Rajkot અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી,નાના કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા : HC

અગ્નિકાંડ અંગે HC એસોસિએશનના વકીલની રજૂઆત SCના નિર્દેશનું પાલન નથી થઈ રહ્યું : વકીલ ફાયર સેફ્ટીના નિર્દેશોનું પાલન નથી થઈ રહ્યું : વકીલ રાજકોટ અગ્નિકાંડને લઈ આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હતી. હાઇકોર્ટ સુઓમોટો પર ત્રીજીવાર સુનાવણી કરી રહી છે. ચીફ જજ સુનિતા અગ્રવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ સુનાવણી યોજાઈ રહી છે.હાઈકોર્ટે કહ્યું, અગ્નિકાંડ ખૂબ દુઃખદ.જુદી જુદી મહાનગર પાલિકાના વકીલ, એડવોકેટ જનરલ, એડિશનલ એડવોકેટ જનરલ, GHAA પ્રમુખ, ફાયર ઓફિસરો વગેરે કોર્ટમાં ઉપસ્થિત પોતાના ખિસ્સામાંથી વળતર આપો : વકીલ અમિત પંચાલ એડવોકેટ અમિત પંચાલે જણાવ્યું કે, કોર્ટના નિર્દેશોનું પાલન ના થતાં આ ઘટના બની, નિયમોનું પાલન કરાયું નહીં. મૃતકોના પરિવારને આરોપીઓના ગજવામાંથી વળતર ચૂકવાય. બીયુ પરમિશન ના હોય તો પગલા નથી લેવાતા : વકીલ અમિત પંચાલ BU પરમિશન ના હોય કે તેના નિયમોનું પાલન ના થતું હોય તેના સામે કોઈ પગલાં લેવાતા નથી ઈલેકટ્રીક જોડાણ ના આપો : વકીલ અમિત પંચાલ હોસ્પિટલ, હાઇરાઈઝ બિલ્ડિંગ વગેરે સ્થળોએ નિયમો મુજબ ફાયર અવરોધક વ્યવસ્થા જરૂરી.હોસ્પિટલ, હાઇરાઈઝ બિલ્ડિંગ વગેરે સ્થળોએ નિયમો મુજબ ફાયર અવરોધક વ્યવસ્થા જરૂરી. નાના કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે : હાઇકોર્ટ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવ્યા બાદ તેને સમયાંતરે રિન્યુ કરવાના રહે છે.રાજકોટ ગેમ ઝોનને કોઈ પરમિશન નહોતી મળી.નાના કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અધિકારીઓ સામે કડક પગલા લો : હાઇકોર્ટ કોર્ટે કહ્યું તેઓ ગેમ ઝોનના ઉદ્ઘાટનમાં ગયા હતા. રાજકોટના ઉચ્ચ અધિકારીઓ સામે શિસ્ત સંબંધી તપાસ થવી જોઈએ. ફેકટ શોધાવા જોઈએ, મોરબી, હરણી અને રાજકોટ ગેમ ઝોનમાં અધિકારીઓએ કરેલી ભૂલ ઉપર ચર્ચા થઈ છે. 15 દિવસમાં તપાસ કરી રિપોર્ટ આપો : હાઇકોર્ટ જ્યારથી TRP ગેમ ઝોનનો પિલ્લર મુકાયો ત્યારથી ઘટના સુધીના સત્યની તપાસ થવી જોઈએ.કોર્ટ કોઈ ઓફિસરની એફિડેવિટ જોવા નથી માંગતી.એડવોકેટ જનરલને કોર્ટે જણાવ્યું 15 દિવસમાં તપાસ કરી રિપોર્ટ આપો. અર્બન હાઉસિંગ અને અર્બન ડેવલપમેન્ટ વિભાગના સેક્રેટરી તપાસ કરે.દરેક ઉચ્ચ અધિકારીના તપાસમાં નામ હોવા જોઈએ. સરકાર આ અધિકારીઓની જવાબદારી નક્કી કરે એડવોકેટ જનરલને કોર્ટે કહ્યું કે, તમે મોરબીના SIT રિપોર્ટ માટે બહુ રાહ જોઈ. અમે કહીએ ત્યારે નહીં તમારે જાતે આ અધિકારીઓ સામે તપાસ કરવાની હોય. સરકાર આ અધિકારીઓની જવાબદારી નક્કી કરે.પ્રિવેન્ટીવ પગલા ભરો : હાઈકોર્ટસરકારે કહ્યું અમે 9 ઓફિસરને અરેસ્ટ કર્યા છે. જેને લઇને કોર્ટે કહ્યું હતું કે, તમે નાની માછલીઓ પકડી છે. ગેમ ઝોનના ઉદ્ઘાટનમાં ગયેલા મોટા અધિકારીઓને પકડ્યા! જો તમે એક રૂમને પણ નિયમો વિરૂદ્ધ બાંધવા મંજૂરી આપશો તો આરોપીઓ તો આખું બિલ્ડિંગ બનાવશે. TRP ગેમ ઝોન રાતોરાત ઉભું નહોતું કરાયું. મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ કેવી રીતે કામ કરે છે તે અર્બન હાઉસિંગ વિભાગના સેક્રેટરી તપાસ કરે. ફક્ત કરેકટીવ નહીં પ્રિવેન્ટીવ પગલાં જરૂરી છે.હજી પણ આ તપાસ આગળ ડિટેઈલમાં કરવી જોઈએ : હાઈકોર્ટઅરજદાર એડવોકેટ અમિત પંચાલે જણાવ્યું હતું કે, કલેક્ટર, DDO વગેરે ઓફિસર ગેમ ઝોનના ઉદ્ધાટનમાં હજાર હતા. શાળાઓમાં ઝેરી અને જ્વલનશીલ મટિરિયલ રાખી શકાય નહીં. કોર્ટે કહ્યું હતું કે, રાજ્યની તમામ શાળાઓમાં ફાયર સેફ્ટીને લગતી તપાસ કરવામાં આવે. 

