Unjha News: ઉંઝામાં 12-ટન નકલી વરિયાળી ઝડપાઇ...અસલીના નામે આ રીતે ચાલતો કારસ્તાન

અખાદ્ય વરીયાળી બનાવતી પેઢી સામે કાર્યવાહી ફુડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરી દ્વારા ઉંઝામા દરોડા4 કિલો લીલો કલર સહિત 12 લાખથી વધુનો જથ્થો જપ્તરાજ્યના નાગરિકોની જીવનજરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટીબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે અનેક વખત કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે. તેવામાં ઉંઝામાં ફરી 12 ટન નકલી વરિયાળી ઝડપાઇ છે.તાજેતરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર મહેસાણા વર્તુળ કચેરી દ્વારા ઊંઝા તાલુકામાં ભેળસેળ વાળી વરિયાળી બનાવતી પેઢીની માહિતી મળતા તે પેઢીની બે દિવસ સુધી રેકી કરી અને ત્યારબાદ માહિતીની ખાતરી થયા બાદ ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. નકલી વરિયાળી બનાવતી પેઢીઓમાં 4 કિલો લીલો કલર સહિત 12 લાખથી વધુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.4 કિલો લીલો કલર સહિત 12 લાખથી વધુનો જથ્થો જપ્તમળતી માહિતી મુજબ,  ઉંઝા હાઈવે રોડ પર આવેલ વિષ્ણુ ટ્રેડર્સ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન પેઢીમાં હાજર વ્યક્તિ રાજપૂત નારણસિંહ પહાડજી દ્વારા તેઓ પોતે પેઢીના માલિક હોવાનું જણાવતાં તેઓની હાજરીમાં ઝીણવટ ભરી તપાસ કરતાં પેઢીમાં જોવા મળેલ અખાદ્ય લીલો કલર અને વરિયાળીના આધારે વરીયાળીનો જથ્થો પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ લાગતાં ફુડ સેફ્ટી ઓફિસર દ્વારા કુલ 2 (બે) નમુના, 1) વરિયાળી (લુઝ) અને 2) અખાદ્ય લીલો કલર (લુઝ) પૃથક્કરણ સારૂં વેચાણ લેવામાં આવેલ, વધુમાં બાકી રહેલ આશરે 12 ટન જથ્થો કે જેની કિંમત રૂ. 12 લાખથી વધુ થવા જાય છે, તે તમામ જથ્થો જપ્ત કરવામાં આવેલ છે. આ તમામ ઉપરોક્ત નમુના પૃથક્કરણ અર્થે લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે. નકલી વરિયાળી બનાવતી પેઢીઓમાં 4 કિલો લીલો કલર સહિત 12 લાખથી વધુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.ભેળસેળ કરતાં તત્વો સામે થશે કડક કાયદાકીય કાર્યવાહી કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોની જીવનજરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટીબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે વખતો વખત કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે. તાજેતરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, મહેસાણા વર્તુળ કચેરી દ્વારા ઊંઝા (Unjha) તાલુકામાં ભેળસેળ વાળી વરિયાળી બનાવતી પેઢી ની માહિતી મળતા તે પેઢીની બે દિવસ સુધી રેકી કરેલ અને ત્યારબાદ માહિતીની ખાતરી થયા બાદ ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી.

Unjha News: ઉંઝામાં 12-ટન નકલી વરિયાળી ઝડપાઇ...અસલીના નામે આ રીતે ચાલતો કારસ્તાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અખાદ્ય વરીયાળી બનાવતી પેઢી સામે કાર્યવાહી
  • ફુડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરી દ્વારા ઉંઝામા દરોડા
  • 4 કિલો લીલો કલર સહિત 12 લાખથી વધુનો જથ્થો જપ્ત

રાજ્યના નાગરિકોની જીવનજરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટીબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે અનેક વખત કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે. તેવામાં ઉંઝામાં ફરી 12 ટન નકલી વરિયાળી ઝડપાઇ છે.

તાજેતરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર મહેસાણા વર્તુળ કચેરી દ્વારા ઊંઝા તાલુકામાં ભેળસેળ વાળી વરિયાળી બનાવતી પેઢીની માહિતી મળતા તે પેઢીની બે દિવસ સુધી રેકી કરી અને ત્યારબાદ માહિતીની ખાતરી થયા બાદ ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. નકલી વરિયાળી બનાવતી પેઢીઓમાં 4 કિલો લીલો કલર સહિત 12 લાખથી વધુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

4 કિલો લીલો કલર સહિત 12 લાખથી વધુનો જથ્થો જપ્ત

મળતી માહિતી મુજબ,  ઉંઝા હાઈવે રોડ પર આવેલ વિષ્ણુ ટ્રેડર્સ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન પેઢીમાં હાજર વ્યક્તિ રાજપૂત નારણસિંહ પહાડજી દ્વારા તેઓ પોતે પેઢીના માલિક હોવાનું જણાવતાં તેઓની હાજરીમાં ઝીણવટ ભરી તપાસ કરતાં પેઢીમાં જોવા મળેલ અખાદ્ય લીલો કલર અને વરિયાળીના આધારે વરીયાળીનો જથ્થો પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ લાગતાં ફુડ સેફ્ટી ઓફિસર દ્વારા કુલ 2 (બે) નમુના, 1) વરિયાળી (લુઝ) અને 2) અખાદ્ય લીલો કલર (લુઝ) પૃથક્કરણ સારૂં વેચાણ લેવામાં આવેલ, વધુમાં બાકી રહેલ આશરે 12 ટન જથ્થો કે જેની કિંમત રૂ. 12 લાખથી વધુ થવા જાય છે, તે તમામ જથ્થો જપ્ત કરવામાં આવેલ છે. આ તમામ ઉપરોક્ત નમુના પૃથક્કરણ અર્થે લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે. નકલી વરિયાળી બનાવતી પેઢીઓમાં 4 કિલો લીલો કલર સહિત 12 લાખથી વધુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

ભેળસેળ કરતાં તત્વો સામે થશે કડક કાયદાકીય કાર્યવાહી

કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોની જીવનજરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટીબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે વખતો વખત કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે. તાજેતરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, મહેસાણા વર્તુળ કચેરી દ્વારા ઊંઝા (Unjha) તાલુકામાં ભેળસેળ વાળી વરિયાળી બનાવતી પેઢી ની માહિતી મળતા તે પેઢીની બે દિવસ સુધી રેકી કરેલ અને ત્યારબાદ માહિતીની ખાતરી થયા બાદ ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી.