આપ કિસાન સંગઠનના પ્રદેશ પ્રમુખ સહિત ત્રણને પાંચ વર્ષની કેદ

- ચોટીલા પોલીસ મથકની હદમાં થયેલી મારામારી કેસમાં- વર્ષ 2015 ના મારામારીના કેસમાં ચાર સામે ગુનો નોંધાયો હતો સુરેન્દ્રનગર : ચોટીલા પોલીસ મથકની હદમાં વર્ષ ૨૦૧૫માં મારામારીનો બનાવ બન્યો હતો. જે મામલે ચોટીલા પોલીસ મથકે  ચાર શખ્સો સામે ગુનો નોંધાયો હતો. આ કેસમાં સુરેન્દ્રનગરના ત્રીજા એડી.ચીફ જયુડીશીયલ મેજિસ્ટ્રેટ દ્વારા આપના કિસાન સંગઠનના પ્રદેશ પ્રમુખ સહિત ત્રણ શખ્સોને પાંચ વર્ષની કેદની સજા અને રોકડ રકમનો દંડ ફટકાર્યો હતો. જ્યારે લોક સાહિત્યકારને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો. ચોટીલા પોલીસ મથકની હદમાં વર્ષ ૨૦૧૫માં મારામારીનો બનાવ બન્યો હતો. જે મામલે ચોટીલા પોલીસ મથકે ચાર શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. વર્ષ ૨૦૧૫માં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જે તાજેતરમાં ચાલી જતા સરકારી વકીલની દલીલો, મૌખિક અને દસ્તાવેજી પુરાવાના આધારે સુરેન્દ્રનગરના ત્રીજા એડી.ચીફ જયુડીશીયલ મેજિસ્ટ્રેટ વી.એસ. ઠાકોરે આપના કિસાન સંગઠનના પ્રદેશ પ્રમુખ રાજુભાઈ મેરામભાઈ કરપડા, પ્રતાપભાઈ જીલુભાઈ કરપડા (રહે. દુધઈ) અને જોરૂભાઈ જીલુભાઈ કરપડાને દોષિત ઠેરવી પાંચ વર્ષની કેદની સજા અને રોકડ રકમનો દંડ ફટકારતો ચુકાદો આપ્યા હતો. જ્યારે લોકસાહિત્યકાર દેવાયતભાઈ દાનાભાઈ ખવડ (રહે. દુધઈ)ને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો. 

આપ કિસાન સંગઠનના પ્રદેશ પ્રમુખ સહિત ત્રણને પાંચ વર્ષની કેદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- ચોટીલા પોલીસ મથકની હદમાં થયેલી મારામારી કેસમાં

- વર્ષ 2015 ના મારામારીના કેસમાં ચાર સામે ગુનો નોંધાયો હતો 

સુરેન્દ્રનગર : ચોટીલા પોલીસ મથકની હદમાં વર્ષ ૨૦૧૫માં મારામારીનો બનાવ બન્યો હતો. જે મામલે ચોટીલા પોલીસ મથકે  ચાર શખ્સો સામે ગુનો નોંધાયો હતો. આ કેસમાં સુરેન્દ્રનગરના ત્રીજા એડી.ચીફ જયુડીશીયલ મેજિસ્ટ્રેટ દ્વારા આપના કિસાન સંગઠનના પ્રદેશ પ્રમુખ સહિત ત્રણ શખ્સોને પાંચ વર્ષની કેદની સજા અને રોકડ રકમનો દંડ ફટકાર્યો હતો. જ્યારે લોક સાહિત્યકારને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો. 

ચોટીલા પોલીસ મથકની હદમાં વર્ષ ૨૦૧૫માં મારામારીનો બનાવ બન્યો હતો. જે મામલે ચોટીલા પોલીસ મથકે ચાર શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. વર્ષ ૨૦૧૫માં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જે તાજેતરમાં ચાલી જતા સરકારી વકીલની દલીલો, મૌખિક અને દસ્તાવેજી પુરાવાના આધારે સુરેન્દ્રનગરના ત્રીજા એડી.ચીફ જયુડીશીયલ મેજિસ્ટ્રેટ વી.એસ. ઠાકોરે આપના કિસાન સંગઠનના પ્રદેશ પ્રમુખ રાજુભાઈ મેરામભાઈ કરપડા, પ્રતાપભાઈ જીલુભાઈ કરપડા (રહે. દુધઈ) અને જોરૂભાઈ જીલુભાઈ કરપડાને દોષિત ઠેરવી પાંચ વર્ષની કેદની સજા અને રોકડ રકમનો દંડ ફટકારતો ચુકાદો આપ્યા હતો. 

જ્યારે લોકસાહિત્યકાર દેવાયતભાઈ દાનાભાઈ ખવડ (રહે. દુધઈ)ને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો.