Jethalal Bharwad: પોલીસ કોન્સ્ટેબલથી ધારાસભ્ય સુધીની જાણો સફર

ચેરમેનની ચૂંટણીમાં 21 ડિરેકટરોએ મતદાન કર્યુ બિનહરીફ થયા બાદ ચેરમેન તરીકે ચૂંટાયા પોલીસ કોન્સ્ટેબલથી ધારાસભ્ય સુધીની જાણો સફર પોલીસ કોન્સ્ટેબલમાંથી ધારાસભ્યપદ સુધી પહોંચનારા જેઠા ભરવાડ સતત સમાચારમાં રહ્યા છે. જેઠાભાઈ ભરવાડ નાફેડના ચેરમેન બન્યા છે. ચેરમેનની ચૂંટણીમાં 21 ડિરેકટરોએ મતદાન કર્યુ બિનહરીફ થયા બાદ ચેરમેન તરીકે ચૂંટાયા જેઠાભાઈ ભરવાડ ત્યારે જાણીએ કે કોણ છે જેઠાલાલ ભરવાડ.પોલીસ કોન્સ્ટેબલથી ધારાસભ્ય સુધીની જાણો સફર નાફેડમાં ડાયરેક્ટરની ચૂંટણી માટે 21 મેં એ દિલ્હીમાં મતદાન થયું હતું.આ ચૂંટણી માટે ગુજરાતમાંથી કૂલ 210 મતદારો મતદાન કરશે. મહત્વનું છે કે, પ્રદેશ ભાજપ પ્રમુખે સહકારી ક્ષેત્રમાં ભાજપ નેતા આવે તેવો અભિગમ લઈને મેન્ડેટ પ્રથા શરૂ કરી છે.જો કે ઇફકોમાં મેન્ડેડનાં વિવાદ બાદ નાફેડમાં ભાજપે સત્તાવાર મેન્ડેડ આપ્યા નથી. જાણકારી મુજબ આ ચૂંટણીમાં ભાજપ દ્વારા સર્વસંમતિના પ્રયાસો કરવામા આવી રહ્યો છે.જેમાં મોહન કુંડારિયા ડાયરેકટર પદે બિનહરીફ ચૂંટાયા છે. પોલીસ કોન્સ્ટેબલથી ધારાસભ્ય સુધીની જાણો સફર 72 વર્ષીય જેઠાભાઈ ભરવાડ પોલીસ કોન્સ્ટેબલમાંથી ધારાસભ્યપદ સુધી પહોંચનારા સતત ચર્ચામાં રહ્યા છે. ગુજરાત વિધાનસભાની 2012ની ચૂંટણીમાં અંતિમ તબક્કામાં શહેરા વિધાનસભા સીટનાં તરસંગ ગામે જૂથ અથડામણની ઘટનામાં તેઓ સૌથી વધારે ચર્ચામાં આવ્યા હતા. શહેરા બેઠક પરથી જીત્યા હતા જેઠા ભરવાડ પંચમહાલ જિલ્લાની પાંચ બેઠકોમાં શહેરા બેઠક ચર્ચાના કેન્દ્રમાં રહી હતી. અહીં ભાજપે ક્ષત્રિય ઉમેદવારને ટિકિટ ન આપતા આ બેઠક ચર્ચામાં રહી હતી. ભાજપે ફરી સીટીંગ MLA જેઠા ભરવાડને ટિકિટ આપી હતી. આ બેઠક પર ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો. કોંગ્રેસ આ બેઠક પર ખાતુભાઈ પગીને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા, જ્યારે આમ આદમી પાર્ટીએ તખતસિંહ સોલંકીને ટિકિટ આપી હતી. જોકે, આ ચૂંટણીમાં શહેરા બેઠક પરથી પોલીસ-કોન્સ્ટેબલમાંથી ધારાસભ્યપદ સુધી પહોંચનારા જેઠાભાઈ ભરવાડ બાજી મારી ગયા હતા. શહેરાની જનતા ફરી એકવાર જેઠા ભરવાડને ચૂટી લાવતા તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો. કોણ છે જેઠા ભરવાડ? શહેરા ભાજપના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી હતી. તેઓ 1998થી 2022 સુધી 6 વાર શહેરા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા હતા. વર્ષ 1998માં જેઠાભાઈ ભરવાડ સમાજવાદી પક્ષ તરફથી ચૂંટાઈને આવ્યા હતા. વર્ષ 2002માં તેઓ ભારતીય જનતા પાર્ટી તરફથી આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને અને કોંગ્રેસ ઉમેદવાર છત્રસિંહને હરાવ્યા હતા. ત્યારથી લઈને વર્ષ 2022 સુધી જેઠાભાઈ આ બેઠક પર જીતતા આવ્યા છે.

