Surat: માંડવીના બલેઠી ગામના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવતા આવક વધારી

જંગલ મોડેલ આધારિત પ્રાકૃતિક ખેતીનો માર્ગ અપનાવ્યોરાજ્ય સરકાર તરફથી રૂ.13,500 સહાય બોરીંગ કરી પાકો પ્લાસ્ટરનો કુવો બનાવ્યોરાસાયણિક દવા અને યુરિયા ખાતરની ખર્ચાળ ખેતીને તિંલાંજલિ આપીને ખેડૂતો હવે મોટી સંખ્યામાં પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યાં છે, ત્યારે સુરત જિલ્લાના માંડવી તાલુકાના બલેઠી ગામના ખેડૂત વાલજીભાઈ રાયાભાઈ ચૌધરીએ પ્રાકૃતિક ખેતીમાં પણ એક કદમ આગળ વધીને જંગલ મોડલ આધારિત પ્રાકૃતિક ખેતી શરૂ કરીને સફળતા મેળવી છે. ખેડ અને ખાતર વગરની આ પ્રાકૃતિક ખેતી કરનાર વાલજીભાઈએ સૌપ્રથમ બે એકર જમીનમાં પ્રયોગ કરી ધાર્યું પરિણામ મેળવ્યું છે, ત્યારબાદ સતત સાત વર્ષથી જંગલ મોડેલ આધારિત ખેતી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. આ પદ્ધતિથી તેઓ નજીવા ખર્ચમાં એક જ જમીનમાં 20 થી વધુ પ્રકારના પાકોનું ઉત્પાદન લઈને વાર્ષિક રૂ.12 લાખથી વધુની આવક મેળવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીની શરૂઆત છેલ્લા સાત વર્ષથી જંગલ મોડલ આધારિત પ્રાકૃતિક ખેતી કરી સારો પાક, વધુ ઉત્પાદન અને વધુ આવક મળતા હર્ષ સાથે ખેડૂત વાલજીભાઈ ચૌધરીએ જણાવ્યું કે, નાનપણથી જ ખેતી પ્રત્યે લગાવ રહ્યો છે, જેમાં શાકભાજીની ખેતીમાં વધુ રસ લેતો અને શાકભાજીની માવજત જાતે જ કરતો. ધો.8 સુધી અભ્યાસ કરી સીવણ ક્લાસમાં સીવણ શીખી દરજી કામ સાથે જોડાયો. જેના કારણે ખેતીમાંથી દૂર થયો. પરંતુ વર્ષ 1982માં દરજી કામ છોડી પરંપરાગત ખેતી કરવાનું નક્કી કરી ફરી એક વાર ખેતી તરફ વળ્યો. ત્યારબાદ વર્ષ 2017 માં ખેતીને લગતી વિવિધ શિબિરોમાંથી પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન મેળવ્યું. આત્મા પ્રોજેક્ટની શિબિર થકી પ્રાકૃતિક ખેતીની પ્રેરણા મળી હતી. ત્યારબાદ વર્ષ 2018 માં એક ગાય લાવી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી. ખર્ચ ઓછો અને ઉત્પાદન વધુ ખેડૂત વાલજીભાઈ ચૌધરી વધુમાં જણાવે છે કે,પહેલા રાસાયણિક ખેતીમાં આવક ન મળતાં જંગલ મોડેલ આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળ્યો. જેમાં કોઈ ખેડ કર્યા વગર ખેતી કરવાની શરૂઆત કરી. આ ખેતીમાં બધા પાક એક સાથે વાવવાના હોય છે. જેથી મેં ખેતરમાં એકસામટા 20 થી 25 પાકનું વાવેતર કર્યું હતું. જેમાં અનાજ, કઠોળ, શાકભાજી, ફ્રૂટની ખેતીનો સમાવેશ થાય છે. ફ્રૂટની ખેતીમાં દાડમ, ચીકુ, જામફળ, સીતાફળની સાથે શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે. જુવાર, બાજરી, મકાઈ જેવા અનાજનું પણ વાવેતર કરી રહ્યો છું. સાથે ચોળી, મગ,અડદ જેવા કઠોળ પાક પણ છે. સામૂહિક પાકના કારણે ઉત્પાદન ખર્ચ ઓછો અને પ્રાકૃતિક ખેત