Ahmedabadમાં લકઝુરીયસ કારની ચોરી કરતી ગેંગને ઝોન 7 ડીસીપી સ્કોર્ડે ઝડપી

ચોરી થયેલી એક બલેનો કાર, બે BMW અને i20 ગાડી કબજે કરી મુખ્ય આરોપી યાસર ગાડી ચોરી કરી કરવા ધોરાજીથી બે સાગરીતો બોલાવ્યા ત્રણ લોકોની ટોળકીએ પાંચ જેટલી ગાડીઓ કરી ચોરી અમદાવાદના પોશ વિસ્તારમાં ગાડીની ચોરી કરતી ગેંગના ત્રણ આરોપીઓને અમદાવાદ ડીસીપી ઝોન-7ની સ્કોર્ડે ઝડપી પાડયા છે.મુખ્ય આરોપી યાસર ગાડીના કાચ રીપેરીંગનું કામ કરે છે.આરોપી યાસર બધા ગેરેજમાં ફરતો હોવાથી ગેરેજમાં પડી રહેલી ગાડીઓની વિગત મેળવી ચોરી કરતો. આરોપીઓ ગાડી વેચવાની ફીરાકમાં હતા અમદાવાદના એસજી હાઈવે પર છેલ્લા ઘણા સમયથી કારની ચોરી થવાની ઘટના બનતી હતી,આ ઘટનામાં અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ છે,ત્યારે ડીસીપી ઝોન 7 ની સ્કોર્ડે બાતમીના આધારે ત્રણ આરોપીની ધરપકડ કરી છે,મુખ્ય આરોપી યાસીન છે,જે ગાડીના કાચનું રીપેરીંગ કરે છે તો તેણે ધોરાજીથી અન્ય બે યુવકોને કારની ચોરી કરવા માટે બોલાવ્યા હતા,અને ચાર કારની ચોરી કરી હતી.તો આરોપીઓ લક્ઝુરીયસ ગાડી વેચવાના ફિરાકમાં હતા તે પહેલા પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. સરખેજમાંથી ચોરાઈ હતી મોંઘીદાટ કાર શહેરના શાંતિપુરા સર્કલ પાસે આવેલા બે ગેરેજમાંથી બે બીએમડબલ્યુ સહિત કુલ ત્રણ ગાડીઓની ચોરી થયાની ફરિયાદ સરખેજ પોલીસ મથકે નોંધવામાં આવી છે. કાર ચોરી કરતી કોઇ ચોક્કસ ગેંગ દ્વારા આ ચોરી કરવામાં આવી હોવાની શક્યતાને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. સાથેસાથે પોલીસને કેટલાંક સીસીટીવી ફુટેજ પણ મળી આવ્યા છે. શાંતિપુરા સર્કલ પાસે કાર સર્વિસના અનેક ગેરેજ આવેલા છે. જેમાં અલ્પાઇન વુડસમાં રહેતા જીત વર્માએ તેમની બીએમડબસલ્યુ કાર સર્વિસ માટે ગેરેજ ટેકમાં અશરફખાન રંગરેઝને આપી હતી. ગેરેજની બહાર ગાડીઓ રાખવી અસુરક્ષિત પોલીસે આ મામલે બંને ગેરેજમાં તપાસ કરી ત્યારે કેટલાક સીસીટીવી હાથ લાગ્યા હતા. જેમાં બે ચોર ગેરેજની આસપાસ દેખાયા હતા. આ બંને શખ્સોએ વહેલી સવારના સમયે ચોરીને અંજામ આપ્યો હતો. વહેલી સવારે અહીં અવર જવર ઓછી થતાં આરોપીઓએ તે સમયે ગાડી ચોરી કરી હતી. સાથે પોલીસનું માનવું છે કે આ વિસ્તારમાં ગાડીના અનેક ગોડાઉન આવેલા છે. જ્યાં ખાલી ફેન્સિંગ કરેલુ હોય છે, ક્યાંક ગાર્ડ હોવા છતાં પણ કોઇ સુરક્ષા રખાતી નથી. કેટલીક જગ્યાએ સીસીટીવીનો અભાવ હોય છે. જેના કારણે આ પ્રકારના બનાવ વધી રહ્યા છે. આ બંને કિસ્સામાં ગેરેજની બહાર ગાડીઓ મૂકાતી હોવાનું તસ્કરોના ધ્યાન આવ્યું હોવાથી રેકી કર્યા બાદ ચોરી કરી હોવાની થિયરી પર પોલીસે તપાસ તેજ કરી છે.  

