Surat News: આજથી હડતાળના પગલે વરસાદ વચ્ચે વાલીઓ બાળકોને સ્કૂલે છોડવા મજબૂર

આજથી સ્કૂલ વાન અને રીક્ષા ચાલકોની હડતાળ વાલીઓમાં રોષનું વાતાવરણ જોવા મળ્યું સુરતમાં પણ 15 હજાર સ્કૂલ વાન ચાલકો હડતાળમાં જોડાયા રાજ્યમાં આજથી રીક્ષા અને સ્કૂલ વાન ચાલકો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. ટ્રાફિક પોલીસ અને RTOની કામગીરીના વિરોધમાં સ્કૂલ વાન ચાલકો અને સ્કૂલ રીક્ષા ચાલકો હડતાળ પર ઉતર્યા છે. સુરતની મોટા ભાગની સ્કૂલોમાં વેન હડતાળના કારણે વાલીઓમાં રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વહેલી સવારથી વરસાદ વચ્ચે વાલીઓ બાળકોને સ્કૂલે છોડવા માટે મજબૂર બન્યા છે. RTO અને ટ્રાફિક વિભાગની કામગીરીને લઈ સ્કૂલ વાન-રીક્ષા ચાલકોની હડતાળ રાજ્યમાં આજથી સ્કૂલ વાન અને સ્કૂલ રીક્ષા ચાલકો હડતાળ પર ઉતર્યા છે. ત્યારે સુરતમાં પણ 15 હજાર સ્કૂલ વાન ચાલકો હડતાળમાં જોડાયા છે. RTO અને ટ્રાફિક પોલીસની હેરાનગતિના કારણે સ્કૂલ અને રીક્ષા ચાલકો હડતાળ પર ઉતર્યા છે. સ્કૂલ વાહન ચાલકો અને સ્કૂલ રીક્ષા ચાલકોનું કહેવું છેકે, RTO અને ટ્રાફિક પોલીસ દ્વારા 20થી 25 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે છે. વિદ્યાર્થીઓને લઈ જતાં હોય ત્યાં RTO અને ટ્રાફિક પોલીસ આવી ગાડી ડિટેઇન કરી રહ્યા છે. સ્કૂલ વાન અને સ્કૂલ રીક્ષા ચાલકોએ ગાડીઓની કામગીરી પૂર્ણ કરવા માટે સમય આપવા માટે માંગ કરી છે. હડતાળના પગલે વાલીઓમાં ભારે રોષ આજથી સ્કૂલ વાન અને સ્કૂલ રીક્ષા ચાલકો હડતાળ પર ઉતરતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે વાલીઓએ જણાવ્યું કે, વેનના ભાડામાં રૂ.200નો વધારો કરવામાં આવ્યો છે. તેમ છતાં પણ વેન ચાલકો પોતાની મનમાની કરી રહ્યા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. હડતાળના પગલે નોકરિયાત વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા તાત્કાલિક વાન ચાલકો સામે કાર્યવાહી ઉલ્લેખનીય છેકે, વાહનવ્યવહાર વિભાગ 2019ના નિયમોની યાદીને વળગી રહી છે. તેમાં ફેરફાર કરવા કે નહીં? તેને લઇને વિભાગના ઉચ્ચ અધિકારીઓ, RTO, ARTO, પૂર્વ અધિકારીઓ કે નિષ્ણાતો સાથે ચર્ચા કરવાની વિભાગે તસદી જ લીધી જ નહીં. અંતે સ્કૂલવર્ધી એસોસિએશનને વિરોધ કરવાની શરૂઆત કરી હતી. આ પછી પણ કોઈ નિરાકરણ ન આવતા એસોસિએશને અંતે અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરી છે. RTOના અધિકારીએ કહ્યું કે, ખાનગી વાહનમાં બાળકોને લઇ જવાતા હશે તો, વાહન ડિટેઇન કરશે. સરકારમાંથી નવી કોઇ સૂચના આવી નથી. જેથી આરટીઓ દ્વારા ડ્રાઇવ કરાશે.

