Rajkot TRP Game Zone Tragedy: કલેક્ટર પ્રભવ જોશીએ સરકારને સોંપ્યો રિપોર્ટ

કલેક્ટરના રિપોર્ટમાં અગ્નિકાંડમાં 27 લોકોના મોત 6 વ્યક્તિઓની ઓળખ હજૂ બાકી હોવાનો રિપોર્ટ2 પ્લોટની જગ્યામાં ચાલતો હતો TRP ગેમ ઝોન રાજકોટ TRP ગેમઝોન ખાતે 25મી મેના રોજ સર્જાયેલ અગ્નિકાંડમાં 28 લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે અને અનેક લોકો આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયા છે. સમગ્ર અગ્નિકાંડને લઈને ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચકચાર મચી ગઈ છે. તો આ અગ્નિકાંડને લઈને ઉચ્ચ સ્તરીય તપાસના આદેશો આપ્યા છે અને SITની રચના પણ કરવામાં આવી છે તો બીજી બાજુ રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા આ અગ્નિકાંડને લઈને પ્રથમ રિપોર્ટ આપ્યો છે અને સરકારને ઘટનાને લઈને ઘણી મહત્વની વિગતો આપી છે. રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ સરકારને રિપોર્ટ સોંપ્યો છે. કલેક્ટર પ્રભવ જોશીના રિપોર્ટમાં અગ્નિકાંડમાં 27 લોકોના મોત થયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવું છે કે આ ઘટનામાં 9 લોકો ઘાયલ થયા છે. તમામ ઇજાગ્રસ્તો હાલમાં સારવાર હેઠળ છે. તેમજ, મૃતક 27 લોકોમાંથી 6 લોકોની હજુ ઓળખ થઈ શકી નથી. તો સાથે સાથે રિપોર્ટમાં TRP ગેમઝોનને લઈને પણ માહિતી આપવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે TRP ગેમ ઝોન 2 પ્લોટની જગ્યામાં ચાલતો હતો. TRP ગેમ ઝોનના એક ઝોનમાં ગો કાર્ટ અને બીજા ઝોનમાં ગેમ ચાલતી હતી. 

Rajkot TRP Game Zone Tragedy: કલેક્ટર પ્રભવ જોશીએ સરકારને સોંપ્યો રિપોર્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કલેક્ટરના રિપોર્ટમાં અગ્નિકાંડમાં 27 લોકોના મોત
  • 6 વ્યક્તિઓની ઓળખ હજૂ બાકી હોવાનો રિપોર્ટ
  • 2 પ્લોટની જગ્યામાં ચાલતો હતો TRP ગેમ ઝોન

રાજકોટ TRP ગેમઝોન ખાતે 25મી મેના રોજ સર્જાયેલ અગ્નિકાંડમાં 28 લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે અને અનેક લોકો આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયા છે. સમગ્ર અગ્નિકાંડને લઈને ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચકચાર મચી ગઈ છે. તો આ અગ્નિકાંડને લઈને ઉચ્ચ સ્તરીય તપાસના આદેશો આપ્યા છે અને SITની રચના પણ કરવામાં આવી છે તો બીજી બાજુ રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા આ અગ્નિકાંડને લઈને પ્રથમ રિપોર્ટ આપ્યો છે અને સરકારને ઘટનાને લઈને ઘણી મહત્વની વિગતો આપી છે. 

રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ સરકારને રિપોર્ટ સોંપ્યો છે. કલેક્ટર પ્રભવ જોશીના રિપોર્ટમાં અગ્નિકાંડમાં 27 લોકોના મોત થયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવું છે કે આ ઘટનામાં 9 લોકો ઘાયલ થયા છે. તમામ ઇજાગ્રસ્તો હાલમાં સારવાર હેઠળ છે. તેમજ, મૃતક 27 લોકોમાંથી 6 લોકોની હજુ ઓળખ થઈ શકી નથી. 

તો સાથે સાથે રિપોર્ટમાં TRP ગેમઝોનને લઈને પણ માહિતી આપવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે TRP ગેમ ઝોન 2 પ્લોટની જગ્યામાં ચાલતો હતો. TRP ગેમ ઝોનના એક ઝોનમાં ગો કાર્ટ અને બીજા ઝોનમાં ગેમ ચાલતી હતી.