Rajkot અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી,નાના કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા : HC

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અગ્નિકાંડ અંગે HC એસોસિએશનના વકીલની રજૂઆત
  • SCના નિર્દેશનું પાલન નથી થઈ રહ્યું : વકીલ
  • ફાયર સેફ્ટીના નિર્દેશોનું પાલન નથી થઈ રહ્યું : વકીલ

રાજકોટ અગ્નિકાંડને લઈ આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હતી. હાઇકોર્ટ સુઓમોટો પર ત્રીજીવાર સુનાવણી કરી રહી છે. ચીફ જજ સુનિતા અગ્રવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ સુનાવણી યોજાઈ રહી છે.હાઈકોર્ટે કહ્યું, અગ્નિકાંડ ખૂબ દુઃખદ.જુદી જુદી મહાનગર પાલિકાના વકીલ, એડવોકેટ જનરલ, એડિશનલ એડવોકેટ જનરલ, GHAA પ્રમુખ, ફાયર ઓફિસરો વગેરે કોર્ટમાં ઉપસ્થિત

પોતાના ખિસ્સામાંથી વળતર આપો : વકીલ અમિત પંચાલ

એડવોકેટ અમિત પંચાલે જણાવ્યું કે, કોર્ટના નિર્દેશોનું પાલન ના થતાં આ ઘટના બની, નિયમોનું પાલન કરાયું નહીં. મૃતકોના પરિવારને આરોપીઓના ગજવામાંથી વળતર ચૂકવાય.

બીયુ પરમિશન ના હોય તો પગલા નથી લેવાતા : વકીલ અમિત પંચાલ

BU પરમિશન ના હોય કે તેના નિયમોનું પાલન ના થતું હોય તેના સામે કોઈ પગલાં લેવાતા નથી

ઈલેકટ્રીક જોડાણ ના આપો : વકીલ અમિત પંચાલ

હોસ્પિટલ, હાઇરાઈઝ બિલ્ડિંગ વગેરે સ્થળોએ નિયમો મુજબ ફાયર અવરોધક વ્યવસ્થા જરૂરી.હોસ્પિટલ, હાઇરાઈઝ બિલ્ડિંગ વગેરે સ્થળોએ નિયમો મુજબ ફાયર અવરોધક વ્યવસ્થા જરૂરી.