પદ્ધતિ અપનાવવાથી ઉત્પાદન પણ વધુ મળી રહ્યું છે. મહત્તમ અને બમણું ઉત્પાદન તેઓ કહે છે કે, પ્રાકૃતિક કૃષિમાં થોડી વધુ મહેનત જોઈએ, બાકી ઉત્પાદન ખર્ચ તો નહિવત હોય છે. આ ખેતીના કારણે મહત્તમ અને બમણું ઉત્પાદન મળે છે, બમણી આવક થાય છે. પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યને રક્ષણ મળે છે, તેમજ પાણીની બચત થાય છે. આ ઉપરાંત, જમીનની ભેજ સંગ્રહશક્તિ પણ વધે છે. જેથી જમીન બંજર થતી નથી. પ્રત્યેક વર્ષમાં સારો પાક મેળવી શકાય છે. કરે છે. ખેડૂતો આર્થિક રીતે પગભર બન્યા સરકાર દ્વારા મળેલી આર્થિક સહાય વિશે વાત કરતા કહે છે કે, રાજ્ય સરકારની ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ થકી અમારા જેવા છેવાડાના ખેડૂતો આર્થિક રીતે પગભર બન્યા છે. જંગલ મોડલ આધારિત ખેતી માટેનું મોડેલ ફોર્મ બનાવવા સરકાર દ્વારા રૂ.13,500 ની સહાય પ્રાપ્ત થઈ છે. ઉપરાંત, ખેતરમાં પાકને પૂરતું પાણી મળી શકે એ માટે રૂ.5 લાખના ખર્ચે સરકારી યોજના હેઠળ બોરીંગ કરી પાકો આર.સી.સી. સ્ટ્રકચર વાળો કુવો બનાવ્યો છે. રૂ.1.80 લાખના મિની ટ્રેક્ટરની ખરીદી પર સરકાર દ્વારા રૂ.60 હજાર સબસિડી પ્રાપ્ત થઈ છે. જમીનની ગુણવત્તા સુધરી તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા દેશી ગાય નિભાવ ખર્ચ માટે મહિને રૂ.૯૦૦ની સહાય આપે છે, જે યોજનાનો લાભ હું પણ લઈ રહ્યો છું. ઉપરાંત આત્માના અધિકારીઓ પણ સમયાંતરે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું ઉમદા માર્ગદર્શન આપે છે, જે સરાહનીય છે. હું જાતે ગૌ-મુત્ર અને છાણમાંથી જીવામૃત અને ઘનજીવામૃત બનાવી ખેતીમાં વપરાશ કરૂ છું. જેના કારણે જમીનની ગુણવત્તા પણ સુધરી છે. પ્રાકૃતિક ખેતીમાં ખેડાણનો ખર્ચ ઓછો વાલજીભાઈએ કહ્યું હતુ કે, જંગલ મોડલ પદ્ધતિમાં ખેડ બિલકુલ કરવાની હોતી નથી. આથી ખેતરમાં બળદ, ટ્રેક્ટર કે માણસ રાખવાનો કોઈ જ ખર્ચો થતો નથી. દવાનો છંટકાવ કરવાની પણ જરૂર પડતી નથી. એક જ ખેતરમાં બધા જ પાકો (મિક્સ) એટલે કે ભેગા વાવવાના હોય છે. મારા બે એકરના ખેતરમાં જંગલ મોડેલ આધારિત પ્રાકૃતિક ખેતીમાં એક સાથે ૨૦ થી ૨૫ પાકો છે. જેમાં અનાજ, કઠોળ, શાકભાજી અને ફળ એમ બધા જ પાકો જોવા મળે છે. જેમાં ફળના પાકોમાં દાડમ, ચીકુ, જામફળ, સીતાફળ, અંજીર, આંબળા, મોસંબી, સંતરા, કેળ અને પપૈયા જેવા ફળના ૧૦ થી ૧૨ પાકો છે ખેતરની મુલાકાત લઈ લોકો માર્ગદર્શન મેળવે શાકભાજીના વાવેતરમાં રીંગણ, ટામેટાં, કોબિજ, ફુલાવર, પાલક, ખજૂર, ગલકા, દૂધી, ફુદીના અને કારેલા જેવા સીઝન પ્રમાણેના આ વિસ્તારમાં જોવા મળતા દરેક પ્રકારની શાકભાજીઓ છે. જ્યારે જુવાર, બાજરી અને મકાઈ જેવા અનાજ પણ છે અને કઠોળમાં ચોળી, ગવાર, મગ અને અડદ જેવા પાકો છે. અન્ય ખેડૂતો પણ મારા ખેતરની મુલાકાત લેવા માટે આવે છે. 

