Gir Somnathના નવાગામ વાડી વિસ્તારમાં વિફરેલી સિંહણે તોફાન મચાવ્યું

છેલ્લા 48 કલાકમાં 1 માનવ હુમલો અને રેસીડેન્સીયલ કોલોનીમાં ઘૂસી વન વિભાગની ત્રણ ટીમો છેલ્લી 40 કલાકથી સતત જહેમત ઉઠાવી રહી છે હજુ આ સિંહ પરિવાર વન વિભાગને હાથ આવ્યો નથી ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર તાલુકાના રેવન્યુ વિસ્તારમાં અને નવાગામના વાડી વિસ્તારમાં પરિવાર સાથે વિફરેલી સિંહણે તોફાન મચાવ્યું છે. સિંહણ બચ્ચા વાળી હોવાને કારણે એગ્રેસીવ પણ બની ગઈ છે. છેલ્લા 48 કલાકમાં 1 માનવ હુમલો અને રેસીડેન્સીયલ કોલોનીમાં ઘૂસી જતા લોકો ભયભીત બન્યા છે. વન વિભાગની ત્રણ ટીમો છેલ્લી 40 કલાકથી સતત જહેમત ઉઠાવી રહી છે સિંહ પરિવાર કે જે ગીરનું રખોપું કરે છે તેણે જ જંગલ છોડ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ સિંહ પરિવાર શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં આવી ચડ્યો હોય નવાગામ અને આસપાસનો વિસ્તાર થરથર કાપી રહ્યો છે. કોડીનારના ઘણાખરા ગામો પણ આ વિફરેલી સિંહણનાં ભયના ઓથાર તળે જોવા મળે છે. ગ્રામજનો એક જ માગ કરી રહ્યા છે કે, 'તાત્કાલિક આ સિંહ પરિવારને વન વિભાગ અહીંથી પકડી અને જંગલમાં મુક્ત કરે.' જોકે આ સિંહ પરિવારને પકડવા વન વિભાગની ત્રણ ટીમો છેલ્લી 40 કલાકથી સતત જહેમત ઉઠાવી રહી છે. હજુ આ સિંહ પરિવાર વન વિભાગને હાથ આવ્યો નથી વર્તમાન સમયમાં ઉનાળો તેનું અસલી સ્વરૂપ દર્શાવી રહ્યો છે. ભારે ગરમી અને ઉકળાટથી વન્ય પ્રાણીઓ પણ ત્રાહિમામ પોકારી ગયા હોય તેવું લાગી રહ્યું છે. ગીર જંગલ વિસ્તારમાંથી પાણી અને ખોરાકની શોધમાં સિંહો ગીરજંગલ છોડી ગીર બોર્ડર વિસ્તારના ગામોમાં આવી ચડતા હોય છે. પરંતુ હવે સિંહોએ રેવન્યુ વિસ્તારમાં ધામા નાખતા લોકોમાં ભારે ભય ફેલાયો છે. ગત તારીખ 16ના રોજ વહેલી સવારે કોડીનાર સિમેન્ટ કંપનીની કોલોનીમાં સિંહ પરિવાર ઘૂસ્યો હતો અને પોતાના બચ્ચાને કોલોનીમાં એકલા મૂકી સિંહણ જતી રહી હતી. વનવિભાગે 12 કલાકની ભારે જહેમત બાદ સિંહ, સિંહણ અને 3 બચ્ચાંઓનું મિલન કરાવ્યું હતુ. સિંહ પરિવારનું મિલન થતાં જ તેઓ રેવન્યુ ખેતર વિસ્તારોમાં જતા રહ્યાં સિંહ પરિવારનું મિલન થતાં જ તેઓ રેવન્યુ ખેતર વિસ્તારોમાં જતા રહેતા કોલોનીના રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો. પણ આજ વિસ્તારથી 1 કિ.મી દૂર આવેલા નવાગામ ખાતે તા.17 નાં સવારે 'તકિયાના પા' તરીકે ઓળખાતા વાડી વિસ્તારમાં આવેલાં માતૃશ્રી ફાર્મ ખાતે સવારે આંબા વાડીનાં ઇજારદાર દિનેશભાઈ પરમાર બગીચામાંમાં કેરી ઉતારવા જતા હતા તે સમયે સિંહણે અચાનક હુમલો કરી દિનેશભાઈની છાતી પર સિંહણ બેસી ગઈ હતી. દિનેશભાઈએ બહાદુર પૂર્વક બાથ ભીડી હટાવી પોતાનો જીવ બચાવ્યો. આ ઘટના બાદ વન વિભાગ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હુમલો કરનાર સિંહ પરિવારને શોધવાની અને પાંજરે પૂરી રેસ્ક્યુ કરી જંગલમાં લઇ જવા કવાયત શરૂ કરી છે. આમ છતાં હજુ આ સિંહ પરિવાર વન વિભાગને હાથ આવ્યો નથી. વાડી વિસ્તારના તમામ ખેડૂતોમાં ભયનો માહોલ છવાયો પ્રથમ શહેરી અને બાદમાં ગ્રામ્ય વિસ્તારમાં ચડી આવેલા સિંહ પરિવારને રેસ્ક્યુ કરવા વન વિભાગે જે કવાયત આદરી છે તેને 40 કલાક જેવો સમય થઈ જવા છતાં પણ સફળતા પ્રાપ્ત થઈ નથી. જેને પગલે નવાગામ વાડી વિસ્તારના તમામ ખેડૂતોમાં ભયનો માહોલ છવાયો છે. લોકો પોતાની વાડીએ માલ ઢોરને સાચવવા પણ એકલા જતા નથી. કે વાડીએ કામ કરવા પણ એકલા જતા નથી. સાંજના સમયે માલઢોરને નિરણ પુળો કરવા અને દૂધ દોહવાના સમયે સિંહોની ત્રાડો સાંભળી માલ ઢોર પણ ડરી જાય છે. દૂધ પણ આપતા નથી તો બીજી તરફ જે જગ્યાએ પશુ દૂધ આપે છે ત્યાં કોઈ જવા તૈયાર નથી. જો કોઈ વાડીએ પરિવાર સાથે દૂધ દોહવા જાય તો લોકોએ ખાસ ચોકી પહેરો કરવો પડે છે. આ સિંહ પરિવારે અહીંનાં તમામ વિસ્તારને બાનમાં લીધો હોય તેવી સ્થિતિ વચ્ચે વન વિભાગના જામવાળા રેંજનો સ્ટાફ આ સિંહ પરિવારને સલામત સ્થળે સ્થળાંતર કરવા સતત પ્રયત્ન કરી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે નવાગામના લોકોની એક જ માગ છે કે, 'વન વિભાગ આ સિંહ પરિવારને અહીંથી સલામત સ્થળે જંગલમાં ખસેડે.' જો આમ થાય તો જ અહીંના લોકો ભય મુક્ત બની શકે અને જનજીવન રાબેતા મુજબ થઈ શકે તેમ છે.

