Kshatriya Samaj : ક્ષત્રિય સમાજની મહિલાઓ નહીં ભરે ઉમેદવારી ફોર્મ

પરષોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય મહીલાઓ નહીં ભરે ઉમેદવારી ફોર્મ અમે અપક્ષ ઉમેદવારી નોંધાવવા નથી માંગતા : નયનાબા અમે પરેશ ધાનાણી સાથે છીએ અને તેમને લડાવીશું : નયનાબા પરશોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ નવી રણનીતિ બનાવી છે. રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિયોનો ગુસ્સો શાંત નથી થઇ રહ્યો. ત્યારે પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજની મહિલાઓ હવે લોકસભા ચૂંટણી ઉમેદવારી ફોર્મ નહીં ભરે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ અંગે ક્ષત્રિય સમાજના આગેવાન નયનાબા એ સ્પષ્ટીકરણ કર્યુ છે. નોંધનીય છે કે, ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે, ભાજપ રાજકોટના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા પોતાનું ફોર્મ પાછું ખેંચે અને અન્ય કોઇને ત્યાંથી ટિકિટ આપે. ક્ષત્રિય સમાજની મહિલાઓ નહી ભરે ઉમેદવારી ફોર્મ અમે લોકસભા ચૂંટણી માટે ભરવા માટે 200 ફોર્મ ઉપાડેલા હતા. મહાસંમેલન થયુ ત્યાં સુધીમાં 50 ટકાનું ડોક્યુમેન્ટેશન, ફંડ અમે ક્લિયર કરી નાંખ્યુ હતુ. અમે નામાંકન ભરવા માટે તૈયારીઓ કરી લીધી હતી. પરંતુ પરેશભાઇ (કોંગ્રેસના રાજકોટના ઉમેદવાર પરેશ ધાનાણી) અમારું પીઠબળ બની ગયા છે. ત્યારે અમે અપક્ષ તરીકે પણ લડવા નથી માંગતા. કારણ કે, આ વસ્તુ ક્યાંક ને ક્યાંક છે કે, તે લોકો સમાજમાં વિગ્રહ કરવા માંગે છે. પરંતુ અમારા ક્ષત્રિય સમાજનો કિંમતી મત ભાજપ સરકાર નથી સમજી રહી પરંતુ જે સમજી રહ્યુ છે તેમને આપવા માંગીએ છીએ. સંકલન સમિતીમા ફોર્મ ભરવાની થઈ હતી વાત રાજકોટ બેઠક પરથી એક સાથે 100 ક્ષત્રિય સમાજની મહિલા લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવશે તેવું રાજપૂત સમાજની સંકલન સમિતિના મહિલા અધ્યક્ષ તૃપ્તિબા રાઓલએ આ જાહેરાત કરી હતી. તૃપ્તિબા રાઓલે જણાવ્યું હતુ કે, આ રીતે ચૂંટણીમાં નામાંકન ભરી ઇતિહાસ રચીશું. નોંધનીય છે કે, 100 જેટલી ઉમેદવારી થાય તો ચૂંટણી પંચને બેલેટ પેપરથી ચૂંટણી યોજવી પડે છે.પરશોત્તમ રૂપાલાની ટિપ્પણીનો વિવાદ સૌરાષ્ટ્રના અનેક ગામડાઓમાં એવા પોસ્ટરો લાગ્યાં છે કે, જ્યાં સુધી પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી ભાજપના નેતાઓએ ગામમાં પ્રચાર કરવા માટે આવવું નહીં. ભાજપના નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ગામડાઓમાં પોસ્ટર લાગતાં ભાજપના સ્થાનિક નેતાઓ મૂંઝાયા છે. મોટાભાગના ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતાં ગામડાઓમાં તો ચૂંટણી બહિષ્કાર સુધીની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

Kshatriya Samaj : ક્ષત્રિય સમાજની મહિલાઓ નહીં ભરે ઉમેદવારી ફોર્મ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પરષોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય મહીલાઓ નહીં ભરે ઉમેદવારી ફોર્મ
  • અમે અપક્ષ ઉમેદવારી નોંધાવવા નથી માંગતા : નયનાબા
  • અમે પરેશ ધાનાણી સાથે છીએ અને તેમને લડાવીશું : નયનાબા

પરશોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ નવી રણનીતિ બનાવી છે. રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિયોનો ગુસ્સો શાંત નથી થઇ રહ્યો. ત્યારે પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજની મહિલાઓ હવે લોકસભા ચૂંટણી ઉમેદવારી ફોર્મ નહીં ભરે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ અંગે ક્ષત્રિય સમાજના આગેવાન નયનાબા એ સ્પષ્ટીકરણ કર્યુ છે. નોંધનીય છે કે, ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે, ભાજપ રાજકોટના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા પોતાનું ફોર્મ પાછું ખેંચે અને અન્ય કોઇને ત્યાંથી ટિકિટ આપે.

ક્ષત્રિય સમાજની મહિલાઓ નહી ભરે ઉમેદવારી ફોર્મ

અમે લોકસભા ચૂંટણી માટે ભરવા માટે 200 ફોર્મ ઉપાડેલા હતા. મહાસંમેલન થયુ ત્યાં સુધીમાં 50 ટકાનું ડોક્યુમેન્ટેશન, ફંડ અમે ક્લિયર કરી નાંખ્યુ હતુ. અમે નામાંકન ભરવા માટે તૈયારીઓ કરી લીધી હતી. પરંતુ પરેશભાઇ (કોંગ્રેસના રાજકોટના ઉમેદવાર પરેશ ધાનાણી) અમારું પીઠબળ બની ગયા છે. ત્યારે અમે અપક્ષ તરીકે પણ લડવા નથી માંગતા. કારણ કે, આ વસ્તુ ક્યાંક ને ક્યાંક છે કે, તે લોકો સમાજમાં વિગ્રહ કરવા માંગે છે. પરંતુ અમારા ક્ષત્રિય સમાજનો કિંમતી મત ભાજપ સરકાર નથી સમજી રહી પરંતુ જે સમજી રહ્યુ છે તેમને આપવા માંગીએ છીએ.

સંકલન સમિતીમા ફોર્મ ભરવાની થઈ હતી વાત

રાજકોટ બેઠક પરથી એક સાથે 100 ક્ષત્રિય સમાજની મહિલા લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવશે તેવું રાજપૂત સમાજની સંકલન સમિતિના મહિલા અધ્યક્ષ તૃપ્તિબા રાઓલએ આ જાહેરાત કરી હતી. તૃપ્તિબા રાઓલે જણાવ્યું હતુ કે, આ રીતે ચૂંટણીમાં નામાંકન ભરી ઇતિહાસ રચીશું. નોંધનીય છે કે, 100 જેટલી ઉમેદવારી થાય તો ચૂંટણી પંચને બેલેટ પેપરથી ચૂંટણી યોજવી પડે છે.પરશોત્તમ રૂપાલાની ટિપ્પણીનો વિવાદ સૌરાષ્ટ્રના અનેક ગામડાઓમાં એવા પોસ્ટરો લાગ્યાં છે કે, જ્યાં સુધી પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી ભાજપના નેતાઓએ ગામમાં પ્રચાર કરવા માટે આવવું નહીં. ભાજપના નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ગામડાઓમાં પોસ્ટર લાગતાં ભાજપના સ્થાનિક નેતાઓ મૂંઝાયા છે. મોટાભાગના ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતાં ગામડાઓમાં તો ચૂંટણી બહિષ્કાર સુધીની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.