Jamnagar News : ગરમીથી બચાવવા પક્ષીઓને પાણીનો છંટકાવ કરાય છે

આ પક્ષી ઘરમાં રહેલા ઇમુ, લવ બર્ડ, ગાજ, તેતર, ટરકી, બજરીગર, કોકેટીલ, કશુકો, વગેરે પક્ષીએ ગરમીથી તૌબા પોકારી ઉઠયા જામનગર મહાનગર પાલિકા દ્વારા પક્ષીની ઉપર અને તેના પીંજારામાં પાણીનો છંટકાવ કરાઈ રહ્યો છે પાણી છાંટવા માટે એક ખાસ માણસ રખાયો ગરમીથી તમામ જીવ તૌબા તૌબા પોકારી ઉઠયા છે ત્યારે પક્ષીઓ પણ ગરમીની ઝપટમાં આવી ના જાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામા આવી છે.જામનગરમાં વાદળોના આંટાફેરા વચ્ચે તાપમાનમાં ધીમે-ધીમે વધારો થઈ રહ્યો છે. ગરમીથી તમામ જીવ તૌબા તૌબા પોકારી ઉઠયા છે. કાળા માથાના માનવી તો ઠીક પક્ષીઓ પણ ગરમીની ઝપટમાં આવી ગયા છે. ત્યારે જામનગરમાં પક્ષી ઘરમાં રખાયેલા પક્ષીઓને દિવસમાં બે વાર પાણીનો છંટકાવ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યો છે. ગરમીનો વધુ પ્રકોપ પક્ષીઓ સુધી ના પહોંચે તે માટે કોર્પોરેશન દ્વારા તેમના પિંજરાઓમાં પણ ઠંડક રાખવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પક્ષીઓને પાણીનો છંટકાવ જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી તાપમાનનો પારો ઉંચો જઈ રહ્યો છે. આકરા તાપના પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો છે. અસહ્ય ગરમીથી પરશેવે રેબઝેબ અને આકૂળ-વ્યાકૂળ બની ગયેલી જનતા ત્રાહિમામ્ પોકારી ઊઠી હતી. ત્યારે જામનગરમાં તળાવ પાળે આવેલા માછલી ઘરની સાથે સાથે જે પક્ષી ઘર આવેલું છે. જે પક્ષી ઘરમાં રહેલા ઇમુ,, લવ બર્ડ, ગાજ, તેતર, ટરકી,બજરીગર, કોકેટીલ ,કશૂકો જેવા પક્ષીઓ પણ ગરમીથી તૌબા પોકારી ઉઠ્યા છે ત્યારે પક્ષીઓને ગરમીથી રાહત આપવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ગિરનારની સીડી પર એક વ્યકિત ગરમીમાં પશુઓની સેવા કરે છે ગિરનાર સીડી પર દુકાન ધરાવતો યુવાન કાળઝાળ ગરમી વચ્ચે પશુ- પક્ષી, પ્રાણીઓની સેવા કરી રહ્યો છે. 40 થી 42 ડીગ્રી વચ્ચેના તાપમાનમાં ગિરનારની સીડીઓમાં પોતે બનાવેલ પાણીના કુડામાં સવાર- સાંજ પાણી ઠાલવી પશુ- પક્ષીઓની તરસ છીપાવે છે. જૂનાગઢ ગીરનાર સીડી ઉપર દુકાન ધરાવતા વિજયભાઈ ગોસ્વામી પશુ પંખી અને વન્ય પ્રાણીઓની કાળજાળ ગરમી વચ્ચે તરસ છીપાવવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. ગિરનાર સીડી પર આસપાસ જંગલ વિસ્તાર હોવાથી પશુ, પક્ષી અને વન્ય પ્રાણીઓ વસવાટ કરી રહ્યા છે. પરંતુ ગિરનાર પર્વત પર પશુ પક્ષીઓ માટે પાણીના સ્ત્રોત ઓછા પ્રમાણ છે. પાણીને છંટકાવને લઈ અલગ વ્યવસ્થા કરાઈ આ તમામ પક્ષીઓની ખાસ સાર સંભાળ રાખવામાં આવી રહી છે. ખાસ જામનગર મહાનગર પાલિકા દ્વારા ગરમી અને બફારા, ઉકળાટથી બચવા આવા પક્ષીઓ માટે પક્ષીની ઉપર પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આવા મૂંગા પક્ષીઓ પર અને તેના પીંજારા ઉપર ઘાસનું આવરણ લગાવાયું છે અને દિવસમાં બે-બે વાર પાણીનો છંટકાવ કરાઈ રહ્યો છે, આ પાણી છાંટવા માટે એક ખાસ માણસ રખાયો છે, આ ગરમીમાં પક્ષીઓનો ખોરાક ઘટી ગયો છે, ગરમીથી બચાવવા ખાસ પ્રકારની સાર સંભાળ રખાઈ રહી છે. ગરમીમાં આ તમામ પક્ષીઓને કોઈપણ રીતે લૂ ના લાગે અથવા કોઈપણ જાતનો રોગ ના થાય તે પ્રકારની કાળજી પણ લેવામાં આવી રહી છે.

