Rajkot TRP Game Zone અગ્નિકાંડમાં જાણો અત્યાર સુધી શું થઇ કાર્યવાહી

અગ્નિકાંડ બાદ તપાસ માટે SITની કરાઈ હતી રચના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહિતની બદલી થઈ ઉચ્ચ અધિકારીઓની બદલી સાથે 2 PI સસ્પેન્ડ રાજકોટ TRP ગેમઝોનમાં અત્યાર સુધીની કાર્યવાહી જાણો. જેમાં ગેમઝોન અગ્નિકાંડ બાદ તપાસ માટે SITની રચના કરાઈ હતી. તેમજ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહિતની બદલી થઈ છે. તેમાં જોઈન્ટ CP વિધિ ચૌધરી, DCP સુધીર દેસાઈની બદલી કરવામાં આવી છે. તેમજ મ્યુ. કમિશનર આનંદ પટેલની પણ તાત્કાલિક બદલી કરાઇ હતી. ઉચ્ચ અધિકારીઓની બદલી સાથે 2 PI સસ્પેન્ડ કરાયા ઉચ્ચ અધિકારીઓની બદલી સાથે 2 PI સસ્પેન્ડ કરાયા છે. તેમજ 2 TP અધિકારીઓ, ફાયર અધિકારી પણ સસ્પેન્ડ થયા છે. તથા 2 માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સસ્પેન્ડ થયા છે. ગેમઝોનના ભાગીદારોની એક બાદ એકની ધરપકડ કરવામાં આવી રહી છે. જેમાં પાર્ટી પ્લોટના માલિક કિરીટસિંહ જાડેજાની પણ ધરપકડ કરાઇ છે. તથા સસ્પેન્ડ થયેલા અધિકારીઓની અટક કરી પૂછપરછ કરાઇ રહી છે. ત્યારે ટાઉન પ્લાનર એમડી સાગઠીયાની પણ ધરપકડ કરવામાં આવી છે. તેમાં સાગઠીયા સાથે ATP મુકેશ મકવાણા, ફાયર બ્રિગેડના ડેપ્યુટી અધિકારી ભીખા ઠેબાની ધરપકડ કરાઇ છે. તાત્કાલિક PI જે.વી.ધોળા અને વણઝારાની અટકાયત થઇ તાત્કાલિક PI જે.વી.ધોળા અને વણઝારાની અટકાયત થઇ છે. તેમજ સરકાર દ્વારા વધુ કડક પગલાં ભરી રાજકોટ મહાપાલિકાના ટાઉન પ્લાનર એમડી સાગઠીયાની અટકાયત કરી તેમની ધરપકડ કરવામાં આવી છે. તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા તાત્કાલિક પીઆઈ જે.વી. ધોળા અને વણઝારાની અટકાયત કરી તેને પૂછપરછ માટે રાજકોટ લાવવામાં આવ્યા છે. રાજકોટમાં શનિવારે સાંજે 5.30 કલાક આસપાસ TRP ગેમ્સ ઝોનમાં ગોઝારી આગ લાગી હતી. જેમાં અગ્નિકાંડમાં કુલ 27 લોકોના મોત નીપજ્યા છે. હવે રિમાન્ડ પુરા થતા ચોંકાવનારા ખુલાસા થઇ શકે છે અગ્નિ કાંડને લઈને સરકાર એક્શન મોડમાં આવી છે. અગ્નિકાંડ સાથે સીધા જોડાયેલા ગેમઝોનના ભાગીદારોની એક બાદ એક ધરપકડ કરવામાં આવી રહી છે. તેમજ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા જે કોર્ટે દ્વારા મંજૂર કરાયા છે. ત્યારે હવે રિમાન્ડ પુરા થતા ચોંકાવનારા ખુલાસા થઇ શકે છે.

Rajkot TRP Game Zone અગ્નિકાંડમાં જાણો અત્યાર સુધી શું થઇ કાર્યવાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અગ્નિકાંડ બાદ તપાસ માટે SITની કરાઈ હતી રચના
  • પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહિતની બદલી થઈ
  • ઉચ્ચ અધિકારીઓની બદલી સાથે 2 PI સસ્પેન્ડ

રાજકોટ TRP ગેમઝોનમાં અત્યાર સુધીની કાર્યવાહી જાણો. જેમાં ગેમઝોન અગ્નિકાંડ બાદ તપાસ માટે SITની રચના કરાઈ હતી. તેમજ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહિતની બદલી થઈ છે. તેમાં જોઈન્ટ CP વિધિ ચૌધરી, DCP સુધીર દેસાઈની બદલી કરવામાં આવી છે. તેમજ મ્યુ. કમિશનર આનંદ પટેલની પણ તાત્કાલિક બદલી કરાઇ હતી.

ઉચ્ચ અધિકારીઓની બદલી સાથે 2 PI સસ્પેન્ડ કરાયા

ઉચ્ચ અધિકારીઓની બદલી સાથે 2 PI સસ્પેન્ડ કરાયા છે. તેમજ 2 TP અધિકારીઓ, ફાયર અધિકારી પણ સસ્પેન્ડ થયા છે. તથા 2 માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સસ્પેન્ડ થયા છે. ગેમઝોનના ભાગીદારોની એક બાદ એકની ધરપકડ કરવામાં આવી રહી છે. જેમાં પાર્ટી પ્લોટના માલિક કિરીટસિંહ જાડેજાની પણ ધરપકડ કરાઇ છે. તથા સસ્પેન્ડ થયેલા અધિકારીઓની અટક કરી પૂછપરછ કરાઇ રહી છે. ત્યારે ટાઉન પ્લાનર એમડી સાગઠીયાની પણ ધરપકડ કરવામાં આવી છે. તેમાં સાગઠીયા સાથે ATP મુકેશ મકવાણા, ફાયર બ્રિગેડના ડેપ્યુટી અધિકારી ભીખા ઠેબાની ધરપકડ કરાઇ છે.

તાત્કાલિક PI જે.વી.ધોળા અને વણઝારાની અટકાયત થઇ

તાત્કાલિક PI જે.વી.ધોળા અને વણઝારાની અટકાયત થઇ છે. તેમજ સરકાર દ્વારા વધુ કડક પગલાં ભરી રાજકોટ મહાપાલિકાના ટાઉન પ્લાનર એમડી સાગઠીયાની અટકાયત કરી તેમની ધરપકડ કરવામાં આવી છે. તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા તાત્કાલિક પીઆઈ જે.વી. ધોળા અને વણઝારાની અટકાયત કરી તેને પૂછપરછ માટે રાજકોટ લાવવામાં આવ્યા છે. રાજકોટમાં શનિવારે સાંજે 5.30 કલાક આસપાસ TRP ગેમ્સ ઝોનમાં ગોઝારી આગ લાગી હતી. જેમાં અગ્નિકાંડમાં કુલ 27 લોકોના મોત નીપજ્યા છે.

હવે રિમાન્ડ પુરા થતા ચોંકાવનારા ખુલાસા થઇ શકે છે

અગ્નિ કાંડને લઈને સરકાર એક્શન મોડમાં આવી છે. અગ્નિકાંડ સાથે સીધા જોડાયેલા ગેમઝોનના ભાગીદારોની એક બાદ એક ધરપકડ કરવામાં આવી રહી છે. તેમજ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા જે કોર્ટે દ્વારા મંજૂર કરાયા છે. ત્યારે હવે રિમાન્ડ પુરા થતા ચોંકાવનારા ખુલાસા થઇ શકે છે.