Surat News: વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો

6 વર્ષીય પવન રમતા રમતા સિક્કો ગળી ગયો બાળકની અન્નનળીમાં ફસાયો રૂ.5નો સિક્કો બાળકને સિવિલ હોસ્પિટલમાં કરાયો દાખલ સુરતમાં વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં પાંચ રૂપિયાનો સિક્કો બાળક ગળી ગયો હતો. 6 વર્ષીય પવન રમતા રમતા સિક્કો ગળી ગયો હતો. પાંડેસરાના કરશનગરમાં પરિવાર રહે છે. તેમાં માસુમ પવન સવારે નાસ્તો લેવા ગયો હતો. ત્યારે નાસ્તો લઈ પરત ફરી રહ્યો હતો તેમાં છૂટા રૂપિયા સાથે હતા તેમાં રમત રમતમાં પાંચ રૂપિયાનો સિક્કો ગળી ગયો હતો. બાળકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો બાળકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જેમાં બાળકની અન્નનળીમાં સિક્કો હોવાથી હાલ ENT વિભાગમાં દાખલ છે. જેમાં તબીબો દ્વારા દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો હતો. જો મળમાર્ગથી સિક્કો નહી નીકળે તો ઓપરેશન કરાશે. અગાઉ પણ સુરતના પાંડેસરામાં રૂ.5નો સિક્કો બાળક ગળી ગયો હતો. તેમાં રમવા આપેલો રૂ.5નો સિક્કો બાળક ગળી જતા ઉપાધી થઇ હતી. જેમાં 3 વર્ષના બાળકના ગળામાં રૂ.5નો સિક્કો ફસાયો હતો. ત્યારે બાળકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. ડોકટરોએ બાળકની સારવાર કરી સિક્કો કાઢવાનો પ્રયાસ શરૂ કર્યો ડોકટરોએ બાળકની સારવાર કરી સિક્કો કાઢવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. અગાઉ રાજકોટમાં દોઢ વર્ષનું બાળક એક મહિનાથી બીમાર હતું. જેથી તેને તપાસ માટે લઈ જવામાં આવ્યો હતો. નિદાન કરતા શ્વાસનળીમાં સીંગદાણો ફસાયો હોવાનું ખુલ્યું હતું. ડોક્ટરે દૂરબીનથી ઓપરેશન કરી સીંગદાણો બહાર કાઢી બાળકનો જીવ બચાવ્યો હતો. બાળકને સૂતાં-સૂતાં કોઈ વસ્તુ ખવડાવવી જોઈએ નહીં બાળકોમાં સૌથી વધુ 3થી 5 વર્ષનાં બાળકોમાં સીંગદાણા, ચણા, રમકડામાં આવતો નાનો એલઇડી બલ્બ, સ્ક્રૂ, પથ્થર જેવી વસ્તુઓ કાઢવાનાં પીડીયાટ્રીક સર્જરી વિભાગમાં 12થી 15 અને અન્ય વિભાગોમાં મળીને 50 કેસમાં 10માંથી 7 કિસ્સામાં સીંગદાણા કે તેનો ટુકડો હોય છે. જેથી પરિજનોએ નાના બાળકને આવી વસ્તુ ન રમે તેની તકેદારી રાખવી, સૂતા સૂતા, રમતા રમતા બાળકને ક્યારેય કંઈ ખવડાવવું જોઈએ નહીં.

Surat News: વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 6 વર્ષીય પવન રમતા રમતા સિક્કો ગળી ગયો
  • બાળકની અન્નનળીમાં ફસાયો રૂ.5નો સિક્કો
  • બાળકને સિવિલ હોસ્પિટલમાં કરાયો દાખલ

સુરતમાં વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં પાંચ રૂપિયાનો સિક્કો બાળક ગળી ગયો હતો. 6 વર્ષીય પવન રમતા રમતા સિક્કો ગળી ગયો હતો. પાંડેસરાના કરશનગરમાં પરિવાર રહે છે. તેમાં માસુમ પવન સવારે નાસ્તો લેવા ગયો હતો. ત્યારે નાસ્તો લઈ પરત ફરી રહ્યો હતો તેમાં છૂટા રૂપિયા સાથે હતા તેમાં રમત રમતમાં પાંચ રૂપિયાનો સિક્કો ગળી ગયો હતો.

બાળકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો

બાળકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જેમાં બાળકની અન્નનળીમાં સિક્કો હોવાથી હાલ ENT વિભાગમાં દાખલ છે. જેમાં તબીબો દ્વારા દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો હતો. જો મળમાર્ગથી સિક્કો નહી નીકળે તો ઓપરેશન કરાશે. અગાઉ પણ સુરતના પાંડેસરામાં રૂ.5નો સિક્કો બાળક ગળી ગયો હતો. તેમાં રમવા આપેલો રૂ.5નો સિક્કો બાળક ગળી જતા ઉપાધી થઇ હતી. જેમાં 3 વર્ષના બાળકના ગળામાં રૂ.5નો સિક્કો ફસાયો હતો. ત્યારે બાળકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.

ડોકટરોએ બાળકની સારવાર કરી સિક્કો કાઢવાનો પ્રયાસ શરૂ કર્યો

ડોકટરોએ બાળકની સારવાર કરી સિક્કો કાઢવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. અગાઉ રાજકોટમાં દોઢ વર્ષનું બાળક એક મહિનાથી બીમાર હતું. જેથી તેને તપાસ માટે લઈ જવામાં આવ્યો હતો. નિદાન કરતા શ્વાસનળીમાં સીંગદાણો ફસાયો હોવાનું ખુલ્યું હતું. ડોક્ટરે દૂરબીનથી ઓપરેશન કરી સીંગદાણો બહાર કાઢી બાળકનો જીવ બચાવ્યો હતો.

બાળકને સૂતાં-સૂતાં કોઈ વસ્તુ ખવડાવવી જોઈએ નહીં

બાળકોમાં સૌથી વધુ 3થી 5 વર્ષનાં બાળકોમાં સીંગદાણા, ચણા, રમકડામાં આવતો નાનો એલઇડી બલ્બ, સ્ક્રૂ, પથ્થર જેવી વસ્તુઓ કાઢવાનાં પીડીયાટ્રીક સર્જરી વિભાગમાં 12થી 15 અને અન્ય વિભાગોમાં મળીને 50 કેસમાં 10માંથી 7 કિસ્સામાં સીંગદાણા કે તેનો ટુકડો હોય છે. જેથી પરિજનોએ નાના બાળકને આવી વસ્તુ ન રમે તેની તકેદારી રાખવી, સૂતા સૂતા, રમતા રમતા બાળકને ક્યારેય કંઈ ખવડાવવું જોઈએ નહીં.