Gir Somnathના નવાગામ વાડી વિસ્તારમાં વિફરેલી સિંહણે તોફાન મચાવ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • છેલ્લા 48 કલાકમાં 1 માનવ હુમલો અને રેસીડેન્સીયલ કોલોનીમાં ઘૂસી
  • વન વિભાગની ત્રણ ટીમો છેલ્લી 40 કલાકથી સતત જહેમત ઉઠાવી રહી છે
  • હજુ આ સિંહ પરિવાર વન વિભાગને હાથ આવ્યો નથી

ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર તાલુકાના રેવન્યુ વિસ્તારમાં અને નવાગામના વાડી વિસ્તારમાં પરિવાર સાથે વિફરેલી સિંહણે તોફાન મચાવ્યું છે. સિંહણ બચ્ચા વાળી હોવાને કારણે એગ્રેસીવ પણ બની ગઈ છે. છેલ્લા 48 કલાકમાં 1 માનવ હુમલો અને રેસીડેન્સીયલ કોલોનીમાં ઘૂસી જતા લોકો ભયભીત બન્યા છે.

વન વિભાગની ત્રણ ટીમો છેલ્લી 40 કલાકથી સતત જહેમત ઉઠાવી રહી છે

સિંહ પરિવાર કે જે ગીરનું રખોપું કરે છે તેણે જ જંગલ છોડ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ સિંહ પરિવાર શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં આવી ચડ્યો હોય નવાગામ અને આસપાસનો વિસ્તાર થરથર કાપી રહ્યો છે. કોડીનારના ઘણાખરા ગામો પણ આ વિફરેલી સિંહણનાં ભયના ઓથાર તળે જોવા મળે છે. ગ્રામજનો એક જ માગ કરી રહ્યા છે કે, 'તાત્કાલિક આ સિંહ પરિવારને વન વિભાગ અહીંથી પકડી અને જંગલમાં મુક્ત કરે.' જોકે આ સિંહ પરિવારને પકડવા વન વિભાગની ત્રણ ટીમો છેલ્લી 40 કલાકથી સતત જહેમત ઉઠાવી રહી છે.