Ahmedabadમાં લકઝુરીયસ કારની ચોરી કરતી ગેંગને ઝોન 7 ડીસીપી સ્કોર્ડે ઝડપી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ચોરી થયેલી એક બલેનો કાર, બે BMW અને i20 ગાડી કબજે કરી
  • મુખ્ય આરોપી યાસર ગાડી ચોરી કરી કરવા ધોરાજીથી બે સાગરીતો બોલાવ્યા
  • ત્રણ લોકોની ટોળકીએ પાંચ જેટલી ગાડીઓ કરી ચોરી

અમદાવાદના પોશ વિસ્તારમાં ગાડીની ચોરી કરતી ગેંગના ત્રણ આરોપીઓને અમદાવાદ ડીસીપી ઝોન-7ની સ્કોર્ડે ઝડપી પાડયા છે.મુખ્ય આરોપી યાસર ગાડીના કાચ રીપેરીંગનું કામ કરે છે.આરોપી યાસર બધા ગેરેજમાં ફરતો હોવાથી ગેરેજમાં પડી રહેલી ગાડીઓની વિગત મેળવી ચોરી કરતો.

આરોપીઓ ગાડી વેચવાની ફીરાકમાં હતા

અમદાવાદના એસજી હાઈવે પર છેલ્લા ઘણા સમયથી કારની ચોરી થવાની ઘટના બનતી હતી,આ ઘટનામાં અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ છે,ત્યારે ડીસીપી ઝોન 7 ની સ્કોર્ડે બાતમીના આધારે ત્રણ આરોપીની ધરપકડ કરી છે,મુખ્ય આરોપી યાસીન છે,જે ગાડીના કાચનું રીપેરીંગ કરે છે તો તેણે ધોરાજીથી અન્ય બે યુવકોને કારની ચોરી કરવા માટે બોલાવ્યા હતા,અને ચાર કારની ચોરી કરી હતી.તો આરોપીઓ લક્ઝુરીયસ ગાડી વેચવાના ફિરાકમાં હતા તે પહેલા પોલીસના હાથે ઝડપાઈ ગયા છે.

સરખેજમાંથી ચોરાઈ હતી મોંઘીદાટ કાર

શહેરના શાંતિપુરા સર્કલ પાસે આવેલા બે ગેરેજમાંથી બે બીએમડબલ્યુ સહિત કુલ ત્રણ ગાડીઓની ચોરી થયાની ફરિયાદ સરખેજ પોલીસ મથકે નોંધવામાં આવી છે. કાર ચોરી કરતી કોઇ ચોક્કસ ગેંગ દ્વારા આ ચોરી કરવામાં આવી હોવાની શક્યતાને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. સાથેસાથે પોલીસને કેટલાંક સીસીટીવી ફુટેજ પણ મળી આવ્યા છે. શાંતિપુરા સર્કલ પાસે કાર સર્વિસના અનેક ગેરેજ આવેલા છે. જેમાં અલ્પાઇન વુડસમાં રહેતા જીત વર્માએ તેમની બીએમડબસલ્યુ કાર સર્વિસ માટે ગેરેજ ટેકમાં અશરફખાન રંગરેઝને આપી હતી.

ગેરેજની બહાર ગાડીઓ રાખવી અસુરક્ષિત

પોલીસે આ મામલે બંને ગેરેજમાં તપાસ કરી ત્યારે કેટલાક સીસીટીવી હાથ લાગ્યા હતા. જેમાં બે ચોર ગેરેજની આસપાસ દેખાયા હતા. આ બંને શખ્સોએ વહેલી સવારના સમયે ચોરીને અંજામ આપ્યો હતો. વહેલી સવારે અહીં અવર જવર ઓછી થતાં આરોપીઓએ તે સમયે ગાડી ચોરી કરી હતી. સાથે પોલીસનું માનવું છે કે આ વિસ્તારમાં ગાડીના અનેક ગોડાઉન આવેલા છે. જ્યાં ખાલી ફેન્સિંગ કરેલુ હોય છે, ક્યાંક ગાર્ડ હોવા છતાં પણ કોઇ સુરક્ષા રખાતી નથી. કેટલીક જગ્યાએ સીસીટીવીનો અભાવ હોય છે. જેના કારણે આ પ્રકારના બનાવ વધી રહ્યા છે. આ બંને કિસ્સામાં ગેરેજની બહાર ગાડીઓ મૂકાતી હોવાનું તસ્કરોના ધ્યાન આવ્યું હોવાથી રેકી કર્યા બાદ ચોરી કરી હોવાની થિયરી પર પોલીસે તપાસ તેજ કરી છે.