Jamnagar News : ગરમીથી બચાવવા પક્ષીઓને પાણીનો છંટકાવ કરાય છે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આ પક્ષી ઘરમાં રહેલા ઇમુ, લવ બર્ડ, ગાજ, તેતર, ટરકી, બજરીગર, કોકેટીલ, કશુકો, વગેરે પક્ષીએ ગરમીથી તૌબા પોકારી ઉઠયા
  • જામનગર મહાનગર પાલિકા દ્વારા પક્ષીની ઉપર અને તેના પીંજારામાં પાણીનો છંટકાવ કરાઈ રહ્યો છે
  • પાણી છાંટવા માટે એક ખાસ માણસ રખાયો

ગરમીથી તમામ જીવ તૌબા તૌબા પોકારી ઉઠયા છે ત્યારે પક્ષીઓ પણ ગરમીની ઝપટમાં આવી ના જાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામા આવી છે.જામનગરમાં વાદળોના આંટાફેરા વચ્ચે તાપમાનમાં ધીમે-ધીમે વધારો થઈ રહ્યો છે. ગરમીથી તમામ જીવ તૌબા તૌબા પોકારી ઉઠયા છે. કાળા માથાના માનવી તો ઠીક પક્ષીઓ પણ ગરમીની ઝપટમાં આવી ગયા છે. ત્યારે જામનગરમાં પક્ષી ઘરમાં રખાયેલા પક્ષીઓને દિવસમાં બે વાર પાણીનો છંટકાવ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યો છે. ગરમીનો વધુ પ્રકોપ પક્ષીઓ સુધી ના પહોંચે તે માટે કોર્પોરેશન દ્વારા તેમના પિંજરાઓમાં પણ ઠંડક રાખવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પક્ષીઓને પાણીનો છંટકાવ

જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી તાપમાનનો પારો ઉંચો જઈ રહ્યો છે. આકરા તાપના પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો છે. અસહ્ય ગરમીથી પરશેવે રેબઝેબ અને આકૂળ-વ્યાકૂળ બની ગયેલી જનતા ત્રાહિમામ્ પોકારી ઊઠી હતી. ત્યારે જામનગરમાં તળાવ પાળે આવેલા માછલી ઘરની સાથે સાથે જે પક્ષી ઘર આવેલું છે. જે પક્ષી ઘરમાં રહેલા ઇમુ,, લવ બર્ડ, ગાજ, તેતર, ટરકી,બજરીગર, કોકેટીલ ,કશૂકો જેવા પક્ષીઓ પણ ગરમીથી તૌબા પોકારી ઉઠ્યા છે ત્યારે પક્ષીઓને ગરમીથી રાહત આપવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.


ગિરનારની સીડી પર એક વ્યકિત ગરમીમાં પશુઓની સેવા કરે છે

ગિરનાર સીડી પર દુકાન ધરાવતો યુવાન કાળઝાળ ગરમી વચ્ચે પશુ- પક્ષી, પ્રાણીઓની સેવા કરી રહ્યો છે. 40 થી 42 ડીગ્રી વચ્ચેના તાપમાનમાં ગિરનારની સીડીઓમાં પોતે બનાવેલ પાણીના કુડામાં સવાર- સાંજ પાણી ઠાલવી પશુ- પક્ષીઓની તરસ છીપાવે છે. જૂનાગઢ ગીરનાર સીડી ઉપર દુકાન ધરાવતા વિજયભાઈ ગોસ્વામી પશુ પંખી અને વન્ય પ્રાણીઓની કાળજાળ ગરમી વચ્ચે તરસ છીપાવવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. ગિરનાર સીડી પર આસપાસ જંગલ વિસ્તાર હોવાથી પશુ, પક્ષી અને વન્ય પ્રાણીઓ વસવાટ કરી રહ્યા છે. પરંતુ ગિરનાર પર્વત પર પશુ પક્ષીઓ માટે પાણીના સ્ત્રોત ઓછા પ્રમાણ છે.


પાણીને છંટકાવને લઈ અલગ વ્યવસ્થા કરાઈ

આ તમામ પક્ષીઓની ખાસ સાર સંભાળ રાખવામાં આવી રહી છે. ખાસ જામનગર મહાનગર પાલિકા દ્વારા ગરમી અને બફારા, ઉકળાટથી બચવા આવા પક્ષીઓ માટે પક્ષીની ઉપર પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આવા મૂંગા પક્ષીઓ પર અને તેના પીંજારા ઉપર ઘાસનું આવરણ લગાવાયું છે અને દિવસમાં બે-બે વાર પાણીનો છંટકાવ કરાઈ રહ્યો છે, આ પાણી છાંટવા માટે એક ખાસ માણસ રખાયો છે, આ ગરમીમાં પક્ષીઓનો ખોરાક ઘટી ગયો છે, ગરમીથી બચાવવા ખાસ પ્રકારની સાર સંભાળ રખાઈ રહી છે. ગરમીમાં આ તમામ પક્ષીઓને કોઈપણ રીતે લૂ ના લાગે અથવા કોઈપણ જાતનો રોગ ના થાય તે પ્રકારની કાળજી પણ લેવામાં આવી રહી છે.