Diu News: દીવના ઘોઘલા બીચ પર 11 વર્ષીય બાળકીનું ડૂબી જતા મોત

નર્મદા જિલ્લામાંથી પરિવાર દીવ ફરવા આવ્યુ હતુંહોસ્પિટલમાં ફરજ પરના ડૉક્ટરોએ બાળકીને મૃત જાહરે કરીબાળકીના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા બીચ પર નર્મદા જિલ્લામાંથી આવેલા પર્યટકોમાંથી એક 11 વર્ષની બાળકી ઘોઘલા બિચ પર આવેલી ખાનગી હોટલના સ્વિમિંગ પુલમાં ડૂબી જતા મોતને ભેટી હતી. જો કે બનાવને પગલે પરિવારમાં શોક વ્યાપ્યો હતો. ઉનાળુ વેકેશન પૂર્ણ થવામાં અને શનિ-રવિવારની રજા હોવાથી નર્મદા જિલ્લામાંથી દીવ પર્યટન માટે આવેલા પરિવાર માટે આભ તૂટી પડવાની ઘટના સર્જાઈ હતી. વાત જાણે એમ છે કે દીવમાં ફરવા આવેલા પરિવાર દીવના ઘોઘલા બિચ પર ફરવા ગયા હતા. જ્યાં દરિયામાં ફરીને હોટલમાં આવ્યા હતા. જયાં નાની 11 વર્ષની બાળકી હોટલના સ્વિમિંગ પુલમાં પગ ધોવા જતા અચાનક બાળકી સ્વિમિંગ પુલમાં કૂદીને પડી જતા ડૂબવા લાગી હતી. જો કે આંખ આગળ બાળકીને પાણીમાં ડૂબતી બચાવીને બાળકીને બહાર કાઢી હતી. જો કે બાળકીના શરીરમાં પાણી જતું રહેતા શરીરમાંથી પાણી કાઢવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આમ છતાં બાળકી બેભાન બની ગઈ અને ભાનમાં ન આવતા આખરે 108થી બાળકીને દીવની હોસ્પિટલ ખસેડવામાં આવી પરંતુ ત્યાં ફરજ પર હાજર ડૉકટરે બાળકીને મૃત હોવાની જાણ કરી હતી. પરિવારને જાણ થતા પરિવાર શોકાતૂર બન્યો હતો. 

Diu News: દીવના ઘોઘલા બીચ પર 11 વર્ષીય બાળકીનું ડૂબી જતા મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નર્મદા જિલ્લામાંથી પરિવાર દીવ ફરવા આવ્યુ હતું
  • હોસ્પિટલમાં ફરજ પરના ડૉક્ટરોએ બાળકીને મૃત જાહરે કરી
  • બાળકીના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ

 કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા બીચ પર નર્મદા જિલ્લામાંથી આવેલા પર્યટકોમાંથી એક 11 વર્ષની બાળકી ઘોઘલા બિચ પર આવેલી ખાનગી હોટલના સ્વિમિંગ પુલમાં ડૂબી જતા મોતને ભેટી હતી. જો કે બનાવને પગલે પરિવારમાં શોક વ્યાપ્યો હતો.

ઉનાળુ વેકેશન પૂર્ણ થવામાં અને શનિ-રવિવારની રજા હોવાથી નર્મદા જિલ્લામાંથી દીવ પર્યટન માટે આવેલા પરિવાર માટે આભ તૂટી પડવાની ઘટના સર્જાઈ હતી. વાત જાણે એમ છે કે દીવમાં ફરવા આવેલા પરિવાર દીવના ઘોઘલા બિચ પર ફરવા ગયા હતા. જ્યાં દરિયામાં ફરીને હોટલમાં આવ્યા હતા. જયાં નાની 11 વર્ષની બાળકી હોટલના સ્વિમિંગ પુલમાં પગ ધોવા જતા અચાનક બાળકી સ્વિમિંગ પુલમાં કૂદીને પડી જતા ડૂબવા લાગી હતી. જો કે આંખ આગળ બાળકીને પાણીમાં ડૂબતી બચાવીને બાળકીને બહાર કાઢી હતી. જો કે બાળકીના શરીરમાં પાણી જતું રહેતા શરીરમાંથી પાણી કાઢવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આમ છતાં બાળકી બેભાન બની ગઈ અને ભાનમાં ન આવતા આખરે 108થી બાળકીને દીવની હોસ્પિટલ ખસેડવામાં આવી પરંતુ ત્યાં ફરજ પર હાજર ડૉકટરે બાળકીને મૃત હોવાની જાણ કરી હતી. પરિવારને જાણ થતા પરિવાર શોકાતૂર બન્યો હતો.