Ahmedabad Airport પર CISF દ્રારા પેટ્રોલિંગ વધારાયું

અમદાવાદ એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થામાં કરાયો વધારો Cisfની ટીમ અમદાવાદ એરપોર્ટ પર વધારી દેવાઈ પેસેન્જરોની તપાસ બાદ એરપોર્ટમાં અપાય છે પ્રવેશ અમદાવાદમાં સ્કૂલો બાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપતો ઈ- મેઈલ મળ્યો હતો. જેના પગલે ડોગ અને બોમ્બ સ્કવોડ દ્વારા હાથ ધરાયું સઘન ચેકિંગ હાથ ધરાયુ હતુ. CISF તેમજ તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા પણ એરપોર્ટમાં ચકાસણી હાથ ધરવામાં આવી છે.હાલ અમદાવાદ એરપોર્ટ પર Cisf દ્રારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોર્ડ પર CISF તેમજ તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા પણ એરપોર્ટમાં ચકાસણી હાથ ધરવામાં આવી છે. જો કે તપાસ દરમિયાન કોઈ વાંધાજનક વસ્તુઓ મળી નથી. ધમકીભર્યા ઈમેઈલનું IP એડ્રેસ શોધવા તપાસ શરુ કરવામાં આવી છે. આ અગાઉ અમદાવાદની 36 સ્કૂલોને ઉડાવી દેવાની ધમકીનો ઈમેઈલ મળ્યો હતો. અમદાવાદની શાળાઓને પણ મળી હતી ધમકી આ અગાઉ અમદાવાદની કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. મળતી માહિતી મુજબ અમદાવાદની શાળાઓને ધમકી ભર્યા મેલ મળ્યા બાદ પોલીસ તંત્રએ તપાસ હાથ ધરી હતી. બોમ્બ ડિસ્પોઝલ ટીમ પણ ઘટના સ્થળ પર પહોચી ગઈ હતી. જેમાં બે શાળાના નામ સામે આવ્યા હતા જે ઘાટલોડિયાની આનંદ નિકેતન, અને ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલય અને સ્ત્રાપુરની એશિયા સ્કુલને ધમકી મળી હતી. શાળાઓમાં ધમકી ભર્યો ઈમેલ આવમાં મોટો ખુલાસો ક્રાઇમ બ્રાન્ચ અને સાઇબર ક્રાઈમની તપાસમાં ખુલાસો થયો હતો કે ઇમેઇલ પાછળ પાકિસ્તાનનો હાથ હતો અને ધમકીભર્યા ઇમેઇલ [email protected] પરથી આવ્યો હતો. સમગ્ર કેસમાં ISIનો હાથ હોવાનું પણ પ્રાથમિક અનુમાન છે. રશિયન સર્વરનો ઉપયોગ કરી પાકિસ્તાનથી ઇમેઇલ મોકલવામાં આવ્યો હોવાનું સામે આવ્યુ હતુ. લોકેશન પાકિસ્તાન આર્મી બેઝનું હોવાનું પણ સામે આવ્યુ હતુ.

Ahmedabad Airport પર  CISF દ્રારા પેટ્રોલિંગ વધારાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદ એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થામાં કરાયો વધારો
  • Cisfની ટીમ અમદાવાદ એરપોર્ટ પર વધારી દેવાઈ
  • પેસેન્જરોની તપાસ બાદ એરપોર્ટમાં અપાય છે પ્રવેશ

અમદાવાદમાં સ્કૂલો બાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપતો ઈ- મેઈલ મળ્યો હતો. જેના પગલે ડોગ અને બોમ્બ સ્કવોડ દ્વારા હાથ ધરાયું સઘન ચેકિંગ હાથ ધરાયુ હતુ. CISF તેમજ તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા પણ એરપોર્ટમાં ચકાસણી હાથ ધરવામાં આવી છે.હાલ અમદાવાદ એરપોર્ટ પર Cisf દ્રારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોર્ડ પર

CISF તેમજ તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા પણ એરપોર્ટમાં ચકાસણી હાથ ધરવામાં આવી છે. જો કે તપાસ દરમિયાન કોઈ વાંધાજનક વસ્તુઓ મળી નથી. ધમકીભર્યા ઈમેઈલનું IP એડ્રેસ શોધવા તપાસ શરુ કરવામાં આવી છે. આ અગાઉ અમદાવાદની 36 સ્કૂલોને ઉડાવી દેવાની ધમકીનો ઈમેઈલ મળ્યો હતો.

અમદાવાદની શાળાઓને પણ મળી હતી ધમકી

આ અગાઉ અમદાવાદની કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. મળતી માહિતી મુજબ અમદાવાદની શાળાઓને ધમકી ભર્યા મેલ મળ્યા બાદ પોલીસ તંત્રએ તપાસ હાથ ધરી હતી. બોમ્બ ડિસ્પોઝલ ટીમ પણ ઘટના સ્થળ પર પહોચી ગઈ હતી. જેમાં બે શાળાના નામ સામે આવ્યા હતા જે ઘાટલોડિયાની આનંદ નિકેતન, અને ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલય અને સ્ત્રાપુરની એશિયા સ્કુલને ધમકી મળી હતી.

શાળાઓમાં ધમકી ભર્યો ઈમેલ આવમાં મોટો ખુલાસો

ક્રાઇમ બ્રાન્ચ અને સાઇબર ક્રાઈમની તપાસમાં ખુલાસો થયો હતો કે ઇમેઇલ પાછળ પાકિસ્તાનનો હાથ હતો અને ધમકીભર્યા ઇમેઇલ [email protected] પરથી આવ્યો હતો. સમગ્ર કેસમાં ISIનો હાથ હોવાનું પણ પ્રાથમિક અનુમાન છે. રશિયન સર્વરનો ઉપયોગ કરી પાકિસ્તાનથી ઇમેઇલ મોકલવામાં આવ્યો હોવાનું સામે આવ્યુ હતુ. લોકેશન પાકિસ્તાન આર્મી બેઝનું હોવાનું પણ સામે આવ્યુ હતુ.