Jethalal Bharwad: પોલીસ કોન્સ્ટેબલથી ધારાસભ્ય સુધીની જાણો સફર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ચેરમેનની ચૂંટણીમાં 21 ડિરેકટરોએ મતદાન કર્યુ
  • બિનહરીફ થયા બાદ ચેરમેન તરીકે ચૂંટાયા
  • પોલીસ કોન્સ્ટેબલથી ધારાસભ્ય સુધીની જાણો સફર

પોલીસ કોન્સ્ટેબલમાંથી ધારાસભ્યપદ સુધી પહોંચનારા જેઠા ભરવાડ સતત સમાચારમાં રહ્યા છે. જેઠાભાઈ ભરવાડ નાફેડના ચેરમેન બન્યા છે. ચેરમેનની ચૂંટણીમાં 21 ડિરેકટરોએ મતદાન કર્યુ બિનહરીફ થયા બાદ ચેરમેન તરીકે ચૂંટાયા જેઠાભાઈ ભરવાડ ત્યારે જાણીએ કે કોણ છે જેઠાલાલ ભરવાડ.

પોલીસ કોન્સ્ટેબલથી ધારાસભ્ય સુધીની જાણો સફર

નાફેડમાં ડાયરેક્ટરની ચૂંટણી માટે 21 મેં એ દિલ્હીમાં મતદાન થયું હતું.આ ચૂંટણી માટે ગુજરાતમાંથી કૂલ 210 મતદારો મતદાન કરશે. મહત્વનું છે કે, પ્રદેશ ભાજપ પ્રમુખે સહકારી ક્ષેત્રમાં ભાજપ નેતા આવે તેવો અભિગમ લઈને મેન્ડેટ પ્રથા શરૂ કરી છે.જો કે ઇફકોમાં મેન્ડેડનાં વિવાદ બાદ નાફેડમાં ભાજપે સત્તાવાર મેન્ડેડ આપ્યા નથી. જાણકારી મુજબ આ ચૂંટણીમાં ભાજપ દ્વારા સર્વસંમતિના પ્રયાસો કરવામા આવી રહ્યો છે.જેમાં મોહન કુંડારિયા ડાયરેકટર પદે બિનહરીફ ચૂંટાયા છે.

પોલીસ કોન્સ્ટેબલથી ધારાસભ્ય સુધીની જાણો સફર

72 વર્ષીય જેઠાભાઈ ભરવાડ પોલીસ કોન્સ્ટેબલમાંથી ધારાસભ્યપદ સુધી પહોંચનારા સતત ચર્ચામાં રહ્યા છે. ગુજરાત વિધાનસભાની 2012ની ચૂંટણીમાં અંતિમ તબક્કામાં શહેરા વિધાનસભા સીટનાં તરસંગ ગામે જૂથ અથડામણની ઘટનામાં તેઓ સૌથી વધારે ચર્ચામાં આવ્યા હતા.

શહેરા બેઠક પરથી જીત્યા હતા જેઠા ભરવાડ

પંચમહાલ જિલ્લાની પાંચ બેઠકોમાં શહેરા બેઠક ચર્ચાના કેન્દ્રમાં રહી હતી. અહીં ભાજપે ક્ષત્રિય ઉમેદવારને ટિકિટ ન આપતા આ બેઠક ચર્ચામાં રહી હતી. ભાજપે ફરી સીટીંગ MLA જેઠા ભરવાડને ટિકિટ આપી હતી. આ બેઠક પર ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો. કોંગ્રેસ આ બેઠક પર ખાતુભાઈ પગીને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા, જ્યારે આમ આદમી પાર્ટીએ તખતસિંહ સોલંકીને ટિકિટ આપી હતી. જોકે, આ ચૂંટણીમાં શહેરા બેઠક પરથી પોલીસ-કોન્સ્ટેબલમાંથી ધારાસભ્યપદ સુધી પહોંચનારા જેઠાભાઈ ભરવાડ બાજી મારી ગયા હતા. શહેરાની જનતા ફરી એકવાર જેઠા ભરવાડને ચૂટી લાવતા તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો.

કોણ છે જેઠા ભરવાડ?

શહેરા ભાજપના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી હતી. તેઓ 1998થી 2022 સુધી 6 વાર શહેરા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા હતા. વર્ષ 1998માં જેઠાભાઈ ભરવાડ સમાજવાદી પક્ષ તરફથી ચૂંટાઈને આવ્યા હતા. વર્ષ 2002માં તેઓ ભારતીય જનતા પાર્ટી તરફથી આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને અને કોંગ્રેસ ઉમેદવાર છત્રસિંહને હરાવ્યા હતા. ત્યારથી લઈને વર્ષ 2022 સુધી જેઠાભાઈ આ બેઠક પર જીતતા આવ્યા છે.