Reality Check : એક્સપ્રેસ-વે પર અકસ્માત બાદ પણ શટલ ગાડીઓની બેફામ ડોટ

સસ્તા ભાડા માટે જોખમી મુસાફરી કરે છે લોકો ટ્રાફિક પોલીસની ગંભીર બેદરકારી સામે આવી પીક અપ સ્ટેન્ડ પર ખાનગી કારો બેફામ રીતે ભરાય છે આજે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગમ્ખવાર અકસ્માત થયો હતો. જેમાં 10 લોકોના મોત થયા છે. જે પછી સંદેશ ન્યૂઝની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું જેમાં જોવા મળ્યું કે, લોકો સસ્તા ભાડા માટે જોખમી મુસાફરી કરે છે. જેના માટે મોટી બેદરકારી સામે આવી રહી છે. આ અંગે એક્સપ્રેસ હાઇવે પર સંદેશ ન્યૂઝનું રિઆલીટી ચેક કરવામાં આવ્યું છે. જેમાં રસ્તા પર ટ્રાફિક પોલીસની ગંભીર બેદરકારી સામે આવી છે. લોકો પૈસા બચાવવા માટે શટલ ગાડીઓનો ઉપયોગ કરી રહ્યા છે. તેમજ ટ્રાફિક પોલીસ અને પ્રાઈવેટ વાહનોની મિલિભગત પણ છતી થઈ હતી. એટલું જ નહીં અમદાવાદ સીટીએમ પાસેના એકસપ્રેસ હાઈવેના શરૂઆતના પોઈન્ટ પર જ પીક અપ સ્ટેન્ડ પર ખાનગી કારો બેફામ રીતે ભરાય છે. જેમાં ક્ષમતા કરતાં પણ વધુ લોકો બેઠાં હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. તેમજ ખાનગી પાર્સિંગના વાહનો ફેરા મારતા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રસ-વે પર પ્રાઈવેટ ગાડીઓનો રાફડો ફાટ્યો છે. સાથે જ ટ્રાફિક પોલીસ અને પ્રાઈવેટ વાહનોની મિલિભગત પણ સામે આવી ગઈ છે. અમિતનગર સર્કલ પ્રાઈવેટ વાહનોનું એપી સેન્ટર બન્યું હોય અને ત્યાં ટ્રાફિકનાં નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

Reality Check : એક્સપ્રેસ-વે પર અકસ્માત બાદ પણ શટલ ગાડીઓની બેફામ ડોટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સસ્તા ભાડા માટે જોખમી મુસાફરી કરે છે લોકો
  • ટ્રાફિક પોલીસની ગંભીર બેદરકારી સામે આવી 
  • પીક અપ સ્ટેન્ડ પર ખાનગી કારો બેફામ રીતે ભરાય છે

આજે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગમ્ખવાર અકસ્માત થયો હતો. જેમાં 10 લોકોના મોત થયા છે. જે પછી સંદેશ ન્યૂઝની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું જેમાં જોવા મળ્યું કે, લોકો સસ્તા ભાડા માટે જોખમી મુસાફરી કરે છે. જેના માટે મોટી બેદરકારી સામે આવી રહી છે.

આ અંગે એક્સપ્રેસ હાઇવે પર સંદેશ ન્યૂઝનું રિઆલીટી ચેક કરવામાં આવ્યું છે. જેમાં રસ્તા પર ટ્રાફિક પોલીસની ગંભીર બેદરકારી સામે આવી છે. લોકો પૈસા બચાવવા માટે શટલ ગાડીઓનો ઉપયોગ કરી રહ્યા છે. તેમજ ટ્રાફિક પોલીસ અને પ્રાઈવેટ વાહનોની મિલિભગત પણ છતી થઈ હતી.


એટલું જ નહીં અમદાવાદ સીટીએમ પાસેના એકસપ્રેસ હાઈવેના શરૂઆતના પોઈન્ટ પર જ પીક અપ સ્ટેન્ડ પર ખાનગી કારો બેફામ રીતે ભરાય છે. જેમાં ક્ષમતા કરતાં પણ વધુ લોકો બેઠાં હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. તેમજ ખાનગી પાર્સિંગના વાહનો ફેરા મારતા હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદ-વડોદરા એક્સપ્રસ-વે પર પ્રાઈવેટ ગાડીઓનો રાફડો ફાટ્યો છે. સાથે જ ટ્રાફિક પોલીસ અને પ્રાઈવેટ વાહનોની મિલિભગત પણ સામે આવી ગઈ છે. અમિતનગર સર્કલ પ્રાઈવેટ વાહનોનું એપી સેન્ટર બન્યું હોય અને ત્યાં ટ્રાફિકનાં નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.