Surat: માંડવીના બલેઠી ગામના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવતા આવક વધારી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જંગલ મોડેલ આધારિત પ્રાકૃતિક ખેતીનો માર્ગ અપનાવ્યો
  • રાજ્ય સરકાર તરફથી રૂ.13,500 સહાય
  • બોરીંગ કરી પાકો પ્લાસ્ટરનો કુવો બનાવ્યો

રાસાયણિક દવા અને યુરિયા ખાતરની ખર્ચાળ ખેતીને તિંલાંજલિ આપીને ખેડૂતો હવે મોટી સંખ્યામાં પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યાં છે, ત્યારે સુરત જિલ્લાના માંડવી તાલુકાના બલેઠી ગામના ખેડૂત વાલજીભાઈ રાયાભાઈ ચૌધરીએ પ્રાકૃતિક ખેતીમાં પણ એક કદમ આગળ વધીને જંગલ મોડલ આધારિત પ્રાકૃતિક ખેતી શરૂ કરીને સફળતા મેળવી છે. ખેડ અને ખાતર વગરની આ પ્રાકૃતિક ખેતી કરનાર વાલજીભાઈએ સૌપ્રથમ બે એકર જમીનમાં પ્રયોગ કરી ધાર્યું પરિણામ મેળવ્યું છે, ત્યારબાદ સતત સાત વર્ષથી જંગલ મોડેલ આધારિત ખેતી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. આ પદ્ધતિથી તેઓ નજીવા ખર્ચમાં એક જ જમીનમાં 20 થી વધુ પ્રકારના પાકોનું ઉત્પાદન લઈને વાર્ષિક રૂ.12 લાખથી વધુની આવક મેળવી રહ્યા છે.

પ્રાકૃતિક ખેતીની શરૂઆત

છેલ્લા સાત વર્ષથી જંગલ મોડલ આધારિત પ્રાકૃતિક ખેતી કરી સારો પાક, વધુ ઉત્પાદન અને વધુ આવક મળતા હર્ષ સાથે ખેડૂત વાલજીભાઈ ચૌધરીએ જણાવ્યું કે, નાનપણથી જ ખેતી પ્રત્યે લગાવ રહ્યો છે, જેમાં શાકભાજીની ખેતીમાં વધુ રસ લેતો અને શાકભાજીની માવજત જાતે જ કરતો. ધો.8 સુધી અભ્યાસ કરી સીવણ ક્લાસમાં સીવણ શીખી દરજી કામ સાથે જોડાયો. જેના કારણે ખેતીમાંથી દૂર થયો. પરંતુ વર્ષ 1982માં દરજી કામ છોડી પરંપરાગત ખેતી કરવાનું નક્કી કરી ફરી એક વાર ખેતી તરફ વળ્યો. ત્યારબાદ વર્ષ 2017 માં ખેતીને લગતી વિવિધ શિબિરોમાંથી પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન મેળવ્યું. આત્મા પ્રોજેક્ટની શિબિર થકી પ્રાકૃતિક ખેતીની પ્રેરણા મળી હતી. ત્યારબાદ વર્ષ 2018 માં એક ગાય લાવી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી.


ખર્ચ ઓછો અને ઉત્પાદન વધુ

ખેડૂત વાલજીભાઈ ચૌધરી વધુમાં જણાવે છે કે,પહેલા રાસાયણિક ખેતીમાં આવક ન મળતાં જંગલ મોડેલ આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળ્યો. જેમાં કોઈ ખેડ કર્યા વગર ખેતી કરવાની શરૂઆત કરી. આ ખેતીમાં બધા પાક એક સાથે વાવવાના હોય છે. જેથી મેં ખેતરમાં એકસામટા 20 થી 25 પાકનું વાવેતર કર્યું હતું. જેમાં અનાજ, કઠોળ, શાકભાજી, ફ્રૂટની ખેતીનો સમાવેશ થાય છે. ફ્રૂટની ખેતીમાં દાડમ, ચીકુ, જામફળ, સીતાફળની સાથે શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે. જુવાર, બાજરી, મકાઈ જેવા અનાજનું પણ વાવેતર કરી રહ્યો છું. સાથે ચોળી, મગ,અડદ જેવા કઠોળ પાક પણ છે. સામૂહિક પાકના કારણે ઉત્પાદન ખર્ચ ઓછો અને પ્રાકૃતિક ખેત પદ્ધતિ અપનાવવાથી ઉત્પાદન પણ વધુ મળી રહ્યું છે.


