Rajkot Game Zone Tragedy: આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર

રાજકોટ અગ્નિકાંડના આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા યુવરાજસિંહ સોલંકી, નીતિન જૈન, રાહુલ રાઠોડના રિમાંડ મંજૂરમોતનો આંકડો વધી શકે છેઃ સરકારી વકીલરાજકોટમાં 28 નિર્દોષ લોકોનો જીવ લેનાર ગોઝારા ગેમ ઝોન અગ્નિ કાંડના તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવ્યા બાદ આજે તમામને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તપાસ અને પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તમામ આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. સુનાવણી બાદ આજે કોર્ટે તમામ આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. યુવરાજસિંહ સોલંકી, નીતિન જૈન, રાહુલ રાઠોડના રિમાંડ મંજૂર કરવામાં આવ્યા છે. કોર્ટમાં સરકારી વકીલનું મોટું નિવેદનમળતી માહિતી મુજબ, રાજકોટ અગ્નિકાંડના આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા યુવરાજસિંહ સોલંકી, નીતિન જૈન, રાહુલ રાઠોડને કોર્ટમાં રજૂ કરી તમામના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. સુનાવણી દરમિયાન સરકારી વકીલ દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું હતું. સરકારી વકીલે રજૂઆત કરી હતી કે અગ્નિકાંડમાં મોતનો આંકડો હજુ પણ વધી શકે છે. વધુમાં સરકારી વકીલે જણાવ્યું હતું કે આરોપીઓ તપાસમાં સહકાર નથી આપી રહ્યાં.આરોપીઓ તપાસમાં સહકાર નથી આપી રહ્યાં: વકીલવધુમાં સરકારી વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે જ્યારે દુર્ઘટના સર્જાઇ ત્યારે ગેમઝોનના કર્મચારીઓ દરવાજો બંધ કરીને જતા રહ્યા હતા. સરકારી વકીલે વધુમાં રજૂઆત કરતાં કહ્યું હતું કે બે પ્લોટ ને અલગ અલગ લેવામાં આવ્યા હતા.  એક પ્લોટમાં માત્ર સ્ટ્રક્ચર ઉભુ કરાયું હતુ. સ્ટ્રક્ચરને કાયદેસર કરવા અરજી કરવામાં આવી હતી. ગેમ ઝોન ફેબ્રિકેશનનું હતું, ઇલેક્ટ્રીક વાયર હતા. ગેમઝોન ખાતે વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું જે બંધ કરવું જોઇતુ હતું. આરોપી યુવરાજસિંહ સોલંકી કોર્ટમાં રડી પડ્યોવધુમાં સરકારી વકીલે જણાવ્યું હતું કે આરોપીઓએ કોઈપણ પ્રકારનું લાયસન્સ લીધું ન હતું. માત્ર રાઇડની ફી નક્કી કરવા માટે પરમિશન લીધી હતી. ત્યાં બધી જ એવી વસ્તુઓ હતી કે તરત આગ પકડી લે.  મહત્વનું છે કે કોર્ટમાં સુનાવણી શરૂ થાય તે પહેલા જ કોર્ટે આરોપીઓને બરાબરના ખખડાવ્યા હતા. તો, કોર્ટની કાર્યવાહી દરમિયાન આરોપી યુવરાજસિંહ સોલંકી કોર્ટમાં જ રડી પડ્યો હતો. પુરાવાનો નાશ કરવા પ્રયાસ કરાયો: સુરેશ ફળદૂતો બીજી બાજુ, રાજકોટ બાર એસોસિયેશનના ઉપપ્રમુખ સુરેશ ફળદુંનું મોટું નિવેદન સામે આવ્યું છે. સુરેશ ફળદૂનો આક્ષેપ છે કે FSL આવ્યા પહેલા પુરાવાનો નાશ કરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાટમાળ હટાવવા પ્રયાસ કરવામાં આવ્યો. કાટમાળમાંથી મૃતદેહો મળી રહ્યાં છે. વધુમાં સુરેશ ફળદૂએ કહ્યું છે કે આ મામલે દાખલો બેસાડી શકાય તેવી કાર્યવાહી થવી જોઇએ. પરંતુ માત્ર અધિકારીઓને સસ્પેન્ડ કરી સંતોષ માની લેવામાં આવે છે. 