હજુ આ સિંહ પરિવાર વન વિભાગને હાથ આવ્યો નથી

વર્તમાન સમયમાં ઉનાળો તેનું અસલી સ્વરૂપ દર્શાવી રહ્યો છે. ભારે ગરમી અને ઉકળાટથી વન્ય પ્રાણીઓ પણ ત્રાહિમામ પોકારી ગયા હોય તેવું લાગી રહ્યું છે. ગીર જંગલ વિસ્તારમાંથી પાણી અને ખોરાકની શોધમાં સિંહો ગીરજંગલ છોડી ગીર બોર્ડર વિસ્તારના ગામોમાં આવી ચડતા હોય છે. પરંતુ હવે સિંહોએ રેવન્યુ વિસ્તારમાં ધામા નાખતા લોકોમાં ભારે ભય ફેલાયો છે. ગત તારીખ 16ના રોજ વહેલી સવારે કોડીનાર સિમેન્ટ કંપનીની કોલોનીમાં સિંહ પરિવાર ઘૂસ્યો હતો અને પોતાના બચ્ચાને કોલોનીમાં એકલા મૂકી સિંહણ જતી રહી હતી. વનવિભાગે 12 કલાકની ભારે જહેમત બાદ સિંહ, સિંહણ અને 3 બચ્ચાંઓનું મિલન કરાવ્યું હતુ.

સિંહ પરિવારનું મિલન થતાં જ તેઓ રેવન્યુ ખેતર વિસ્તારોમાં જતા રહ્યાં

સિંહ પરિવારનું મિલન થતાં જ તેઓ રેવન્યુ ખેતર વિસ્તારોમાં જતા રહેતા કોલોનીના રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો. પણ આજ વિસ્તારથી 1 કિ.મી દૂર આવેલા નવાગામ ખાતે તા.17 નાં સવારે 'તકિયાના પા' તરીકે ઓળખાતા વાડી વિસ્તારમાં આવેલાં માતૃશ્રી ફાર્મ ખાતે સવારે આંબા વાડીનાં ઇજારદાર દિનેશભાઈ પરમાર બગીચામાંમાં કેરી ઉતારવા જતા હતા તે સમયે સિંહણે અચાનક હુમલો કરી દિનેશભાઈની છાતી પર સિંહણ બેસી ગઈ હતી. દિનેશભાઈએ બહાદુર પૂર્વક બાથ ભીડી હટાવી પોતાનો જીવ બચાવ્યો. આ ઘટના બાદ વન વિભાગ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હુમલો કરનાર સિંહ પરિવારને શોધવાની અને પાંજરે પૂરી રેસ્ક્યુ કરી જંગલમાં લઇ જવા કવાયત શરૂ કરી છે. આમ છતાં હજુ આ સિંહ પરિવાર વન વિભાગને હાથ આવ્યો નથી.

વાડી વિસ્તારના તમામ ખેડૂતોમાં ભયનો માહોલ છવાયો

પ્રથમ શહેરી અને બાદમાં ગ્રામ્ય વિસ્તારમાં ચડી આવેલા સિંહ પરિવારને રેસ્ક્યુ કરવા વન વિભાગે જે કવાયત આદરી છે તેને 40 કલાક જેવો સમય થઈ જવા છતાં પણ સફળતા પ્રાપ્ત થઈ નથી. જેને પગલે નવાગામ વાડી વિસ્તારના તમામ ખેડૂતોમાં ભયનો માહોલ છવાયો છે. લોકો પોતાની વાડીએ માલ ઢોરને સાચવવા પણ એકલા જતા નથી. કે વાડીએ કામ કરવા પણ એકલા જતા નથી. સાંજના સમયે માલઢોરને નિરણ પુળો કરવા અને દૂધ દોહવાના સમયે સિંહોની ત્રાડો સાંભળી માલ ઢોર પણ ડરી જાય છે. દૂધ પણ આપતા નથી તો બીજી તરફ જે જગ્યાએ પશુ દૂધ આપે છે ત્યાં કોઈ જવા તૈયાર નથી. જો કોઈ વાડીએ પરિવાર સાથે દૂધ દોહવા જાય તો લોકોએ ખાસ ચોકી પહેરો કરવો પડે છે. આ સિંહ પરિવારે અહીંનાં તમામ વિસ્તારને બાનમાં લીધો હોય તેવી સ્થિતિ વચ્ચે વન વિભાગના જામવાળા રેંજનો સ્ટાફ આ સિંહ પરિવારને સલામત સ્થળે સ્થળાંતર કરવા સતત પ્રયત્ન કરી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે નવાગામના લોકોની એક જ માગ છે કે, 'વન વિભાગ આ સિંહ પરિવારને અહીંથી સલામત સ્થળે જંગલમાં ખસેડે.' જો આમ થાય તો જ અહીંના લોકો ભય મુક્ત બની શકે અને જનજીવન રાબેતા મુજબ થઈ શકે તેમ છે.