Vadodara News: સાયબર ક્રાઇમને લઈને SPનો ખુલાસો, 5 મહિનામાં 500 કરોડના ફ્રોડ

સમગ્ર ગુજરાતમાં રાજ્યમાં 27000 જેટલા સાયબર ફ્રોડજાન્યુઆરીથી મે-2024માં 500 કરોડના ફ્રોડનો રિપોર્ટ કરાયો 250 કરોડના શેરમાર્કેટ ફ્રોડ અને 20 કરોડના OTP ફ્રોડ એક તરફ ગુજરાતની સાથે સાથે દેશ ડિજિટલ ક્રાંતિ તરફ આગળ વધી રહ્યો છે તો બીજી બાજુ રાજ્યમાં સાયબર ક્રાઇમના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. ત્યારે, વડોદરા જિલ્લામાં વધી રહેલા સાયબર ક્રાઇમ અને સાયબર ફ્રોડને લઈને વડોદરા જિલ્લા એસપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને ચોંકાવનારી માહિતી આપવામાં આવી છે. વડોદરા જિલ્લા એસપી રોહન આનંદ દ્વારા માહિતી આપવામાં આવી છે કે જિલ્લામાં છેલ્લા કેટલાંક સમયથી સાયબર ફ્રોડના કિસ્સાઓ વધ્યા છે. જનતાને સાયબર ફ્રોડથી બચાવવા માટે સાયબર ફ્રોડનો નંબર 1930 કાર્યરત છે. એસપીએ વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે હાલ જાન્યુઆરીથી મે-2024માં ગુજરાતમાં 500 કરોડના ફ્રોડનો રિપોર્ટ થયો છે. રાજ્યમાં 27000 જેટલા સાયબર ફ્રોડ કરવામાં આવ્યા છે. જેમાં ક્રેડિટ કાર્ડ, OTP સહિતના ફ્રોડનો સમાવેશ થાય છે. તો વધુમાં SP દ્વારા માહિતી આપવામાં આવી છે કે સૌથી વધારે શેર માર્કેટના નામે ફ્રોડ કરવામાં આવ્યા છે જેમાં 250 કરોડની છેતરપિંડી આચરવામાં આવી છે. તો, સાથે સાથે, OTPને લગતા 20 કરોડના ફ્રોડ આચરવામાં આવ્યા છે. ક્રેડિટ કાર્ડને લગતા 30 કરોડના ફ્રોડ કરવામાં આવ્યા છે. સાયબર ક્રિમીનલ્સની ચાલકીઓને લઈને વાકેફ કરતાં SP એ જણાવ્યું હતું કે સાયબર ફ્રોડથી બચવા માટે તમારા OTP કે પાસવર્ડ કોઈને આપશો નહીં. તેમજ અનવેરીફાઇડ લિંક પર ક્યારેય ક્લિક કરવું નહીં. વધુમાં બેન્કિંગ સેફટીને લઈને SP એ જણાવ્યું હતું કે નેટ બેન્કિંગ અને ઓનલાઈન પાસવર્ડ ચેન્જ કરતા રહેવું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો સાયબર ફ્રોડ થાય તો તેની માહિતી તુરંત પોતાની બેંકને અથવા 1930 પર ફોન કરીને ફરિયાદ કરવી. તો, વધુમાં SPએ કરજણ વિઝા ફ્રોડની ઘટનાને લઈને પણ માહિતી આપતા જણાવ્યું છે કે ગુજરાતમાં ઘણી એજન્સીઓ વિઝાનું કામ કરે છે. જેમાં, જેમાં કોઈ ઓળખાણ ન હોવા છતાં લોકો વિઝાના ફ્રોડમાં ફસાઈ જાય છે. કરજણમાં આવો જ કિસ્સો સામે આવ્યો છે. એક મહિલા દ્વારા વિઝા આપવાના નામે ફ્રોડ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ દાખલ થઈ છે. હાલમાં મહિલા અને તેના પિતા બંને ફરાર છે અને પોલીસ બંને આરોપીઓની શોધખોળ કરી રહી છે.

