Rajkot TRP GameZone: અગ્નિકાંડમાં વધુ એક આરોપીની અટકાયત કરાઇ

મહેશ રાઠોડ નામના શખ્સને ઝડપી લેવાયો છે મહેશ રાઠોડ આરોપી રાહુલ રાઠોડના કાકા થાય છે બપોર સુધીમાં થઇ શકે મહેશ રાઠોડની વિધવત ધરપકડ રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં વધુ એક આરોપીની અટકાયત કરવામાં આવી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે વેલ્ડિંગ કરનારની અટકાયત કરી છે. તેમાં મહેશ રાઠોડ નામના શખ્સની અટકાયત કરવામાં આવી છે. મહેશ રાઠોડ આરોપી રાહુલ રાઠોડના કાકા છે. બપોર સુધીમાં મહેશ રાઠોડની વિધવત ધરપકડ થઇ શકે છે. મહેશ રાઠોડ પણ અગ્નીકાન્ડમાં દાજી ગયા હતા મહેશ રાઠોડ પણ અગ્નીકાન્ડમાં દાજી ગયા હતા જેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. પોલીસ દ્વારા મહેશ રાઠોડની પુછપરછ શરૂ કરવામાં કરવામાં આવી રહી છે. આજે બપોર સુધીમાં મહેશ રાઠોડની વિધવત ધરપકડ થઇ શકે છે. આ ઉપરાંત જે જગ્યા પર TRP ગેમઝોન બનાવવામાં આવેલ હતું તે જગ્યાના માલિક અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજાની પણ અટકાયત થઇ શકે છે. આ કેસમાં રાજકોટ તાલુકા પોલીસ પોતે ફરિયાદી બની આ કેસમાં રાજકોટ તાલુકા પોલીસ પોતે ફરિયાદી બની છે. પોલીસે આ મામલે કુલ 6 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે. જેમાં ધવલભાઈ ભરતભાઈ ઠક્કર, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કીરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ કનૈયાલાલ હીરન, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, રાહુલ લલીતભાઈ રાઠોડનો સમાવેશ થાય છે. પોલીસે તમામ આરોપીઓ સામે આઈ.પી.સી કલમ 304, 308, 337, 338, 114 મુજબ ગુનો નોંધ્યો છે. FIR માં જણાવવામાં આવ્યું છે કે, TRP ગેમ ઝોનના સંચાલકો આરોપી ધવલ કોર્પોરેશનના પ્રોપરાઈટર (1) ધવલભાઈ ભરતભાઈ ઠક્કર તથા રેસ વે એન્ટરપ્રાઈઝના ભાગીદારો (2) અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, (3) કીરીટસિંહ જગદીશસિંહ જાડેજા, (4) પ્રકાશચંદ કનૈયાલાલ હીરન, (5) યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, (6) રાહુલ લલીતભાઈ રાઠોડ તથા તપાસમાં ખુલે તે તમામ ઈસમોએ આશરે 50 મીટર પહોળું અને આશરે 60 મીટર લાબું અને બેથી ત્રણ માળ જેટલું ઉંચું લોખંડ તથા પતરાનું ફેબ્રીકેશનથી માળખું ઉભું કરીને ગેમ ઝોન બનાવી આ ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના બને તો તેને પહોંચીવળી આગને રોકી મનુષ્યજીવનને બચાવી શકાય તેવા કોઈ અસરકારક ફાયર ફાયટીંગના સાધનો રાખ્યા વગર ઉપરાંત અગ્નિશમન વિભાગની NOC કે પ્રમાણ મેળવ્યા વગર આ જોખમી જગ્યામાં ગેમ ઝોન ચલાવી રહ્યા હતા. 

Rajkot TRP GameZone: અગ્નિકાંડમાં વધુ એક આરોપીની અટકાયત કરાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મહેશ રાઠોડ નામના શખ્સને ઝડપી લેવાયો છે
  • મહેશ રાઠોડ આરોપી રાહુલ રાઠોડના કાકા થાય છે
  • બપોર સુધીમાં થઇ શકે મહેશ રાઠોડની વિધવત ધરપકડ

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં વધુ એક આરોપીની અટકાયત કરવામાં આવી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે વેલ્ડિંગ કરનારની અટકાયત કરી છે. તેમાં મહેશ રાઠોડ નામના શખ્સની અટકાયત કરવામાં આવી છે. મહેશ રાઠોડ આરોપી રાહુલ રાઠોડના કાકા છે. બપોર સુધીમાં મહેશ રાઠોડની વિધવત ધરપકડ થઇ શકે છે.

મહેશ રાઠોડ પણ અગ્નીકાન્ડમાં દાજી ગયા હતા

મહેશ રાઠોડ પણ અગ્નીકાન્ડમાં દાજી ગયા હતા જેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. પોલીસ દ્વારા મહેશ રાઠોડની પુછપરછ શરૂ કરવામાં કરવામાં આવી રહી છે. આજે બપોર સુધીમાં મહેશ રાઠોડની વિધવત ધરપકડ થઇ શકે છે. આ ઉપરાંત જે જગ્યા પર TRP ગેમઝોન બનાવવામાં આવેલ હતું તે જગ્યાના માલિક અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજાની પણ અટકાયત થઇ શકે છે.

આ કેસમાં રાજકોટ તાલુકા પોલીસ પોતે ફરિયાદી બની

આ કેસમાં રાજકોટ તાલુકા પોલીસ પોતે ફરિયાદી બની છે. પોલીસે આ મામલે કુલ 6 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે. જેમાં ધવલભાઈ ભરતભાઈ ઠક્કર, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કીરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ કનૈયાલાલ હીરન, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, રાહુલ લલીતભાઈ રાઠોડનો સમાવેશ થાય છે. પોલીસે તમામ આરોપીઓ સામે આઈ.પી.સી કલમ 304, 308, 337, 338, 114 મુજબ ગુનો નોંધ્યો છે. FIR માં જણાવવામાં આવ્યું છે કે, TRP ગેમ ઝોનના સંચાલકો આરોપી ધવલ કોર્પોરેશનના પ્રોપરાઈટર (1) ધવલભાઈ ભરતભાઈ ઠક્કર તથા રેસ વે એન્ટરપ્રાઈઝના ભાગીદારો (2) અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, (3) કીરીટસિંહ જગદીશસિંહ જાડેજા, (4) પ્રકાશચંદ કનૈયાલાલ હીરન, (5) યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, (6) રાહુલ લલીતભાઈ રાઠોડ તથા તપાસમાં ખુલે તે તમામ ઈસમોએ આશરે 50 મીટર પહોળું અને આશરે 60 મીટર લાબું અને બેથી ત્રણ માળ જેટલું ઉંચું લોખંડ તથા પતરાનું ફેબ્રીકેશનથી માળખું ઉભું કરીને ગેમ ઝોન બનાવી આ ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના બને તો તેને પહોંચીવળી આગને રોકી મનુષ્યજીવનને બચાવી શકાય તેવા કોઈ અસરકારક ફાયર ફાયટીંગના સાધનો રાખ્યા વગર ઉપરાંત અગ્નિશમન વિભાગની NOC કે પ્રમાણ મેળવ્યા વગર આ જોખમી જગ્યામાં ગેમ ઝોન ચલાવી રહ્યા હતા.