Ahmedabadમાં પાંજરાપોળ ચાર રસ્તા પાસે કોર્પોરેશને વૃક્ષો કાપતા સ્થાનિકોનો વિરોધ યથાવત

પાંજરાપોળ ચાર રસ્તા પર ઓવરબ્રિજ બનાવવાનો હોવાથી વૃક્ષો કાપ્યા પર્યાવરણ પ્રેમીઓએ શાંતીપૂર્ણ માહોલમાં કર્યો વિરોધ અત્યાર સુધીમાં અહીંયા 5 થી વધુ વૃક્ષો કાપી નાખ્યા અમદાવાદના પોશ વિસ્તાર એવા IIM રોડથી પાંજરા પોળ સુધી એએમસી દ્રારા વૃક્ષો કાપી નખાતા સ્થાનિકોએ વિરોધ કર્યો છે,બ્રિજ બનાવવાની કામગીરીને લઈ વૃક્ષો દૂર કરવામાં આવ્યા છે.એક બાજુ વૃક્ષારોપણના દાવા તો બીજી બાજુ વૃક્ષોનું નિકંદન કરાઈ રહ્યું છે.સ્થાનિકોએ આજે રજાના એટલે કે રવિવારના દિવસે ભેગા થઈને વિરોધ કર્યો હતો. મોડી રાતથી વૃક્ષો કાપવાની કામગીરી કરાઈ હતી રાત્રે દશ વાગ્યાની આસપાસ કેટલાક લોકોએ વૃક્ષોને કાપવાની શરૂઆત કરી દીધી હતી. અમે જ્યારે પુછ્યું કે વૃક્ષો કેમ કાપો છો ? ત્યારે એમણે એક લેટર બતાવ્યો અને ક્હ્યું મે એ.એમ.સીના કોન્ટ્રાક્ટરો છીએ. 91 જેટલા વૃક્ષો કાપવાની મારી પાસે પરવાનગી છે. એ વખતે એ લોકોએ બે વૃક્ષો કાપી ચૂક્યા હતા. કાપેલા વૃક્ષો જોઈ બધાએ વિરોધ શરૂ કર્યો. એ દરમિયાન ઘણાં માળા ઝાડ પરથી નીચે પડેલા જોવા મળ્યા. IIM વિસ્તારમાં 90 વૃક્ષો પર ચોકડી મારવામાં આવી એક તરફ સરકાર દ્વારા વૃક્ષો વાવો અને ઑક્સિજન મેળવોનું સૂત્ર આપવામાં આવે છે ત્યારે બીજી તરફ માનવ વસ્તી વધી રહી છે અને વિકાસના નામે વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. ખાસ અમદાવાદના IIM વિસ્તારમાં આવેલ 90 જેટલા વૃક્ષો પર ચોકડી મારવામાં આવી છે અને આ ચોકડી જ્યાં મારી છે એ તમામ ઝાડ કાપી નાખવામાં આવશે અને તેની શરૂઆત પણ થઈ ગઈ છે. સ્થાનિકો અને પર્યાવરણ પ્રેમીઓનો વિરોધ રાત્રિ દરમિયાન IIM ખાતે વૃક્ષો કાપવાનો સ્થાનિકો અને પર્યાવરણ પ્રેમીઓએ વિરોધ કરતા આખરે AMC તંત્રે ઝાડ કાપવાની કામગીરી અટકાવી હતી. પરંતુ, એ વાત ચોક્કસ છે કે આ જ વિસ્તારમાં AMC એ બોર્ડ લગાવાયા હતા કે લાખો વૃક્ષો વાવીને પર્યાવરણનું જતન કરીએ અને ઑક્સિજન મેળવવીએ પરંતુ IIM વિસ્તારમાં આવેલા ઘટાદાર વૃક્ષોને કાપવા માટે થડ પર તંત્ર દ્વારા ચોકડીનું નિશાન કરવામાં આવ્યું છે. ભરૂચમાં પણ 30 દિવસ પહેલા વૃક્ષો કપાયા ભરૂચના રચનાનગરના મક્તમપુર થી ધમૅનગરને જોડતા માર્ગ પર પર્યાવરણ દિવસે 15 થી 20 વૃક્ષોને કૃષિ યુનિવર્સિટીએ દીવાલ બનાવવા માટે કાપ્યા હોવાના આક્ષેપો સાથે સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો.આ મામલે સ્થાનિકોએ વિરોધ નોંધાવી પોલીસ બોલાવી કામગીરી બંધ કરાવી હતી.

