જસદણમાં IPL ક્રિકેટ મેચ પર સટ્ટાનો પર્દાફાશ, લાઈવ સેશન પર અલગ અલગ

અલગ અલગ ચાર IDમાં 14 લાખથી વધુ બેલેન્સ સુરતના 2 અને જદસણના 1 યુવકની સંડોવણી આરોપી પાસેથી ટીવી, રોકડ રૂ.53700 નો મુદ્દામાલ કબ્જે જસદણમાં IPL ક્રિકેટ મેચ પર સટ્ટાનો પર્દાફાશ થયો છે. લાઈવ સેશન પર અલગ અલગ IDથી સટ્ટો રમાતો હતો. જેમાં અલગ અલગ ચાર IDમાં રૂપિયા 14 લાખથી વધુ બેલેન્સ મળ્યુ છે. સુરતના 2 અને જદસણના 1 યુવકની સંડોવણી સામે આવી છે. જેમાં પોલીસે 53700 રોકડ, TV સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.લાઈવ સેસન પર અલગ અલગ આઈડી પર દાવ લગાવતા ઝડપાયો જસદણમાં IPL ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો શખ્સ ઝડપાયો છે. જેમાં લાઈવ સેસન પર અલગ અલગ આઈડી પર દાવ લગાવતા ઝડપાયો છે. અલગ અલગ ચાર આઇડીમાં 14 લાખથી વધુની બેલેન્સ જોવા મળતા પોલીસે મોબાઈલ કબ્જે કર્યા છે. આરોપીની પૂછપરછ કરતા સુરત બે અને એક જસદણ શખ્સનું નામ ખુલતા પોલીસે શોધખોળ શરૂ કરી છે. પોલીસે આરોપી પાસેથી ટીવી, રોકડ 53700 નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.બે સુરતના અને એક જસદણના શખ્સનું નામ ખુલ્યું આઈપીએલની સિરીઝ શરૂ થતાં ક્રિકેટ સટ્ટોડિયાઓ સક્રિય બની લાખોની હારજીત કરી નાખતા હોય છે જ્યારે પોલીસ પણ સામે સક્રિય બની ખેલીઓ પર કાયદાનો ગાળિયો કસતી જોવા મળતી હોય છે. ત્યારે જસદણમાં ચીતલીયા રોડ પર ગોવિંદ નગરમાં ઘરમાં જ આઇપીએલ સિરીઝમાં ક્રિકેટ સટ્ટો રમતો યુવાનને પોલીસે ઝડપી પાડી રોકડ ટીવી અને મોબાઈલ સહિત રૂ.53700 નો મુદ્દામાલ કબ્જે કરી પૂછતાછ હાથ ધરતાં બે સુરતના અને એક જસદણના શખ્સનું નામ ખુલતાં તેની શોધખોળ હાથ ધરી હતી. દિલ્હી કેપીટલ્સ અને ચેન્નઇ સુપર કીંગ્સના લાઇવ મેચમાં ક્રિકેટ સટ્ટો મળતી માહિતી મુજબ જસદણ પોલીસ મથકના પીઆઈ તપન જાનીના માર્ગદર્શન હેઠળ પ્રણવભાઈ વાલાણી, અનિલભાઈ અને અશોકભાઈ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતાં ત્યારે જસદણમાં ચીતલીયા રોડ ગોવિંદ નગરમાં રહેતાં જીતેન્દ્ર મનજી કાપડીયા નામનો શખ્સ પોતાના મકાનમાં ટેલીવીઝન ઉપર ક્રિકેટ લાઇવ મેચ જોઈ હારજીત કરી ક્રીકેટ મેચના સટ્ટાનો જુગાર રમતો હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી તપાસ કરતાં મકાનના બીજા માળે રૂમમાં એક શખ્સ આઇપીએલ સિરીઝની દિલ્હી કેપીટલ્સ અને ચેન્નઇ સુપર કીંગ્સના લાઇવ મેચમાં ક્રિકેટ સટ્ટો રમતો હતો. સટ્ટો રમતાં શખ્સનું નામ પૂછતાં જીતેન્દ્ર કાપડીયા હોવાનું જણાવેલ અને તેના મોબાઇલ ફોનમાં ચેક કરતાં ગુગલ ક્રોમમાં અંદર એચટીટીપીએસ257.કોમ એકાઉન્ટ સ્ટેટમેન્ટ નામની આઈડી પર સટ્ટો રમતો હોવાનું ખુલ્યું હતું.

