કાર્યકરોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો અને જીસીએએસ પોર્ટલની ખામીઓ અંગે ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.