કોંગ્રેસે ગુજરાતમાં વધુ ત્રણ ઉમેદવારના નામ જાહેર કર્યા, જુઓ કઈ બેઠક પર કોને આપી ટિકિટ

Lok Sabha Elections 2024 : કોંગ્રેસે આજે 12મી યાદી (Congress Candidate) જાહેર કરી છે, જેમાં ગુજરાત (Gujarat)ની ત્રણ બેઠકો સુરેન્દ્રનગર, જૂનાગઢ અને વડોદરા બેઠક પરથી 2022ની વિધાનસભા ચૂંટણીમાં હારેલા ઉમેદવારને ટિકિટ આપી છે. કોંગ્રેસે રાજ્યની 26 બેઠકોમાંથી 22 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે, જ્યારે મહેસાણા, અમદાવાદ પૂર્વ, નવસારી અને રાજકોટ પર નામ જાહેર કરવાના બાકી છે.સુરેન્દ્રનગર, જૂનાગઢ, વડોદરાના ઉમેદવાર જાહેરકોંગ્રેસે આજે ગુજરાતની ત્રણ બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કર્યા છે, જેમાં સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણા, જૂનાગઢથી હીરાભાઈ જોટવા, વડોદરાથી જસપાલસિંહ પઢિયારને ટિકિટ આપી છે.કોંગ્રેસે સુરેન્દ્રનગરની બેઠક પર યુવા ચહેરાની પસંદગી કરીકોંગ્રેસે 2017ની વિધાનસભા ચૂંટણ જીતેલા અને 2022માં વિધાનસભા ચૂંટણી હારેલા ઋત્વિક મકવાણા (Rutvik Makwana)ને સુરેન્દ્રનગર (Surendranagar)થી ટિકિટ આપી છે. 48 વર્ષના ઋત્વિક મકવાણાએ ડી.બી.એડ સુધી અભ્યાસ કર્યો છે. તેઓ યુવા, શિક્ષિત અને તળપદા કોળી જ્ઞાતિના જાણિતા ચહેરા હોવાથી કોંગ્રેસે સુરેન્દ્રનગર બેઠક પર તેમની પસંદગી કરી છે.જૂનાગઢ બેઠક પર હીરાભાઈ જોટવાને ટિકિટકોંગ્રેસે જૂનાગઢ (Junagadh) બેઠક પરથી હીરાભાઈ જોટવા (Hirabhai Jotva)ને ટિકિટ આપી છે. તેમની રાજકીય કારકિર્દીની વાત કરીએ તો તેમણે માત્ર 23 વર્ષની ઉંમરે સરપંચની ચૂંટણી જીતી હતી. 56 વર્ષિક હીરાભાઈએ ટીવાય.બીએ સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સેક્રેટરી હોવા ઉપરાંત હાલ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા પંચાયતના વિરોધપક્ષના પૂર્વ નેતા છે. અને તેઓ આહિર સમાજનો પણ મોટો ચહેરો હોવાનું કહેવાય છે.વડોદરામાં જયાલસિંહ પઢિયાર કોંગ્રેસના ઉમેદવારકોંગ્રેસે વડોદરા (Vadodara)માં ભાજપના ઉમેદવાર હેમાંગ જોષી સામે જસપાલસિંહ પઢિયાર (Jashpalsinh Padhiyar)ને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. 42 વર્ષિય જસપાલ 12 પાસ છે અને તેઓ હાલ વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે. તેઓ 2017માં પાદરા બેઠક પરથી ચૂંટણી જીતી ધારાસભ્ય બન્યા હતા. એવું કહેવાય છે કે, જસપાલસિંહ યુવા અને ક્ષત્રિય ચહેરો છે. આ ઉપરાંત વાઘોડિયા અને સાવલી તાલુકામાં ક્ષત્રિ સમાજના મતદારોની સંખ્યા વધુ હોવાથી કોંગ્રેસે તેમના પર પસંદગી ઉતારી છે.