જસદણમાં IPL ક્રિકેટ મેચ પર સટ્ટાનો પર્દાફાશ, લાઈવ સેશન પર અલગ અલગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અલગ અલગ ચાર IDમાં 14 લાખથી વધુ બેલેન્સ
  • સુરતના 2 અને જદસણના 1 યુવકની સંડોવણી
  • આરોપી પાસેથી ટીવી, રોકડ રૂ.53700 નો મુદ્દામાલ કબ્જે
જસદણમાં IPL ક્રિકેટ મેચ પર સટ્ટાનો પર્દાફાશ થયો છે. લાઈવ સેશન પર અલગ અલગ IDથી સટ્ટો રમાતો હતો. જેમાં અલગ અલગ ચાર IDમાં રૂપિયા 14 લાખથી વધુ બેલેન્સ મળ્યુ છે. સુરતના 2 અને જદસણના 1 યુવકની સંડોવણી સામે આવી છે. જેમાં પોલીસે 53700 રોકડ, TV સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

લાઈવ સેસન પર અલગ અલગ આઈડી પર દાવ લગાવતા ઝડપાયો
જસદણમાં IPL ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો શખ્સ ઝડપાયો છે. જેમાં લાઈવ સેસન પર અલગ અલગ આઈડી પર દાવ લગાવતા ઝડપાયો છે. અલગ અલગ ચાર આઇડીમાં 14 લાખથી વધુની બેલેન્સ જોવા મળતા પોલીસે મોબાઈલ કબ્જે કર્યા છે. આરોપીની પૂછપરછ કરતા સુરત બે અને એક જસદણ શખ્સનું નામ ખુલતા પોલીસે શોધખોળ શરૂ કરી છે. પોલીસે આરોપી પાસેથી ટીવી, રોકડ 53700 નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

બે સુરતના અને એક જસદણના શખ્સનું નામ ખુલ્યું
આઈપીએલની સિરીઝ શરૂ થતાં ક્રિકેટ સટ્ટોડિયાઓ સક્રિય બની લાખોની હારજીત કરી નાખતા હોય છે જ્યારે પોલીસ પણ સામે સક્રિય બની ખેલીઓ પર કાયદાનો ગાળિયો કસતી જોવા મળતી હોય છે. ત્યારે જસદણમાં ચીતલીયા રોડ પર ગોવિંદ નગરમાં ઘરમાં જ આઇપીએલ સિરીઝમાં ક્રિકેટ સટ્ટો રમતો યુવાનને પોલીસે ઝડપી પાડી રોકડ ટીવી અને મોબાઈલ સહિત રૂ.53700 નો મુદ્દામાલ કબ્જે કરી પૂછતાછ હાથ ધરતાં બે સુરતના અને એક જસદણના શખ્સનું નામ ખુલતાં તેની શોધખોળ હાથ ધરી હતી.

દિલ્હી કેપીટલ્સ અને ચેન્નઇ સુપર કીંગ્સના લાઇવ મેચમાં ક્રિકેટ સટ્ટો
મળતી માહિતી મુજબ જસદણ પોલીસ મથકના પીઆઈ તપન જાનીના માર્ગદર્શન હેઠળ પ્રણવભાઈ વાલાણી, અનિલભાઈ અને અશોકભાઈ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતાં ત્યારે જસદણમાં ચીતલીયા રોડ ગોવિંદ નગરમાં રહેતાં જીતેન્દ્ર મનજી કાપડીયા નામનો શખ્સ પોતાના મકાનમાં ટેલીવીઝન ઉપર ક્રિકેટ લાઇવ મેચ જોઈ હારજીત કરી ક્રીકેટ મેચના સટ્ટાનો જુગાર રમતો હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી તપાસ કરતાં મકાનના બીજા માળે રૂમમાં એક શખ્સ આઇપીએલ સિરીઝની દિલ્હી કેપીટલ્સ અને ચેન્નઇ સુપર કીંગ્સના લાઇવ મેચમાં ક્રિકેટ સટ્ટો રમતો હતો. સટ્ટો રમતાં શખ્સનું નામ પૂછતાં જીતેન્દ્ર કાપડીયા હોવાનું જણાવેલ અને તેના મોબાઇલ ફોનમાં ચેક કરતાં ગુગલ ક્રોમમાં અંદર એચટીટીપીએસ257.કોમ એકાઉન્ટ સ્ટેટમેન્ટ નામની આઈડી પર સટ્ટો રમતો હોવાનું ખુલ્યું હતું.