Gujarat Rain : અમરેલી અને જસદણમાં ભારે પવન સાથે વરસાદ પડયો

જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ભારે પવન અને વરસાદના કારણે વૃક્ષો તેમજ વીજપોલ થયા ધરાશાયી થયા આટકોટ અને જસદણના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ ગુજરાતમાં એક તરફ કાળઝાળ ગરમી છે,તો બીજી તરફ કમોસમી વરસાદે માઝા મૂકી છે,આજે સાંજે ગુજરાતના અમરેલી અને રાજકોટના જસદણમાં ભારે પવન સાથે વરસાદ થયો હતો,તો જસદણના આટકોટ ગામે ભારે પવનના કારણે દુકાનોના પતરા ઉડયા હતા,તો ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા હતા. અમરેલીમાં જિલ્લામાં વરસાદ અમરેલી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ થયો હતો,સાવરકુંડલા, લીલીયા,વંડા, વાશિયાલી, મેકડા,ફાચરિયા, ખાલપર, આકોડા,લીલીયાના ઇંગોરાલા, બવાડી, બાવડા ગામમાં વરસાદ નોંધાયો હતો.તો ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોના પાકને નુકસાન થયું હતું.જૂનાગઢ જિલ્લામાં વરસાદજૂનાગઢમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે,સવારથી ભારે ગરમી બાદ બપોર પછી વાદળછાયું વાતાવરણ થયું હતું,તો શહેરમાં અને જીલ્લામાં પવન સાથે છૂટાછવાયા વરસાદી ઝાપટાં થયા હતા.ભવનાથ તળેટી, દામોદર કુંડ વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડયાં હતા જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, આજથી સાતમા દિવસ સુધી ગુજરાતનું હવામાન શુષ્ક રહેવાનું અનુમાન છે. આ સાથે આજથી બે દિવસ માટે હીટવેવ વોર્નિંગ આપવામાં આવી છે. બે દિવસ માટે પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર અને કચ્છ તથા વલસાડ અને સુરતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ ડિસકમ્ફર્ટ કન્ડિશન બનેલી રહેશે તેમ પણ જણાવ્યુ છે. ગુજરાતમાં ચોમાસા અંગે જણાવતા તેમણે કહ્યુ છે કે, ચોમાસું 31 મેના રોજ કેરળમાં બેસવાની આગાહી છે, આમાં ચાર દિવસ પ્લસ માઇનસ એરરની સાથે તારીખ આપવામાં આવી છે. 15 જૂને ગુજરાતમાં ચોમાસું શરૂ થવાની આગાહી આપવામાં આવી છે. જાણો અંબાલાલ પટેલે શું કરી છે આગાહી ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યુ છે કે, 17 મેથી ગરમી વધશે. 24, 25 મે સુઘીમાં મધ્ય ગુજરાતમાં ભાગોમા મહત્તમ તાપમાન 45 ડિગ્રીને પાર કરી જવાની શક્યતા છે. આ સાથે કોઇક વિસ્તારોમાં તો 47 ડિગ્રી થવાની પણ શક્યતા રહેશે. આ ઉપરાંત ગંગા જમનાના મેદાન તપવાની શક્યતા રહેશે. આ ભાગમાં 48 ડિગ્રી થવાની શક્યતા. આ સાથે તેમણે કહ્યુ કે, કચ્છના ભાગમાં પણ ગરમી વધશે અને રાજસ્થાનના ભાગોમાં 49 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જવાની શક્યતા છે. સપ્તાહ સુધી મધ્ય ગુજરાત તપવાની આગાહી છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પારો 45 ડિગ્રીએ પહોંચી શકે છે. કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ 41 ડિગ્રીએ પારો પહોંચી શકે છે. જાણો પરેશ ગોસ્વામીએ શું કરી છે આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહીમાં જણાવ્યુ છે કે, 17મી તારીખથી ભયંકર ગરમીની શક્યતા છે. 17 તારીખથી હવામાન ખુલ્લુ થશે. જે બાદ 17થી 21 મે સુધીના સમયગાળામાં ભયંકર ગરમી પડશે.