Surat News: આજથી હડતાળના પગલે વરસાદ વચ્ચે વાલીઓ બાળકોને સ્કૂલે છોડવા મજબૂર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આજથી સ્કૂલ વાન અને રીક્ષા ચાલકોની હડતાળ
  • વાલીઓમાં રોષનું વાતાવરણ જોવા મળ્યું
  • સુરતમાં પણ 15 હજાર સ્કૂલ વાન ચાલકો હડતાળમાં જોડાયા

રાજ્યમાં આજથી રીક્ષા અને સ્કૂલ વાન ચાલકો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. ટ્રાફિક પોલીસ અને RTOની કામગીરીના વિરોધમાં સ્કૂલ વાન ચાલકો અને સ્કૂલ રીક્ષા ચાલકો હડતાળ પર ઉતર્યા છે. સુરતની મોટા ભાગની સ્કૂલોમાં વેન હડતાળના કારણે વાલીઓમાં રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વહેલી સવારથી વરસાદ વચ્ચે વાલીઓ બાળકોને સ્કૂલે છોડવા માટે મજબૂર બન્યા છે.

RTO અને ટ્રાફિક વિભાગની કામગીરીને લઈ સ્કૂલ વાન-રીક્ષા ચાલકોની હડતાળ

રાજ્યમાં આજથી સ્કૂલ વાન અને સ્કૂલ રીક્ષા ચાલકો હડતાળ પર ઉતર્યા છે. ત્યારે સુરતમાં પણ 15 હજાર સ્કૂલ વાન ચાલકો હડતાળમાં જોડાયા છે. RTO અને ટ્રાફિક પોલીસની હેરાનગતિના કારણે સ્કૂલ અને રીક્ષા ચાલકો હડતાળ પર ઉતર્યા છે. સ્કૂલ વાહન ચાલકો અને સ્કૂલ રીક્ષા ચાલકોનું કહેવું છેકે, RTO અને ટ્રાફિક પોલીસ દ્વારા 20થી 25 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે છે. વિદ્યાર્થીઓને લઈ જતાં હોય ત્યાં RTO અને ટ્રાફિક પોલીસ આવી ગાડી ડિટેઇન કરી રહ્યા છે. સ્કૂલ વાન અને સ્કૂલ રીક્ષા ચાલકોએ ગાડીઓની કામગીરી પૂર્ણ કરવા માટે સમય આપવા માટે માંગ કરી છે.

હડતાળના પગલે વાલીઓમાં ભારે રોષ

આજથી સ્કૂલ વાન અને સ્કૂલ રીક્ષા ચાલકો હડતાળ પર ઉતરતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે વાલીઓએ જણાવ્યું કે, વેનના ભાડામાં રૂ.200નો વધારો કરવામાં આવ્યો છે. તેમ છતાં પણ વેન ચાલકો પોતાની મનમાની કરી રહ્યા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. હડતાળના પગલે નોકરિયાત વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

તંત્ર દ્વારા તાત્કાલિક વાન ચાલકો સામે કાર્યવાહી

ઉલ્લેખનીય છેકે, વાહનવ્યવહાર વિભાગ 2019ના નિયમોની યાદીને વળગી રહી છે. તેમાં ફેરફાર કરવા કે નહીં? તેને લઇને વિભાગના ઉચ્ચ અધિકારીઓ, RTO, ARTO, પૂર્વ અધિકારીઓ કે નિષ્ણાતો સાથે ચર્ચા કરવાની વિભાગે તસદી જ લીધી જ નહીં. અંતે સ્કૂલવર્ધી એસોસિએશનને વિરોધ કરવાની શરૂઆત કરી હતી. આ પછી પણ કોઈ નિરાકરણ ન આવતા એસોસિએશને અંતે અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરી છે. RTOના અધિકારીએ કહ્યું કે, ખાનગી વાહનમાં બાળકોને લઇ જવાતા હશે તો, વાહન ડિટેઇન કરશે. સરકારમાંથી નવી કોઇ સૂચના આવી નથી. જેથી આરટીઓ દ્વારા ડ્રાઇવ કરાશે.