Surat News: સિગ્નલ સિસ્ટમમાં ટાઈમિંગ મિસ મેનેજમેન્ટ,5 મિનિટ ટ્રાફિકમાં ફસાઈ 108 એમ્બ્યુલન્સ

સોસિયો સર્કલ વિસ્તારમાં ફસાઈ એમ્બ્યુલન્સ દર્દીને ઈમરજન્સીમાં લઈ જવાઈ રહ્યા હતા હોસ્પિટલ દર્દીને હોસ્પિટલ લઈ જતી વખતે ફસાઈ એમ્બ્યુલન્સ સુરતના સોસિયો સર્કલ વિસ્તારમાં એમ્બ્યુલન્સને ફસાવવાની ઘટના સામે આવી છે. અહીં સિગ્નલ સિસ્ટમમાં ટાઈમિંગ મિસ મેનેજમેન્ટના કારણે એમ્બ્યુલન્સને નીકળવામાં હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. 5 મિનિટ સુધી સતત હોર્ન વગાડવા છતાં એમ્બ્યુલન્સને નીકળવામાં સફળતા મળી નહીં. એક પછી એક સિગ્નલ આવવાના કારણે એમ્બ્યુલન્સ ભારે ટ્રાફિકમાં ફસાઈ. 108 એમ્બ્યુલન્સ ડ્રાઇવર દ્વારા વારંવાર સાયરન વગાડવામાં આવી રહ્યા હતા. પરંતુ ભારે ટ્રાફિક જામના કારણે સાયરનની આવાજ આગળ સુધી જઈ રહી નહોતી. ટાઈમિંગના મિસ મેનેજમેન્ટના કારણે સુરત શહેરના અનેક વિસ્તારોમાં દોઢથી બે કિલોમીટરના પટ્ટામાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે. ભારે ટ્રાફિક જામની સર્જાય છે સમસ્યા સોસિયો સર્કલ વિસ્તારમાં રોજ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. સતત એમ્બ્યુલન્સના ડ્રાયવરે સાયરન વગાડી પરંતુ ટ્રાફિકના કારણે અવાજ આગળ સુધી પહોંચ્યો નહીં. ટ્રાફિકના કારણે લોકો પણ રસ્તો આપી શક્યા ન હતી. આવી ઘટનાઓ સુરતમાં પહેલા પણ બની છે. જ્યારથી સિગ્નલ સિસ્ટમ શરૂ થઈ ત્યારથી આ ટ્રાફિકની સમસ્યાએ મોકાણ માંડી છે. આ જામમાં એમ્બ્યુલન્સને પણ રસ્તો મળવાનું મુશ્કેલ બને છે.એમ્બ્યુલન્સના ડ્રાયવરે શું કહ્યુંડ્રાયવરે કહ્યું કે 5 મિનિટથી હું હોર્ન વગાડી રહ્યો છું પણ મને રસ્તો મળી રહ્યો નથી. પાંડેસરાની એક ગલીમાંથી અમે દર્દીને લાવ્યા હતા અને સાથે સિગ્નલનું પાલન કરી રહેલા લોકોને પણ દોષ દઈ શકતા નથી. હું મારી ફરજ પૂરી કરું છું પણ આ યોગ્ય નથી. દર્દીને ઈમરજન્સીમાં લાવ્યા હતા ત્યારે ટ્રાફિકના કારણે સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. 

Surat News: સિગ્નલ સિસ્ટમમાં ટાઈમિંગ મિસ મેનેજમેન્ટ,5 મિનિટ ટ્રાફિકમાં ફસાઈ 108 એમ્બ્યુલન્સ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સોસિયો સર્કલ વિસ્તારમાં ફસાઈ એમ્બ્યુલન્સ
  • દર્દીને ઈમરજન્સીમાં લઈ જવાઈ રહ્યા હતા હોસ્પિટલ
  • દર્દીને હોસ્પિટલ લઈ જતી વખતે ફસાઈ એમ્બ્યુલન્સ

સુરતના સોસિયો સર્કલ વિસ્તારમાં એમ્બ્યુલન્સને ફસાવવાની ઘટના સામે આવી છે. અહીં સિગ્નલ સિસ્ટમમાં ટાઈમિંગ મિસ મેનેજમેન્ટના કારણે એમ્બ્યુલન્સને નીકળવામાં હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. 5 મિનિટ સુધી સતત હોર્ન વગાડવા છતાં એમ્બ્યુલન્સને નીકળવામાં સફળતા મળી નહીં. એક પછી એક સિગ્નલ આવવાના કારણે એમ્બ્યુલન્સ ભારે ટ્રાફિકમાં ફસાઈ. 108 એમ્બ્યુલન્સ ડ્રાઇવર દ્વારા વારંવાર સાયરન વગાડવામાં આવી રહ્યા હતા. પરંતુ ભારે ટ્રાફિક જામના કારણે સાયરનની આવાજ આગળ સુધી જઈ રહી નહોતી. ટાઈમિંગના મિસ મેનેજમેન્ટના કારણે સુરત શહેરના અનેક વિસ્તારોમાં દોઢથી બે કિલોમીટરના પટ્ટામાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે.

ભારે ટ્રાફિક જામની સર્જાય છે સમસ્યા

સોસિયો સર્કલ વિસ્તારમાં રોજ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. સતત એમ્બ્યુલન્સના ડ્રાયવરે સાયરન વગાડી પરંતુ ટ્રાફિકના કારણે અવાજ આગળ સુધી પહોંચ્યો નહીં. ટ્રાફિકના કારણે લોકો પણ રસ્તો આપી શક્યા ન હતી. આવી ઘટનાઓ સુરતમાં પહેલા પણ બની છે. જ્યારથી સિગ્નલ સિસ્ટમ શરૂ થઈ ત્યારથી આ ટ્રાફિકની સમસ્યાએ મોકાણ માંડી છે. આ જામમાં એમ્બ્યુલન્સને પણ રસ્તો મળવાનું મુશ્કેલ બને છે.

એમ્બ્યુલન્સના ડ્રાયવરે શું કહ્યું

ડ્રાયવરે કહ્યું કે 5 મિનિટથી હું હોર્ન વગાડી રહ્યો છું પણ મને રસ્તો મળી રહ્યો નથી. પાંડેસરાની એક ગલીમાંથી અમે દર્દીને લાવ્યા હતા અને સાથે સિગ્નલનું પાલન કરી રહેલા લોકોને પણ દોષ દઈ શકતા નથી. હું મારી ફરજ પૂરી કરું છું પણ આ યોગ્ય નથી. દર્દીને ઈમરજન્સીમાં લાવ્યા હતા ત્યારે ટ્રાફિકના કારણે સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.