Valsad News: ફરી દીપડો દેખાયો, ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો

વલસાડના અતુલ ગામે ફરી દીપડો દેખાયો દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ લટાર મારતો દીપડો CCTVમાં કેદ વલસાડમાં દીપડો ફરી દેખાયો છે. જેમાં ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. વલસાડના અતુલ ગામે ફરી દીપડો દેખાતા સ્થાનિકો ડરી ગયા છે. જેમાં લટાર મારતો દીપડો CCTVમાં કેદ થયો છે. દીપડો અતુલ કંપનીના ગેટ નજીક મુખ્ય રસ્તા પર લટાર મારતો નજરે પડ્યો હતો. દિપડાએ 2 મહિલા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો અગાઉ વલસાડના વેલવાચ ગામે દિપડાએ 2 મહિલા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં માનવભક્ષી દીપડો હુમલો કરી ફરાર થયો હતો. જોકે ગામ લોકો ભેગા થતા દીપડો ભાગતો નજરે પડ્યો હતો જે સ્થાનિકોએ વીડિયો ઉતારી વાઇરલ કર્યો હતો. જોકે ઘાયલ મહિલાઓને ધરામપુરની સાઈનાથ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. ખેતરેથી પરત ફર્યા બાદ પુત્રીએ દિપડાને નીહાળી લેતા મહિલાના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. વલસાડના વેલવાચ ગામે એક મકાનમાં દીપડો ઘુસ્યો હતો વલસાડના વેલવાચ ગામે એક મકાનમાં દીપડો ઘુસ્યો હતો. પરિવારના સભ્યો બહાર ગયા હતા. ઘરે આવ્યા ત્યારે પાછળના રૂમનો દરવાજો ખોલતા નાની દીકરીએ દીપડાને જોઈ બુમાબુમ કરવા લાગી હતી. મહિલાએ રૂમનો દરવાજો બંધ કરવા જતાં દીપડાએ મહિલા ઉપર હુમલો કર્યો હતો. મહિલાને પકડ્યા બાદ થોડે દુર ઉભેલી મહિલા ઉપર પણ હુમલો કર્યો હતો. બુમાબુમ થતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અને દીપડો ઘરમાંથી વહાર ભાગી છૂટ્યો હતો. સ્થાનિક અગ્રણીઓએ ઘટનાની જાણ વન વિભાગની ટીમ અને 108ની ટીમને કરી હતી. 108ની મદદ લઈને મહિલાને ધરમપુરની સાઈનાથ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી.

Valsad News: ફરી દીપડો દેખાયો, ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વલસાડના અતુલ ગામે ફરી દીપડો દેખાયો
  • દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
  • લટાર મારતો દીપડો CCTVમાં કેદ

વલસાડમાં દીપડો ફરી દેખાયો છે. જેમાં ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. વલસાડના અતુલ ગામે ફરી દીપડો દેખાતા સ્થાનિકો ડરી ગયા છે. જેમાં લટાર મારતો દીપડો CCTVમાં કેદ થયો છે. દીપડો અતુલ કંપનીના ગેટ નજીક મુખ્ય રસ્તા પર લટાર મારતો નજરે પડ્યો હતો.

દિપડાએ 2 મહિલા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો

અગાઉ વલસાડના વેલવાચ ગામે દિપડાએ 2 મહિલા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં માનવભક્ષી દીપડો હુમલો કરી ફરાર થયો હતો. જોકે ગામ લોકો ભેગા થતા દીપડો ભાગતો નજરે પડ્યો હતો જે સ્થાનિકોએ વીડિયો ઉતારી વાઇરલ કર્યો હતો. જોકે ઘાયલ મહિલાઓને ધરામપુરની સાઈનાથ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. ખેતરેથી પરત ફર્યા બાદ પુત્રીએ દિપડાને નીહાળી લેતા મહિલાના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.

વલસાડના વેલવાચ ગામે એક મકાનમાં દીપડો ઘુસ્યો હતો

વલસાડના વેલવાચ ગામે એક મકાનમાં દીપડો ઘુસ્યો હતો. પરિવારના સભ્યો બહાર ગયા હતા. ઘરે આવ્યા ત્યારે પાછળના રૂમનો દરવાજો ખોલતા નાની દીકરીએ દીપડાને જોઈ બુમાબુમ કરવા લાગી હતી. મહિલાએ રૂમનો દરવાજો બંધ કરવા જતાં દીપડાએ મહિલા ઉપર હુમલો કર્યો હતો. મહિલાને પકડ્યા બાદ થોડે દુર ઉભેલી મહિલા ઉપર પણ હુમલો કર્યો હતો. બુમાબુમ થતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અને દીપડો ઘરમાંથી વહાર ભાગી છૂટ્યો હતો. સ્થાનિક અગ્રણીઓએ ઘટનાની જાણ વન વિભાગની ટીમ અને 108ની ટીમને કરી હતી. 108ની મદદ લઈને મહિલાને ધરમપુરની સાઈનાથ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી.