Rajkot : આજી-2 ડેમમાં નવા નીરની આવક,ડેમ 90 ટકા ભરાયો,સ્થાનિકોમાં ખુશીનો માહોલ

પડધરીના 10 ગામોને એલર્ટ કરાયા અડબાલકા, બાઘી, દહીસરડા ગામને એલર્ટ કરાયા ગામ લોકોને નદીના પટમાં ન જવા માટે સૂચના ગુજરાતમાં હાલ ચોમાસાનું આગમન થઈ ગયું છે,ત્યારે જળાશયો તેમજ ડેમમાં નવા નીરની આવક થઈ છે.રાજકોટનો આજી 2 ડેમ 90 ટકા ભરાયો છે,જેમાં પડધરીના 10 ગામોને એલર્ટ કરાયા છે,તો ગમે ત્યારે પાણી નદીમાં પણ છોડાઈ શકે છે. 10 ગામોને એલર્ટ કરાયા આજી 2 ડેમમાં પાણીનું લેવલ જાળવવા માટે ગમે ત્યારે પાણી છોડાઈ શકે છે.ડુંગરકા, ગધાડા ,હરીપર ગામોને એલર્ટ કરાયા છે.સાથે સાથે ડેમની એકદમ નજીક આવેલા ગામો ખંઢેરી ,નારણકા ,શકપર અને ઉકળતા ગામોને પણ એલર્ટ કરાયા છે.ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને ડેમ ૯૦ ટકા ભરાયો છે.તો ખેડૂતો અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ છે. ખેડૂતો અને ગ્રામજનો આજી 2 ડેમ પર નિર્ભર કોઈપણ સમયે ડેમના દરવાજા ખોલવામાં આવી શકે તેમ છે. જેના કારણે હેઠવાસના ગામના લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આજી 2ડેમ માંથી પડધરી તાલુકાના ખેડૂતોને સિંચાઈ લક્ષી પાણી આપવામાં આવે છે. પડધરી તાલુકાના બાઘી, નારણકા, ડુંગરકા, ઉકરડા, અડબાલકા, દહિસરડા સહિતના ગામોમાં ખેતીલાયક જમીન ધરાવતા ખેડૂતોને સિંચાઈ લક્ષી પાણી મળે છે. રાજકોટમાં સામાન્ય વરસાદમાં પણ ભરાયા પાણી રાજકોટમાં સામાન્ય વરસાદ વરસતા જ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. 150 ફૂટ રિંગ રોડ, મહુડી પ્લોટ, ત્રિકોણ બાગ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા છે. તેમજ અમીન માર્ગ, કાલાવડ રોડ, સંત કબીર રોડ, રામનાથ પરા સહિતના વિસ્તારમાં પાણી રોડ પર ફરી વળ્યા છે. જેના પગલે રાજકોટ મ્યુ. કોર્પોરેશનની પ્રિ-મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. કોર્પોરેશનની કચેરી સહિતના વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. પાણી ભરાતા રાજકોટવાસીઓની હાલાકી વધી છે. તંત્રની બેદરકારીને પાણી ભરાયાનો વિપક્ષનો આક્ષેપ કર્યો છે. સૌરાષ્ટ્રમાં આજે વરસાદની આગાહી આજે પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે ભરૂચ,,સનરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની સાથે થંડરસ્ટ્રોમની વોર્નિંગ છે.

Rajkot : આજી-2 ડેમમાં નવા નીરની આવક,ડેમ 90 ટકા ભરાયો,સ્થાનિકોમાં ખુશીનો માહોલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પડધરીના 10 ગામોને એલર્ટ કરાયા
  • અડબાલકા, બાઘી, દહીસરડા ગામને એલર્ટ કરાયા
  • ગામ લોકોને નદીના પટમાં ન જવા માટે સૂચના

ગુજરાતમાં હાલ ચોમાસાનું આગમન થઈ ગયું છે,ત્યારે જળાશયો તેમજ ડેમમાં નવા નીરની આવક થઈ છે.રાજકોટનો આજી 2 ડેમ 90 ટકા ભરાયો છે,જેમાં પડધરીના 10 ગામોને એલર્ટ કરાયા છે,તો ગમે ત્યારે પાણી નદીમાં પણ છોડાઈ શકે છે.

10 ગામોને એલર્ટ કરાયા

આજી 2 ડેમમાં પાણીનું લેવલ જાળવવા માટે ગમે ત્યારે પાણી છોડાઈ શકે છે.ડુંગરકા, ગધાડા ,હરીપર ગામોને એલર્ટ કરાયા છે.સાથે સાથે ડેમની એકદમ નજીક આવેલા ગામો ખંઢેરી ,નારણકા ,શકપર અને ઉકળતા ગામોને પણ એલર્ટ કરાયા છે.ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને ડેમ ૯૦ ટકા ભરાયો છે.તો ખેડૂતો અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ છે.

ખેડૂતો અને ગ્રામજનો આજી 2 ડેમ પર નિર્ભર

કોઈપણ સમયે ડેમના દરવાજા ખોલવામાં આવી શકે તેમ છે. જેના કારણે હેઠવાસના ગામના લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આજી 2ડેમ માંથી પડધરી તાલુકાના ખેડૂતોને સિંચાઈ લક્ષી પાણી આપવામાં આવે છે. પડધરી તાલુકાના બાઘી, નારણકા, ડુંગરકા, ઉકરડા, અડબાલકા, દહિસરડા સહિતના ગામોમાં ખેતીલાયક જમીન ધરાવતા ખેડૂતોને સિંચાઈ લક્ષી પાણી મળે છે.

રાજકોટમાં સામાન્ય વરસાદમાં પણ ભરાયા પાણી

રાજકોટમાં સામાન્ય વરસાદ વરસતા જ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. 150 ફૂટ રિંગ રોડ, મહુડી પ્લોટ, ત્રિકોણ બાગ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા છે. તેમજ અમીન માર્ગ, કાલાવડ રોડ, સંત કબીર રોડ, રામનાથ પરા સહિતના વિસ્તારમાં પાણી રોડ પર ફરી વળ્યા છે. જેના પગલે રાજકોટ મ્યુ. કોર્પોરેશનની પ્રિ-મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. કોર્પોરેશનની કચેરી સહિતના વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. પાણી ભરાતા રાજકોટવાસીઓની હાલાકી વધી છે. તંત્રની બેદરકારીને પાણી ભરાયાનો વિપક્ષનો આક્ષેપ કર્યો છે.

સૌરાષ્ટ્રમાં આજે વરસાદની આગાહી

આજે પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે ભરૂચ,,સનરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની સાથે થંડરસ્ટ્રોમની વોર્નિંગ છે.