મહત્તમ અને બમણું ઉત્પાદન

તેઓ કહે છે કે, પ્રાકૃતિક કૃષિમાં થોડી વધુ મહેનત જોઈએ, બાકી ઉત્પાદન ખર્ચ તો નહિવત હોય છે. આ ખેતીના કારણે મહત્તમ અને બમણું ઉત્પાદન મળે છે, બમણી આવક થાય છે. પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યને રક્ષણ મળે છે, તેમજ પાણીની બચત થાય છે. આ ઉપરાંત, જમીનની ભેજ સંગ્રહશક્તિ પણ વધે છે. જેથી જમીન બંજર થતી નથી. પ્રત્યેક વર્ષમાં સારો પાક મેળવી શકાય છે. કરે છે.

ખેડૂતો આર્થિક રીતે પગભર બન્યા

સરકાર દ્વારા મળેલી આર્થિક સહાય વિશે વાત કરતા કહે છે કે, રાજ્ય સરકારની ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ થકી અમારા જેવા છેવાડાના ખેડૂતો આર્થિક રીતે પગભર બન્યા છે. જંગલ મોડલ આધારિત ખેતી માટેનું મોડેલ ફોર્મ બનાવવા સરકાર દ્વારા રૂ.13,500 ની સહાય પ્રાપ્ત થઈ છે. ઉપરાંત, ખેતરમાં પાકને પૂરતું પાણી મળી શકે એ માટે રૂ.5 લાખના ખર્ચે સરકારી યોજના હેઠળ બોરીંગ કરી પાકો આર.સી.સી. સ્ટ્રકચર વાળો કુવો બનાવ્યો છે. રૂ.1.80 લાખના મિની ટ્રેક્ટરની ખરીદી પર સરકાર દ્વારા રૂ.60 હજાર સબસિડી પ્રાપ્ત થઈ છે.


જમીનની ગુણવત્તા સુધરી

તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા દેશી ગાય નિભાવ ખર્ચ માટે મહિને રૂ.૯૦૦ની સહાય આપે છે, જે યોજનાનો લાભ હું પણ લઈ રહ્યો છું. ઉપરાંત આત્માના અધિકારીઓ પણ સમયાંતરે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું ઉમદા માર્ગદર્શન આપે છે, જે સરાહનીય છે. હું જાતે ગૌ-મુત્ર અને છાણમાંથી જીવામૃત અને ઘનજીવામૃત બનાવી ખેતીમાં વપરાશ કરૂ છું. જેના કારણે જમીનની ગુણવત્તા પણ સુધરી છે.


પ્રાકૃતિક ખેતીમાં ખેડાણનો ખર્ચ ઓછો

વાલજીભાઈએ કહ્યું હતુ કે, જંગલ મોડલ પદ્ધતિમાં ખેડ બિલકુલ કરવાની હોતી નથી. આથી ખેતરમાં બળદ, ટ્રેક્ટર કે માણસ રાખવાનો કોઈ જ ખર્ચો થતો નથી. દવાનો છંટકાવ કરવાની પણ જરૂર પડતી નથી. એક જ ખેતરમાં બધા જ પાકો (મિક્સ) એટલે કે ભેગા વાવવાના હોય છે. મારા બે એકરના ખેતરમાં જંગલ મોડેલ આધારિત પ્રાકૃતિક ખેતીમાં એક સાથે ૨૦ થી ૨૫ પાકો છે. જેમાં અનાજ, કઠોળ, શાકભાજી અને ફળ એમ બધા જ પાકો જોવા મળે છે. જેમાં ફળના પાકોમાં દાડમ, ચીકુ, જામફળ, સીતાફળ, અંજીર, આંબળા, મોસંબી, સંતરા, કેળ અને પપૈયા જેવા ફળના ૧૦ થી ૧૨ પાકો છે


ખેતરની મુલાકાત લઈ લોકો માર્ગદર્શન મેળવે

શાકભાજીના વાવેતરમાં રીંગણ, ટામેટાં, કોબિજ, ફુલાવર, પાલક, ખજૂર, ગલકા, દૂધી, ફુદીના અને કારેલા જેવા સીઝન પ્રમાણેના આ વિસ્તારમાં જોવા મળતા દરેક પ્રકારની શાકભાજીઓ છે. જ્યારે જુવાર, બાજરી અને મકાઈ જેવા અનાજ પણ છે અને કઠોળમાં ચોળી, ગવાર, મગ અને અડદ જેવા પાકો છે. અન્ય ખેડૂતો પણ મારા ખેતરની મુલાકાત લેવા માટે આવે છે.