માધવીનની ગર્લ ફ્રેન્ડ સાથે યુવતીને ઝઘડો થતા પોસ્ટર લગાવ્યા આશંકા

,ગુરૂવારઆંતરરાષ્ટ્રીય ટેનિસ ખેલાડી માધવીન કામથ દ્વારા .યુવતીનો ફોટો મોર્ફ કરીને મોબાઇલ સાથે વાંધાજનક લખાણ ધરાવતા પોસ્ટર લગાવવાના મામલે પોલીસે કામથ વિરૂદ્વ લૂંક આઉટ નોટિસ જાહેર કરી છે. સાથેસાથે કેસની તપાસના ભાગરૂપે માધવીનના પરિવારના નિવેદનો નોંધ્યા હતા. બીજી તરફ ુપોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે  યુવતીને માધવીનની ગર્લફ્રેન્ડ સાથે ઝઘડો થયો હતો. જેનો બદલો લેવા માટે માધવીને આ પોસ્ટર લગાવ્યા હતા. જો કે માધવીનની ધરપકડ બાદ ચોક્કસ બાબત સામે આવી શકે તેવી શક્યતા છે. શહેરના સેટેલાઇટ વિસ્તારમાં રહેતી યુવતીના મોર્ફ કરેલી ન્યુડ ફોટો સાથે મોબાઇલ નંબર અને એસ્કોર્ટ ફોર ફન લખીને બદનામ કરવાના મામલે સાયબર ક્રાઇમે આંતરરાષ્ટ્રીય ટેનિસ ખેલાડી માધવીન કામથ વિરૂદ્વ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે ફરિયાદી યુવતીનું આ મામલે નિવેદન નોંધ્યું હતું. જેમાં તેણે જણાવ્યું હતું કે તેને માધવીન કામથની ગર્લ ફ્રેન્ડ સાથે કોઇ બાબતે ઝઘડો થયો હતો. જેનો બદલો લેવા માટે તેણે આ કૃત્ય કર્યાની આશંકા છે.  બોપલ-આંબલી રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતા માધવીનના પરિવારના સભ્યોના નિવેદન પણ  પોલીસ દ્વારા નોંધવામાં આવ્યા હતા. જો કે તમામ લોકો આ બાબતથી અજાણ હોવાનું જાણવા મળ્યું હતું. બીજી તરફ આ મામલો ગંભીર હોવાથી માધવીન પોલીસની ધરપકડથી બચવા માટે ભારત પરત ફર્યા બાદ અન્ય સ્થળે નાસી જઇ શકે છે. જેથી તેને પકડવા માટે લૂક આઉટ નોટિસ પણ ઇસ્યુ કરવામાં આવી છે.

માધવીનની ગર્લ ફ્રેન્ડ સાથે યુવતીને  ઝઘડો થતા  પોસ્ટર લગાવ્યા આશંકા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

,ગુરૂવાર

આંતરરાષ્ટ્રીય ટેનિસ ખેલાડી માધવીન કામથ દ્વારા .યુવતીનો ફોટો મોર્ફ કરીને મોબાઇલ સાથે વાંધાજનક લખાણ ધરાવતા પોસ્ટર લગાવવાના મામલે પોલીસે કામથ વિરૂદ્વ લૂંક આઉટ નોટિસ જાહેર કરી છે. સાથેસાથે કેસની તપાસના ભાગરૂપે માધવીનના પરિવારના નિવેદનો નોંધ્યા હતા. બીજી તરફ ુપોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે  યુવતીને માધવીનની ગર્લફ્રેન્ડ સાથે ઝઘડો થયો હતો. જેનો બદલો લેવા માટે માધવીને આ પોસ્ટર લગાવ્યા હતા. જો કે માધવીનની ધરપકડ બાદ ચોક્કસ બાબત સામે આવી શકે તેવી શક્યતા છે. શહેરના સેટેલાઇટ વિસ્તારમાં રહેતી યુવતીના મોર્ફ કરેલી ન્યુડ ફોટો સાથે મોબાઇલ નંબર અને એસ્કોર્ટ ફોર ફન લખીને બદનામ કરવાના મામલે સાયબર ક્રાઇમે આંતરરાષ્ટ્રીય ટેનિસ ખેલાડી માધવીન કામથ વિરૂદ્વ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે ફરિયાદી યુવતીનું આ મામલે નિવેદન નોંધ્યું હતું. જેમાં તેણે જણાવ્યું હતું કે તેને માધવીન કામથની ગર્લ ફ્રેન્ડ સાથે કોઇ બાબતે ઝઘડો થયો હતો. જેનો બદલો લેવા માટે તેણે આ કૃત્ય કર્યાની આશંકા છે.  બોપલ-આંબલી રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતા માધવીનના પરિવારના સભ્યોના નિવેદન પણ  પોલીસ દ્વારા નોંધવામાં આવ્યા હતા. જો કે તમામ લોકો આ બાબતથી અજાણ હોવાનું જાણવા મળ્યું હતું. બીજી તરફ આ મામલો ગંભીર હોવાથી માધવીન પોલીસની ધરપકડથી બચવા માટે ભારત પરત ફર્યા બાદ અન્ય સ્થળે નાસી જઇ શકે છે. જેથી તેને પકડવા માટે લૂક આઉટ નોટિસ પણ ઇસ્યુ કરવામાં આવી છે.