Gujarat Rain : અમરેલી અને જસદણમાં ભારે પવન સાથે વરસાદ પડયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ
  • ભારે પવન અને વરસાદના કારણે વૃક્ષો તેમજ વીજપોલ થયા ધરાશાયી થયા
  • આટકોટ અને જસદણના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ

ગુજરાતમાં એક તરફ કાળઝાળ ગરમી છે,તો બીજી તરફ કમોસમી વરસાદે માઝા મૂકી છે,આજે સાંજે ગુજરાતના અમરેલી અને રાજકોટના જસદણમાં ભારે પવન સાથે વરસાદ થયો હતો,તો જસદણના આટકોટ ગામે ભારે પવનના કારણે દુકાનોના પતરા ઉડયા હતા,તો ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા હતા.

અમરેલીમાં જિલ્લામાં વરસાદ

અમરેલી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ થયો હતો,સાવરકુંડલા, લીલીયા,વંડા, વાશિયાલી, મેકડા,ફાચરિયા, ખાલપર, આકોડા,લીલીયાના ઇંગોરાલા, બવાડી, બાવડા ગામમાં વરસાદ નોંધાયો હતો.તો ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોના પાકને નુકસાન થયું હતું.

જૂનાગઢ જિલ્લામાં વરસાદ

જૂનાગઢમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે,સવારથી ભારે ગરમી બાદ બપોર પછી વાદળછાયું વાતાવરણ થયું હતું,તો શહેરમાં અને જીલ્લામાં પવન સાથે છૂટાછવાયા વરસાદી ઝાપટાં થયા હતા.ભવનાથ તળેટી, દામોદર કુંડ વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડયાં હતા

જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી

હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, આજથી સાતમા દિવસ સુધી ગુજરાતનું હવામાન શુષ્ક રહેવાનું અનુમાન છે. આ સાથે આજથી બે દિવસ માટે હીટવેવ વોર્નિંગ આપવામાં આવી છે. બે દિવસ માટે પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર અને કચ્છ તથા વલસાડ અને સુરતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ ડિસકમ્ફર્ટ કન્ડિશન બનેલી રહેશે તેમ પણ જણાવ્યુ છે. ગુજરાતમાં ચોમાસા અંગે જણાવતા તેમણે કહ્યુ છે કે, ચોમાસું 31 મેના રોજ કેરળમાં બેસવાની આગાહી છે, આમાં ચાર દિવસ પ્લસ માઇનસ એરરની સાથે તારીખ આપવામાં આવી છે. 15 જૂને ગુજરાતમાં ચોમાસું શરૂ થવાની આગાહી આપવામાં આવી છે.



જાણો અંબાલાલ પટેલે શું કરી છે આગાહી

ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યુ છે કે, 17 મેથી ગરમી વધશે. 24, 25 મે સુઘીમાં મધ્ય ગુજરાતમાં ભાગોમા મહત્તમ તાપમાન 45 ડિગ્રીને પાર કરી જવાની શક્યતા છે. આ સાથે કોઇક વિસ્તારોમાં તો 47 ડિગ્રી થવાની પણ શક્યતા રહેશે. આ ઉપરાંત ગંગા જમનાના મેદાન તપવાની શક્યતા રહેશે. આ ભાગમાં 48 ડિગ્રી થવાની શક્યતા. આ સાથે તેમણે કહ્યુ કે, કચ્છના ભાગમાં પણ ગરમી વધશે અને રાજસ્થાનના ભાગોમાં 49 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જવાની શક્યતા છે. સપ્તાહ સુધી મધ્ય ગુજરાત તપવાની આગાહી છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પારો 45 ડિગ્રીએ પહોંચી શકે છે. કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ 41 ડિગ્રીએ પારો પહોંચી શકે છે.


જાણો પરેશ ગોસ્વામીએ શું કરી છે આગાહી

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહીમાં જણાવ્યુ છે કે, 17મી તારીખથી ભયંકર ગરમીની શક્યતા છે. 17 તારીખથી હવામાન ખુલ્લુ થશે. જે બાદ 17થી 21 મે સુધીના સમયગાળામાં ભયંકર ગરમી પડશે.