Vadodara News: સાયબર ક્રાઇમને લઈને SPનો ખુલાસો, 5 મહિનામાં 500 કરોડના ફ્રોડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સમગ્ર ગુજરાતમાં રાજ્યમાં 27000 જેટલા સાયબર ફ્રોડ
  • જાન્યુઆરીથી મે-2024માં 500 કરોડના ફ્રોડનો રિપોર્ટ કરાયો
  • 250 કરોડના શેરમાર્કેટ ફ્રોડ અને 20 કરોડના OTP ફ્રોડ

એક તરફ ગુજરાતની સાથે સાથે દેશ ડિજિટલ ક્રાંતિ તરફ આગળ વધી રહ્યો છે તો બીજી બાજુ રાજ્યમાં સાયબર ક્રાઇમના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. ત્યારે, વડોદરા જિલ્લામાં વધી રહેલા સાયબર ક્રાઇમ અને સાયબર ફ્રોડને લઈને વડોદરા જિલ્લા એસપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને ચોંકાવનારી માહિતી આપવામાં આવી છે.

વડોદરા જિલ્લા એસપી રોહન આનંદ દ્વારા માહિતી આપવામાં આવી છે કે જિલ્લામાં છેલ્લા કેટલાંક સમયથી સાયબર ફ્રોડના કિસ્સાઓ વધ્યા છે. જનતાને સાયબર ફ્રોડથી બચાવવા માટે સાયબર ફ્રોડનો નંબર 1930 કાર્યરત છે. એસપીએ વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે હાલ જાન્યુઆરીથી મે-2024માં ગુજરાતમાં 500 કરોડના ફ્રોડનો રિપોર્ટ થયો છે. રાજ્યમાં 27000 જેટલા સાયબર ફ્રોડ કરવામાં આવ્યા છે. જેમાં ક્રેડિટ કાર્ડ, OTP સહિતના ફ્રોડનો સમાવેશ થાય છે.

તો વધુમાં SP દ્વારા માહિતી આપવામાં આવી છે કે સૌથી વધારે શેર માર્કેટના નામે ફ્રોડ કરવામાં આવ્યા છે જેમાં 250 કરોડની છેતરપિંડી આચરવામાં આવી છે. તો, સાથે સાથે, OTPને લગતા 20 કરોડના ફ્રોડ આચરવામાં આવ્યા છે. ક્રેડિટ કાર્ડને લગતા 30 કરોડના ફ્રોડ કરવામાં આવ્યા છે.

સાયબર ક્રિમીનલ્સની ચાલકીઓને લઈને વાકેફ કરતાં SP એ જણાવ્યું હતું કે સાયબર ફ્રોડથી બચવા માટે તમારા OTP કે પાસવર્ડ કોઈને આપશો નહીં. તેમજ અનવેરીફાઇડ લિંક પર ક્યારેય ક્લિક કરવું નહીં. વધુમાં બેન્કિંગ સેફટીને લઈને SP એ જણાવ્યું હતું કે નેટ બેન્કિંગ અને ઓનલાઈન પાસવર્ડ ચેન્જ કરતા રહેવું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો સાયબર ફ્રોડ થાય તો તેની માહિતી તુરંત પોતાની બેંકને અથવા 1930 પર ફોન કરીને ફરિયાદ કરવી.

તો, વધુમાં SPએ કરજણ વિઝા ફ્રોડની ઘટનાને લઈને પણ માહિતી આપતા જણાવ્યું છે કે ગુજરાતમાં ઘણી એજન્સીઓ વિઝાનું કામ કરે છે. જેમાં, જેમાં કોઈ ઓળખાણ ન હોવા છતાં લોકો વિઝાના ફ્રોડમાં ફસાઈ જાય છે. કરજણમાં આવો જ કિસ્સો સામે આવ્યો છે. એક મહિલા દ્વારા વિઝા આપવાના નામે ફ્રોડ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ દાખલ થઈ છે. હાલમાં મહિલા અને તેના પિતા બંને ફરાર છે અને પોલીસ બંને આરોપીઓની શોધખોળ કરી રહી છે.