Gujarat News:રૂપાલા નહીં હટે તો પક્ષ વિરોધી વોટિંગના શપથ લીધા: પદ્મીનીબા

ક્ષત્રિય સમાજના આગેવાન પદ્મીનીબા રાણાનું નિવેદન રૂપાલા નહીં હટે તો રેલો દિલ્હી સુધી જશે રૂપાલાને હટાવો નહીં તો દિલ્હી સુધી જઈશું પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ આકરા પાણીએ છે. જેમાં ક્ષત્રિય સમાજના આગેવાન પદ્મીનીબા રાણાનું નિવેદન સામે આવ્યું છે. ત્યારે પદ્મીનીબા રાણાએ જણાવ્યું છે કે રૂપાલા નહીં હટે તો રેલો દિલ્હી સુધી જશે. રૂપાલા નહીં હટે તો પક્ષ વિરોધી વોટિંગના શપથ લીધા છે. રૂપાલાને હટાવો નહીં તો દિલ્હી સુધી જઈશું: પદ્મીનીબા રૂપાલાને હટાવો નહીં તો દિલ્હી સુધી જઈશું. રાજકોટ મહાસંમેલનમાં રૂપાલા નહીં હટે તો પક્ષ વિરોધી વોટિંગના શપથ લીધા છે. ક્ષત્રિય સમાજમાં પરશોત્તમ રૂપાલા સામેના રોષ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ગઈકાલની સભાને લઈ સરકારે તમામ માહિતીઓ મંગાવી છે. તેમાં રાજ્ય અને અન્ય રાજ્યના કેટલા આગેવાનો હતા તે માહિતી મંગાવામાં આવી છે. તેમજ કયા કયા રાજવીઓ સંમેલનમાં હતા તે માહિતી મંગાવાઈ છે. સંમેલન પર ગુજરાતના ટોચના અધિકારીઓની ચાંપતી નજર છે. રાજ્યના ગૃહ વિભાગ અને સરકારને રિપોર્ટ મોકલવામાં આવ્યો રાજકોટ ક્ષત્રિય સમાજની મહાસભાને લઈ સરકાર દ્વારા તમામ માહિતીઓ મંગાવવામાં આવી છે. રાજ્યની ખાનગી એજન્સીઓ પાસેથી ક્ષત્રિય સમાજના કેટલાક લોકો ઉપસ્થિત હતા તેની તમામ જાણકારી આપવામાં આવશે. ગીરાસદાર ક્ષત્રિય સમાજ ઉપરાંત કાઠી ક્ષત્રિય સમાજ, નડોદા, ગુર્જર, કારડીયા, હાટી દરબાર ઉપરાંત કઈ કઈ જ્ઞાતિના આગેવાનો અને લોકો હાજર રહ્યા તે વિશે તપાસ કરાઇ રહી છે. આઈબી સહિતની એજન્સીઓ દ્વારા રાજ્યના ગૃહ વિભાગ અને સરકારને રિપોર્ટ મોકલવામાં આવ્યો છે. 

Gujarat News:રૂપાલા નહીં હટે તો પક્ષ વિરોધી વોટિંગના શપથ લીધા: પદ્મીનીબા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ક્ષત્રિય સમાજના આગેવાન પદ્મીનીબા રાણાનું નિવેદન
  • રૂપાલા નહીં હટે તો રેલો દિલ્હી સુધી જશે
  • રૂપાલાને હટાવો નહીં તો દિલ્હી સુધી જઈશું

પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ આકરા પાણીએ છે. જેમાં ક્ષત્રિય સમાજના આગેવાન પદ્મીનીબા રાણાનું નિવેદન સામે આવ્યું છે. ત્યારે પદ્મીનીબા રાણાએ જણાવ્યું છે કે રૂપાલા નહીં હટે તો રેલો દિલ્હી સુધી જશે. રૂપાલા નહીં હટે તો પક્ષ વિરોધી વોટિંગના શપથ લીધા છે.

રૂપાલાને હટાવો નહીં તો દિલ્હી સુધી જઈશું: પદ્મીનીબા

રૂપાલાને હટાવો નહીં તો દિલ્હી સુધી જઈશું. રાજકોટ મહાસંમેલનમાં રૂપાલા નહીં હટે તો પક્ષ વિરોધી વોટિંગના શપથ લીધા છે. ક્ષત્રિય સમાજમાં પરશોત્તમ રૂપાલા સામેના રોષ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ગઈકાલની સભાને લઈ સરકારે તમામ માહિતીઓ મંગાવી છે. તેમાં રાજ્ય અને અન્ય રાજ્યના કેટલા આગેવાનો હતા તે માહિતી મંગાવામાં આવી છે. તેમજ કયા કયા રાજવીઓ સંમેલનમાં હતા તે માહિતી મંગાવાઈ છે. સંમેલન પર ગુજરાતના ટોચના અધિકારીઓની ચાંપતી નજર છે.

રાજ્યના ગૃહ વિભાગ અને સરકારને રિપોર્ટ મોકલવામાં આવ્યો

રાજકોટ ક્ષત્રિય સમાજની મહાસભાને લઈ સરકાર દ્વારા તમામ માહિતીઓ મંગાવવામાં આવી છે. રાજ્યની ખાનગી એજન્સીઓ પાસેથી ક્ષત્રિય સમાજના કેટલાક લોકો ઉપસ્થિત હતા તેની તમામ જાણકારી આપવામાં આવશે. ગીરાસદાર ક્ષત્રિય સમાજ ઉપરાંત કાઠી ક્ષત્રિય સમાજ, નડોદા, ગુર્જર, કારડીયા, હાટી દરબાર ઉપરાંત કઈ કઈ જ્ઞાતિના આગેવાનો અને લોકો હાજર રહ્યા તે વિશે તપાસ કરાઇ રહી છે. આઈબી સહિતની એજન્સીઓ દ્વારા રાજ્યના ગૃહ વિભાગ અને સરકારને રિપોર્ટ મોકલવામાં આવ્યો છે.