Ahmedabadમાં પાંજરાપોળ ચાર રસ્તા પાસે કોર્પોરેશને વૃક્ષો કાપતા સ્થાનિકોનો વિરોધ યથાવત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પાંજરાપોળ ચાર રસ્તા પર ઓવરબ્રિજ બનાવવાનો હોવાથી વૃક્ષો કાપ્યા
  • પર્યાવરણ પ્રેમીઓએ શાંતીપૂર્ણ માહોલમાં કર્યો વિરોધ
  • અત્યાર સુધીમાં અહીંયા 5 થી વધુ વૃક્ષો કાપી નાખ્યા

અમદાવાદના પોશ વિસ્તાર એવા IIM રોડથી પાંજરા પોળ સુધી એએમસી દ્રારા વૃક્ષો કાપી નખાતા સ્થાનિકોએ વિરોધ કર્યો છે,બ્રિજ બનાવવાની કામગીરીને લઈ વૃક્ષો દૂર કરવામાં આવ્યા છે.એક બાજુ વૃક્ષારોપણના દાવા તો બીજી બાજુ વૃક્ષોનું નિકંદન કરાઈ રહ્યું છે.સ્થાનિકોએ આજે રજાના એટલે કે રવિવારના દિવસે ભેગા થઈને વિરોધ કર્યો હતો.

મોડી રાતથી વૃક્ષો કાપવાની કામગીરી કરાઈ હતી

રાત્રે દશ વાગ્યાની આસપાસ કેટલાક લોકોએ વૃક્ષોને કાપવાની શરૂઆત કરી દીધી હતી. અમે જ્યારે પુછ્યું કે વૃક્ષો કેમ કાપો છો ? ત્યારે એમણે એક લેટર બતાવ્યો અને ક્હ્યું મે એ.એમ.સીના કોન્ટ્રાક્ટરો છીએ. 91 જેટલા વૃક્ષો કાપવાની મારી પાસે પરવાનગી છે. એ વખતે એ લોકોએ બે વૃક્ષો કાપી ચૂક્યા હતા. કાપેલા વૃક્ષો જોઈ બધાએ વિરોધ શરૂ કર્યો. એ દરમિયાન ઘણાં માળા ઝાડ પરથી નીચે પડેલા જોવા મળ્યા.


IIM વિસ્તારમાં 90 વૃક્ષો પર ચોકડી મારવામાં આવી

એક તરફ સરકાર દ્વારા વૃક્ષો વાવો અને ઑક્સિજન મેળવોનું સૂત્ર આપવામાં આવે છે ત્યારે બીજી તરફ માનવ વસ્તી વધી રહી છે અને વિકાસના નામે વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. ખાસ અમદાવાદના IIM વિસ્તારમાં આવેલ 90 જેટલા વૃક્ષો પર ચોકડી મારવામાં આવી છે અને આ ચોકડી જ્યાં મારી છે એ તમામ ઝાડ કાપી નાખવામાં આવશે અને તેની શરૂઆત પણ થઈ ગઈ છે.

સ્થાનિકો અને પર્યાવરણ પ્રેમીઓનો વિરોધ

રાત્રિ દરમિયાન IIM ખાતે વૃક્ષો કાપવાનો સ્થાનિકો અને પર્યાવરણ પ્રેમીઓએ વિરોધ કરતા આખરે AMC તંત્રે ઝાડ કાપવાની કામગીરી અટકાવી હતી. પરંતુ, એ વાત ચોક્કસ છે કે આ જ વિસ્તારમાં AMC એ બોર્ડ લગાવાયા હતા કે લાખો વૃક્ષો વાવીને પર્યાવરણનું જતન કરીએ અને ઑક્સિજન મેળવવીએ પરંતુ IIM વિસ્તારમાં આવેલા ઘટાદાર વૃક્ષોને કાપવા માટે થડ પર તંત્ર દ્વારા ચોકડીનું નિશાન કરવામાં આવ્યું છે.

ભરૂચમાં પણ 30 દિવસ પહેલા વૃક્ષો કપાયા

ભરૂચના રચનાનગરના મક્તમપુર થી ધમૅનગરને જોડતા માર્ગ પર પર્યાવરણ દિવસે 15 થી 20 વૃક્ષોને કૃષિ યુનિવર્સિટીએ દીવાલ બનાવવા માટે કાપ્યા હોવાના આક્ષેપો સાથે સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો.આ મામલે સ્થાનિકોએ વિરોધ નોંધાવી પોલીસ બોલાવી કામગીરી બંધ કરાવી હતી.