Rajkot Game Zone Tragedy: આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટ અગ્નિકાંડના આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા 
  • યુવરાજસિંહ સોલંકી, નીતિન જૈન, રાહુલ રાઠોડના રિમાંડ મંજૂર
  • મોતનો આંકડો વધી શકે છેઃ સરકારી વકીલ

રાજકોટમાં 28 નિર્દોષ લોકોનો જીવ લેનાર ગોઝારા ગેમ ઝોન અગ્નિ કાંડના તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવ્યા બાદ આજે તમામને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તપાસ અને પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તમામ આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. સુનાવણી બાદ આજે કોર્ટે તમામ આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. યુવરાજસિંહ સોલંકી, નીતિન જૈન, રાહુલ રાઠોડના રિમાંડ મંજૂર કરવામાં આવ્યા છે. 

કોર્ટમાં સરકારી વકીલનું મોટું નિવેદન

મળતી માહિતી મુજબ, રાજકોટ અગ્નિકાંડના આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા યુવરાજસિંહ સોલંકી, નીતિન જૈન, રાહુલ રાઠોડને કોર્ટમાં રજૂ કરી તમામના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. સુનાવણી દરમિયાન સરકારી વકીલ દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું હતું. સરકારી વકીલે રજૂઆત કરી હતી કે અગ્નિકાંડમાં મોતનો આંકડો હજુ પણ વધી શકે છે. વધુમાં સરકારી વકીલે જણાવ્યું હતું કે આરોપીઓ તપાસમાં સહકાર નથી આપી રહ્યાં.

આરોપીઓ તપાસમાં સહકાર નથી આપી રહ્યાં: વકીલ

વધુમાં સરકારી વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે જ્યારે દુર્ઘટના સર્જાઇ ત્યારે ગેમઝોનના કર્મચારીઓ દરવાજો બંધ કરીને જતા રહ્યા હતા. સરકારી વકીલે વધુમાં રજૂઆત કરતાં કહ્યું હતું કે બે પ્લોટ ને અલગ અલગ લેવામાં આવ્યા હતા.  એક પ્લોટમાં માત્ર સ્ટ્રક્ચર ઉભુ કરાયું હતુ. સ્ટ્રક્ચરને કાયદેસર કરવા અરજી કરવામાં આવી હતી. ગેમ ઝોન ફેબ્રિકેશનનું હતું, ઇલેક્ટ્રીક વાયર હતા. ગેમઝોન ખાતે વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું જે બંધ કરવું જોઇતુ હતું. 

આરોપી યુવરાજસિંહ સોલંકી કોર્ટમાં રડી પડ્યો

વધુમાં સરકારી વકીલે જણાવ્યું હતું કે આરોપીઓએ કોઈપણ પ્રકારનું લાયસન્સ લીધું ન હતું. માત્ર રાઇડની ફી નક્કી કરવા માટે પરમિશન લીધી હતી. ત્યાં બધી જ એવી વસ્તુઓ હતી કે તરત આગ પકડી લે.  મહત્વનું છે કે કોર્ટમાં સુનાવણી શરૂ થાય તે પહેલા જ કોર્ટે આરોપીઓને બરાબરના ખખડાવ્યા હતા. તો, કોર્ટની કાર્યવાહી દરમિયાન આરોપી યુવરાજસિંહ સોલંકી કોર્ટમાં જ રડી પડ્યો હતો. 

પુરાવાનો નાશ કરવા પ્રયાસ કરાયો: સુરેશ ફળદૂ

તો બીજી બાજુ, રાજકોટ બાર એસોસિયેશનના ઉપપ્રમુખ સુરેશ ફળદુંનું મોટું નિવેદન સામે આવ્યું છે. સુરેશ ફળદૂનો આક્ષેપ છે કે FSL આવ્યા પહેલા પુરાવાનો નાશ કરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાટમાળ હટાવવા પ્રયાસ કરવામાં આવ્યો. કાટમાળમાંથી મૃતદેહો મળી રહ્યાં છે. વધુમાં સુરેશ ફળદૂએ કહ્યું છે કે આ મામલે દાખલો બેસાડી શકાય તેવી કાર્યવાહી થવી જોઇએ. પરંતુ માત્ર અધિકારીઓને સસ્પેન્ડ કરી સંતોષ માની લેવામાં આવે છે.