રાષ્ટ્રહિતમાં મોદીના હાથ મજબૂત કરવા અપીલ કરવામાં આવી

ભાજપની તરફેણમાં ભરૂચમાં ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયુંવાગરાના ધારાસભ્ય અને જિલ્લા ભાજપા અધ્યક્ષ દ્વારા સંમેલનનું આયોજન ભરૂચ ખાતે ભાજપની તરફેણમાં ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું હતું.ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે આજરોજ વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા અને ભરૂચ જિલ્લા ભાજપા અધ્યક્ષ મારૂતિસિંહ અટોદરીયા દ્વારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ સંમેલનમાં ભરૂચ જિલ્લાના તમામ તાલુકાના રાજપૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગામે ગામથી આવેલા રજપૂત સમાજના અગ્રણીઓને સંમેલનમાં ભાજપાના ઉમેદવાર મનસુખ વસાવાએ જણાવ્યુ હતુ કે, ખોટી વાતમાં ભરમાશો નહી તેમજ રાષ્ટ્રહીત સાથે રહીને મોદી સરકારના હાથ મજબુત કરશો. જયારે વાગરાના ધારાસભ્યએ જણાવ્યુ હતુ કે, સમગ્ર ક્ષત્રિય સમાજ મોદીની પડખે રહેશે.આ સંમેલનમાં જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયાએ પણ એમ જણાવ્યુ હતુ કે, દેશ સર્વોપરી બને તે માટે હંમેશા રાજપૂત-ક્ષત્રિય સમાજે ભાજપા સાથે રહી યોગદાન આપ્યુ. રાજપૂત છાત્રાલય ખાતે યોજાયેલ આ સંમેલનમાં 500 કરતા વધુ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ તેમની એકતા બતાવી હતી. જિલ્લાના તમામ 9 તાલુકાના રાજપૂત-ક્ષત્રિય સમાજના આગેવાનોએ પોતે ભાજપા સાથે હોવાની હકીકત જણાવી હતી. ખુબ ટુંકી નોટીસમાં યોજાયેલ આ સંમેલનમાં સૌપ્રથમ ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયાએ સૌને આવકાર આપ્યો હતો અને જણાવ્યુ હતુ કે, રાજપૂત સમાજે રાષ્ટ્રહીતના નિર્માણમાં પોતાનો સિંહફાળો આપવો જોઈએ તે સાથે ધારાસભ્ય અરૂણસિંહ રણાએ પણ જણાવ્યુ હતુ કે, રાજપૂત સમાજને જયારે ભરૂચ જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત વગેરે સંસ્થાઓમાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત થયુ છે ત્યારે કોઈની વાતોમાં ભરમાઈ જવુ જોઈએ નહી. વધુમાં જણાવ્યુ હતુ કે, રાજપૂત સમાજ દેશહીતમાં અગ્રેસર રહ્યો હોય ત્યારે આ યોગદાનને આગળ ધપાવવુ જોઈએ. આ સંમેલનમાં રાજપૂત સમાજના કિશન પરમાર, સંજયસિંહ સિંધા, પુર્વમંત્રી ખુમાનસિંહ વાંસીયા, પુર્વરાજય સભા સાંસદ ભરતસિંહ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા, પુર્વ ભાજપા જિલ્લા પ્રમુખ બળવંતસિંહ ગોહિલ, મહેન્દ્રસિંહ મહીડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. લોકસભાના ઉમેદવાર મનસુખ વસાવાએ રાજપૂત સમાજ ઉપર સંપુર્ણ વિશ્વાસ એમ જણાવી સૌનો આભાર વ્યકત કર્યો હતો.

રાષ્ટ્રહિતમાં મોદીના હાથ મજબૂત કરવા અપીલ કરવામાં આવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભાજપની તરફેણમાં ભરૂચમાં ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું
  • વાગરાના ધારાસભ્ય અને જિલ્લા ભાજપા અધ્યક્ષ દ્વારા સંમેલનનું આયોજન
  • ભરૂચ ખાતે ભાજપની તરફેણમાં ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું હતું.

ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે આજરોજ વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા અને ભરૂચ જિલ્લા ભાજપા અધ્યક્ષ મારૂતિસિંહ અટોદરીયા દ્વારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ સંમેલનમાં ભરૂચ જિલ્લાના તમામ તાલુકાના રાજપૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગામે ગામથી આવેલા રજપૂત સમાજના અગ્રણીઓને સંમેલનમાં ભાજપાના ઉમેદવાર મનસુખ વસાવાએ જણાવ્યુ હતુ કે, ખોટી વાતમાં ભરમાશો નહી તેમજ રાષ્ટ્રહીત સાથે રહીને મોદી સરકારના હાથ મજબુત કરશો. જયારે વાગરાના ધારાસભ્યએ જણાવ્યુ હતુ કે, સમગ્ર ક્ષત્રિય સમાજ મોદીની પડખે રહેશે.

આ સંમેલનમાં જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયાએ પણ એમ જણાવ્યુ હતુ કે, દેશ સર્વોપરી બને તે માટે હંમેશા રાજપૂત-ક્ષત્રિય સમાજે ભાજપા સાથે રહી યોગદાન આપ્યુ. રાજપૂત છાત્રાલય ખાતે યોજાયેલ આ સંમેલનમાં 500 કરતા વધુ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ તેમની એકતા બતાવી હતી. જિલ્લાના તમામ 9 તાલુકાના રાજપૂત-ક્ષત્રિય સમાજના આગેવાનોએ પોતે ભાજપા સાથે હોવાની હકીકત જણાવી હતી. ખુબ ટુંકી નોટીસમાં યોજાયેલ આ સંમેલનમાં સૌપ્રથમ ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયાએ સૌને આવકાર આપ્યો હતો અને જણાવ્યુ હતુ કે, રાજપૂત સમાજે રાષ્ટ્રહીતના નિર્માણમાં પોતાનો સિંહફાળો આપવો જોઈએ તે સાથે ધારાસભ્ય અરૂણસિંહ રણાએ પણ જણાવ્યુ હતુ કે, રાજપૂત સમાજને જયારે ભરૂચ જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત વગેરે સંસ્થાઓમાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત થયુ છે ત્યારે કોઈની વાતોમાં ભરમાઈ જવુ જોઈએ નહી. વધુમાં જણાવ્યુ હતુ કે, રાજપૂત સમાજ દેશહીતમાં અગ્રેસર રહ્યો હોય ત્યારે આ યોગદાનને આગળ ધપાવવુ જોઈએ.

આ સંમેલનમાં રાજપૂત સમાજના કિશન પરમાર, સંજયસિંહ સિંધા, પુર્વમંત્રી ખુમાનસિંહ વાંસીયા, પુર્વરાજય સભા સાંસદ ભરતસિંહ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા, પુર્વ ભાજપા જિલ્લા પ્રમુખ બળવંતસિંહ ગોહિલ, મહેન્દ્રસિંહ મહીડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. લોકસભાના ઉમેદવાર મનસુખ વસાવાએ રાજપૂત સમાજ ઉપર સંપુર્ણ વિશ્વાસ એમ જણાવી સૌનો આભાર વ્યકત કર્યો હતો.