નાના કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે : હાઇકોર્ટ

ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવ્યા બાદ તેને સમયાંતરે રિન્યુ કરવાના રહે છે.રાજકોટ ગેમ ઝોનને કોઈ પરમિશન નહોતી મળી.નાના કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

અધિકારીઓ સામે કડક પગલા લો : હાઇકોર્ટ

કોર્ટે કહ્યું તેઓ ગેમ ઝોનના ઉદ્ઘાટનમાં ગયા હતા. રાજકોટના ઉચ્ચ અધિકારીઓ સામે શિસ્ત સંબંધી તપાસ થવી જોઈએ. ફેકટ શોધાવા જોઈએ, મોરબી, હરણી અને રાજકોટ ગેમ ઝોનમાં અધિકારીઓએ કરેલી ભૂલ ઉપર ચર્ચા થઈ છે.

15 દિવસમાં તપાસ કરી રિપોર્ટ આપો : હાઇકોર્ટ

જ્યારથી TRP ગેમ ઝોનનો પિલ્લર મુકાયો ત્યારથી ઘટના સુધીના સત્યની તપાસ થવી જોઈએ.કોર્ટ કોઈ ઓફિસરની એફિડેવિટ જોવા નથી માંગતી.એડવોકેટ જનરલને કોર્ટે જણાવ્યું 15 દિવસમાં તપાસ કરી રિપોર્ટ આપો. અર્બન હાઉસિંગ અને અર્બન ડેવલપમેન્ટ વિભાગના સેક્રેટરી તપાસ કરે.દરેક ઉચ્ચ અધિકારીના તપાસમાં નામ હોવા જોઈએ.

સરકાર આ અધિકારીઓની જવાબદારી નક્કી કરે

એડવોકેટ જનરલને કોર્ટે કહ્યું કે, તમે મોરબીના SIT રિપોર્ટ માટે બહુ રાહ જોઈ. અમે કહીએ ત્યારે નહીં તમારે જાતે આ અધિકારીઓ સામે તપાસ કરવાની હોય. સરકાર આ અધિકારીઓની જવાબદારી નક્કી કરે.

પ્રિવેન્ટીવ પગલા ભરો : હાઈકોર્ટ

સરકારે કહ્યું અમે 9 ઓફિસરને અરેસ્ટ કર્યા છે. જેને લઇને કોર્ટે કહ્યું હતું કે, તમે નાની માછલીઓ પકડી છે. ગેમ ઝોનના ઉદ્ઘાટનમાં ગયેલા મોટા અધિકારીઓને પકડ્યા! જો તમે એક રૂમને પણ નિયમો વિરૂદ્ધ બાંધવા મંજૂરી આપશો તો આરોપીઓ તો આખું બિલ્ડિંગ બનાવશે. TRP ગેમ ઝોન રાતોરાત ઉભું નહોતું કરાયું. મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ કેવી રીતે કામ કરે છે તે અર્બન હાઉસિંગ વિભાગના સેક્રેટરી તપાસ કરે. ફક્ત કરેકટીવ નહીં પ્રિવેન્ટીવ પગલાં જરૂરી છે.

હજી પણ આ તપાસ આગળ ડિટેઈલમાં કરવી જોઈએ : હાઈકોર્ટ

અરજદાર એડવોકેટ અમિત પંચાલે જણાવ્યું હતું કે, કલેક્ટર, DDO વગેરે ઓફિસર ગેમ ઝોનના ઉદ્ધાટનમાં હજાર હતા. શાળાઓમાં ઝેરી અને જ્વલનશીલ મટિરિયલ રાખી શકાય નહીં. કોર્ટે કહ્યું હતું કે, રાજ્યની તમામ શાળાઓમાં ફાયર સેફ્ટીને લગતી તપાસ કરવામાં આવે.