Gujarat Monsoon: રાજ્યમાં આજે આ શહેરોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઇ ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ આવવાની શક્યતા મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી ગુજરાત રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે. તેમાં ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી સાથે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ સાબરકાંઠા, છોટાઉદેપુર તથા નર્મદા, ડાંગ, તાપી, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ભારે વરસાદની આગાહી દમણ, દાદરાનગર હવેલી તથા જૂનાગઢ, અમરેલી,ગીર સોમનાથ તેમજ અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી છે. સાથે ખેડા, વડોદરા, પંચમહાલ, ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પાવન સાથે વરસાદ શક્યતા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ હવે મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદમાં આજે વહેલી સવારથી જ વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. વડોદરામાં રવિવાર બાદ સોમવારે સવારે પણ વરસાદ નોંધાયો હતો. બીજી તરફ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ વરસાદ નોંધાયો છે.અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી ગુજરાતમાં ચોમાસુ જામી ગયું છે અને આજે પણ કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આજે સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યુ છે કે, હજી એક દિવસ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે માછીમારોની ચેતવણી આપવામાં આવી છે. આ સાથે 35થી 45ની પ્રતિકલાકની ગતિએ પવન ફૂંકાવવાની આગાહી છે. ગઇકાલે ચોમાસાએ ગતિ કરીને નવસારીથી આગળ વધીને ભરૂચ અને નર્મદા સુધી પહોંચ્યુ છે. આ સાથે તેમણે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

Gujarat Monsoon: રાજ્યમાં આજે આ શહેરોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઇ
  • ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ આવવાની શક્યતા
  • મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

ગુજરાત રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે. તેમાં ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી સાથે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ સાબરકાંઠા, છોટાઉદેપુર તથા નર્મદા, ડાંગ, તાપી, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે.

સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ભારે વરસાદની આગાહી

દમણ, દાદરાનગર હવેલી તથા જૂનાગઢ, અમરેલી,ગીર સોમનાથ તેમજ અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી છે. સાથે ખેડા, વડોદરા, પંચમહાલ, ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પાવન સાથે વરસાદ શક્યતા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ હવે મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદમાં આજે વહેલી સવારથી જ વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. વડોદરામાં રવિવાર બાદ સોમવારે સવારે પણ વરસાદ નોંધાયો હતો. બીજી તરફ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ વરસાદ નોંધાયો છે.

અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસુ જામી ગયું છે અને આજે પણ કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આજે સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યુ છે કે, હજી એક દિવસ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે માછીમારોની ચેતવણી આપવામાં આવી છે. આ સાથે 35થી 45ની પ્રતિકલાકની ગતિએ પવન ફૂંકાવવાની આગાહી છે. ગઇકાલે ચોમાસાએ ગતિ કરીને નવસારીથી આગળ વધીને ભરૂચ અને નર્મદા સુધી પહોંચ્યુ છે. આ સાથે તેમણે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.