Khedaની મહુધા મામલતદાર કચેરીમાં કલેકટરની સરપ્રાઈઝ વિઝિટ,નાયબ મામલતદાર ગેરહાજર રહેતા લેવાશે પગલા

નાયબ મામલતદારની ગેરહાજરીથી પ્રજા પરેશાન મહુધા મામલતદાર કચેરીમાં કલેક્ટરની સરપ્રાઈઝ વિઝિટ જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે કરી વિઝિટ ખેડાના મહુધાની મામલતદાર કચેરીમાં આજે સવારે કલેકટરે સરપ્રાઈઝ વિઝિટ કરી હતી,જેમાં સામે આવ્યું કે અરજદારો ઓફીસમાં આવી ગયા હતા પરંતુ નાયબ મામલતદાર કે.પી.રાવલ ઓફીસ આવ્યા ન હતા જેના કારણે અરજદારોને મુશ્કેલી પડી રહી હતી,નાયબ મામલતદાર વારંવાર ગેરહાજર રહેતા હોવાની કલેકટરને ફરિયાદ મળી હતી અને એ ફરિયાદના આધારે કલેકટરે સરપ્રાઈઝ વિઝિટ કરતા નાયબ મામલતદાર ગેરહાજર જોવા મળ્યા હતા. અધિકારી નહી હોવાથી અરજદારોના નથી થતા કામ કલેક્ટરની વિઝિટમાં નાયબ મામલતદાર ગેરહાજર જોવા મળતા તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો હતો.આધારકાર્ડ અને જમીનના દાખલા કઢાવવાને લઈ લોકોને તકલીફ પડી રહી છે બીજી તરફ અધિકારીઓ સમય મૂજબ ઓફીસ પહોંચતા નથી જેના કારણે અરજદારોમાં પણ ગુસ્સો જોવા મળ્યો હતો. પડતી તકલીફને લઈ વિઝિટ,કલેકટરનું કહેવું છે કે,કોઈપણ અધિકારી દલાલ મારફતે કામનો આગ્રહ રાખે તો તેની ફરિયાદ મામલતદારને કરી શકો છો અને મામલતદાર પગલા ના ભરે તો સીધી કલેકટર કચેરી ખાતે ફરિયાદ થઈ શકે છે. એક અઠવાડીયા અગાઉ ભૂપેન્દ્ર પટેલે કરી હતી સરપ્રાઈઝ વિઝિટ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આણંદ જિલ્લાના સારસા ખાતે સરકારી કાર્યક્રમમાં હાજરી આપી હતી. જે કાર્યક્રમ પૂર્ણ કરી ખેડા જિલ્લાની આકસ્મિક મૂલાકાતે આવી પહોંચ્યા હતા. ખેડા ખાતે આવેલ તાલુકા સેવા સદન જેમાં મામલતદાર કચેરી અને પ્રાંત કચેરી આવેલી છે તે દફતરમાં પહોંચી ઓચિંતી મુલાકાત લીધી છે. મુલાકાતના પગલે જિલ્લા કલેકટર અમીતપ્રકાશ યાદવ અને જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા સહિત અધિકારીઓ નડિયાદથી ખેડા તાબડતોબ આવી પહોંચ્યા હતા. સીએમનો કાફલો ખેડા પહોંચતા અરજદારો સહિત લોકો આશ્ચર્ય ચકિત થયા હતા. આ સરપ્રાઈઝ વિઝીટમા બંધ બારણે બેઠક પણ કરાઈ હતી.

Khedaની મહુધા મામલતદાર કચેરીમાં કલેકટરની સરપ્રાઈઝ વિઝિટ,નાયબ મામલતદાર ગેરહાજર રહેતા લેવાશે પગલા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નાયબ મામલતદારની ગેરહાજરીથી પ્રજા પરેશાન
  • મહુધા મામલતદાર કચેરીમાં કલેક્ટરની સરપ્રાઈઝ વિઝિટ
  • જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે કરી વિઝિટ

ખેડાના મહુધાની મામલતદાર કચેરીમાં આજે સવારે કલેકટરે સરપ્રાઈઝ વિઝિટ કરી હતી,જેમાં સામે આવ્યું કે અરજદારો ઓફીસમાં આવી ગયા હતા પરંતુ નાયબ મામલતદાર કે.પી.રાવલ ઓફીસ આવ્યા ન હતા જેના કારણે અરજદારોને મુશ્કેલી પડી રહી હતી,નાયબ મામલતદાર વારંવાર ગેરહાજર રહેતા હોવાની કલેકટરને ફરિયાદ મળી હતી અને એ ફરિયાદના આધારે કલેકટરે સરપ્રાઈઝ વિઝિટ કરતા નાયબ મામલતદાર ગેરહાજર જોવા મળ્યા હતા.

અધિકારી નહી હોવાથી અરજદારોના નથી થતા કામ

કલેક્ટરની વિઝિટમાં નાયબ મામલતદાર ગેરહાજર જોવા મળતા તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો હતો.આધારકાર્ડ અને જમીનના દાખલા કઢાવવાને લઈ લોકોને તકલીફ પડી રહી છે બીજી તરફ અધિકારીઓ સમય મૂજબ ઓફીસ પહોંચતા નથી જેના કારણે અરજદારોમાં પણ ગુસ્સો જોવા મળ્યો હતો. પડતી તકલીફને લઈ વિઝિટ,કલેકટરનું કહેવું છે કે,કોઈપણ અધિકારી દલાલ મારફતે કામનો આગ્રહ રાખે તો તેની ફરિયાદ મામલતદારને કરી શકો છો અને મામલતદાર પગલા ના ભરે તો સીધી કલેકટર કચેરી ખાતે ફરિયાદ થઈ શકે છે.


એક અઠવાડીયા અગાઉ ભૂપેન્દ્ર પટેલે કરી હતી સરપ્રાઈઝ વિઝિટ

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આણંદ જિલ્લાના સારસા ખાતે સરકારી કાર્યક્રમમાં હાજરી આપી હતી. જે કાર્યક્રમ પૂર્ણ કરી ખેડા જિલ્લાની આકસ્મિક મૂલાકાતે આવી પહોંચ્યા હતા. ખેડા ખાતે આવેલ તાલુકા સેવા સદન જેમાં મામલતદાર કચેરી અને પ્રાંત કચેરી આવેલી છે તે દફતરમાં પહોંચી ઓચિંતી મુલાકાત લીધી છે. મુલાકાતના પગલે જિલ્લા કલેકટર અમીતપ્રકાશ યાદવ અને જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા સહિત અધિકારીઓ નડિયાદથી ખેડા તાબડતોબ આવી પહોંચ્યા હતા. સીએમનો કાફલો ખેડા પહોંચતા અરજદારો સહિત લોકો આશ્ચર્ય ચકિત થયા હતા. આ સરપ્રાઈઝ વિઝીટમા બંધ બારણે બેઠક પણ કરાઈ હતી.