કોંગ્રેસે ગુજરાતમાં વધુ ત્રણ ઉમેદવારના નામ જાહેર કર્યા, જુઓ કઈ બેઠક પર કોને આપી ટિકિટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Lok Sabha Elections 2024 : કોંગ્રેસે આજે 12મી યાદી (Congress Candidate) જાહેર કરી છે, જેમાં ગુજરાત (Gujarat)ની ત્રણ બેઠકો સુરેન્દ્રનગર, જૂનાગઢ અને વડોદરા બેઠક પરથી 2022ની વિધાનસભા ચૂંટણીમાં હારેલા ઉમેદવારને ટિકિટ આપી છે. કોંગ્રેસે રાજ્યની 26 બેઠકોમાંથી 22 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે, જ્યારે મહેસાણા, અમદાવાદ પૂર્વ, નવસારી અને રાજકોટ પર નામ જાહેર કરવાના બાકી છે.

સુરેન્દ્રનગર, જૂનાગઢ, વડોદરાના ઉમેદવાર જાહેર

કોંગ્રેસે આજે ગુજરાતની ત્રણ બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કર્યા છે, જેમાં સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણા, જૂનાગઢથી હીરાભાઈ જોટવા, વડોદરાથી જસપાલસિંહ પઢિયારને ટિકિટ આપી છે.


કોંગ્રેસે સુરેન્દ્રનગરની બેઠક પર યુવા ચહેરાની પસંદગી કરી

કોંગ્રેસે 2017ની વિધાનસભા ચૂંટણ જીતેલા અને 2022માં વિધાનસભા ચૂંટણી હારેલા ઋત્વિક મકવાણા (Rutvik Makwana)ને સુરેન્દ્રનગર (Surendranagar)થી ટિકિટ આપી છે. 48 વર્ષના ઋત્વિક મકવાણાએ ડી.બી.એડ સુધી અભ્યાસ કર્યો છે. તેઓ યુવા, શિક્ષિત અને તળપદા કોળી જ્ઞાતિના જાણિતા ચહેરા હોવાથી કોંગ્રેસે સુરેન્દ્રનગર બેઠક પર તેમની પસંદગી કરી છે.

જૂનાગઢ બેઠક પર હીરાભાઈ જોટવાને ટિકિટ

કોંગ્રેસે જૂનાગઢ (Junagadh) બેઠક પરથી હીરાભાઈ જોટવા (Hirabhai Jotva)ને ટિકિટ આપી છે. તેમની રાજકીય કારકિર્દીની વાત કરીએ તો તેમણે માત્ર 23 વર્ષની ઉંમરે સરપંચની ચૂંટણી જીતી હતી. 56 વર્ષિક હીરાભાઈએ ટીવાય.બીએ સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સેક્રેટરી હોવા ઉપરાંત હાલ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા પંચાયતના વિરોધપક્ષના પૂર્વ નેતા છે. અને તેઓ આહિર સમાજનો પણ મોટો ચહેરો હોવાનું કહેવાય છે.

વડોદરામાં જયાલસિંહ પઢિયાર કોંગ્રેસના ઉમેદવાર

કોંગ્રેસે વડોદરા (Vadodara)માં ભાજપના ઉમેદવાર હેમાંગ જોષી સામે જસપાલસિંહ પઢિયાર (Jashpalsinh Padhiyar)ને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. 42 વર્ષિય જસપાલ 12 પાસ છે અને તેઓ હાલ વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે. તેઓ 2017માં પાદરા બેઠક પરથી ચૂંટણી જીતી ધારાસભ્ય બન્યા હતા. એવું કહેવાય છે કે, જસપાલસિંહ યુવા અને ક્ષત્રિય ચહેરો છે. આ ઉપરાંત વાઘોડિયા અને સાવલી તાલુકામાં ક્ષત્રિ સમાજના મતદારોની સંખ્યા વધુ હોવાથી કોંગ્રેસે તેમના પર પસંદગી ઉતારી છે.