Junagadh શહેરમાં સિંહની જોડી આવતા સ્થાનિકોમાં ભય ફેલાયો

બે સિંહો લટાર મારતા કેમેરામાં કેદ થયા જંગલમાં મચ્છરના ત્રાસથી કંટાળ્યા સિંહો સોસાયટીમાં સિંહો દેખાતા લોકોમાં ભય જૂનાગઢ શહેરમાં સિંહો આવી ચઢ્યા છે. જેમાં કામદાર સોસાયટીમાં સિંહો જોવા મળ્યા છે. તેમાં બે સિંહો લટાર મારતા કેમેરામાં કેદ થયા છે. ત્યારે જંગલમાં મચ્છરના ત્રાસથી સિંહો કંટાળ્યા છે. તેથી સોસાયટીમાં સિંહો દેખાતા લોકોમાં ભયનો માહોલ છે. જૂનાગઢ રેલવે ટ્રેક પર સિંહના આંટાફેરા વધ્યા અગાઉ જૂનાગઢ રેલવે ટ્રેક પર સિંહના આંટાફેરા વધ્યા હતા, જેમાં જંગલ વિસ્તારમાંથી સિંહ માનવ વસ્તી તરફ ખોરાકની શોધમાં આવતા હોય છે. ત્યારે જૂનાગઢના પ્લાસવા રેલવે ટ્રેક પર ડાલામથ્થો સિંહ દોડતો હોય તેવો વીડિયો મુસાફરોએ તેમના મોબાઈલમાં કેદ કર્યો હતો,સિંહ તેના પરિવાર સાથે આંટાફેરા મારી રહ્યો હતો તેમજ મુસાફરો પણ સિંહને દોડતો જોઈ ખુશ થયા હતા. અમરેલી જૂનાગઢ જતી ટ્રેન ચલાલા-ધારી સેકશન વચ્ચે પહોંચતા રેલવે ટ્રેક પર અચાનક એક સિંહ આવી ચડયો હતો. જો કે લોકો પાયલોટે ઇમરજન્સી બ્રેક લગાવી દેતા ટ્રેન 50 મીટર પહેલા જ અટકાવી દીધી હતી. બાદમા સિંહ ટ્રેક ઓળંગીને જતો રહ્યો હતો. ઘટના સ્થળ પર કોઇ ફોરેસ્ટ ગાર્ડ હાજર ન હતો ઘટના સ્થળ પર કોઇ ફોરેસ્ટ ગાર્ડ હાજર ન હતો. તેમ છતા લોકો પાયલોટે ટ્રેન રોકી દઇ સિંહનો જીવ બચાવ્યો હતો. ટ્રેન મેનેજરે ધારી સ્ટેશન માસ્તરને મેમો આપ્યો હતો અને મંડલ કચેરી કંટ્રોલને માહિતી આપવામા આવી હતી. અગાઉ રાજુલાના ભેરાઈ નજીક રાત્રિના સમયે રેલવે ટ્રેક નવ જેટલા સિંહો એકસાથે ભૂંડના શિકારમાં હતા, આ સમયે જ ટ્રેન આવતી હતી. જો કે ટ્રેકર અને ટ્રેનચાલકને ધ્યાને સિંહો આવી ગયા હોવાથી સંકલન કરીને જાણ કરાતાં, ટ્રેનચાલક દ્વારા ટ્રેન રોકી દેવામાં આવી હતી. આ પછી નવ સિંહને રેલવેના ટ્રેક પરથી સલામત સ્થળે ખસેડવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી.

Junagadh શહેરમાં સિંહની જોડી આવતા સ્થાનિકોમાં ભય ફેલાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બે સિંહો લટાર મારતા કેમેરામાં કેદ થયા
  • જંગલમાં મચ્છરના ત્રાસથી કંટાળ્યા સિંહો
  • સોસાયટીમાં સિંહો દેખાતા લોકોમાં ભય

જૂનાગઢ શહેરમાં સિંહો આવી ચઢ્યા છે. જેમાં કામદાર સોસાયટીમાં સિંહો જોવા મળ્યા છે. તેમાં બે સિંહો લટાર મારતા કેમેરામાં કેદ થયા છે. ત્યારે જંગલમાં મચ્છરના ત્રાસથી સિંહો કંટાળ્યા છે. તેથી સોસાયટીમાં સિંહો દેખાતા લોકોમાં ભયનો માહોલ છે.

જૂનાગઢ રેલવે ટ્રેક પર સિંહના આંટાફેરા વધ્યા

અગાઉ જૂનાગઢ રેલવે ટ્રેક પર સિંહના આંટાફેરા વધ્યા હતા, જેમાં જંગલ વિસ્તારમાંથી સિંહ માનવ વસ્તી તરફ ખોરાકની શોધમાં આવતા હોય છે. ત્યારે જૂનાગઢના પ્લાસવા રેલવે ટ્રેક પર ડાલામથ્થો સિંહ દોડતો હોય તેવો વીડિયો મુસાફરોએ તેમના મોબાઈલમાં કેદ કર્યો હતો,સિંહ તેના પરિવાર સાથે આંટાફેરા મારી રહ્યો હતો તેમજ મુસાફરો પણ સિંહને દોડતો જોઈ ખુશ થયા હતા. અમરેલી જૂનાગઢ જતી ટ્રેન ચલાલા-ધારી સેકશન વચ્ચે પહોંચતા રેલવે ટ્રેક પર અચાનક એક સિંહ આવી ચડયો હતો. જો કે લોકો પાયલોટે ઇમરજન્સી બ્રેક લગાવી દેતા ટ્રેન 50 મીટર પહેલા જ અટકાવી દીધી હતી. બાદમા સિંહ ટ્રેક ઓળંગીને જતો રહ્યો હતો.

ઘટના સ્થળ પર કોઇ ફોરેસ્ટ ગાર્ડ હાજર ન હતો

ઘટના સ્થળ પર કોઇ ફોરેસ્ટ ગાર્ડ હાજર ન હતો. તેમ છતા લોકો પાયલોટે ટ્રેન રોકી દઇ સિંહનો જીવ બચાવ્યો હતો. ટ્રેન મેનેજરે ધારી સ્ટેશન માસ્તરને મેમો આપ્યો હતો અને મંડલ કચેરી કંટ્રોલને માહિતી આપવામા આવી હતી. અગાઉ રાજુલાના ભેરાઈ નજીક રાત્રિના સમયે રેલવે ટ્રેક નવ જેટલા સિંહો એકસાથે ભૂંડના શિકારમાં હતા, આ સમયે જ ટ્રેન આવતી હતી. જો કે ટ્રેકર અને ટ્રેનચાલકને ધ્યાને સિંહો આવી ગયા હોવાથી સંકલન કરીને જાણ કરાતાં, ટ્રેનચાલક દ્વારા ટ્રેન રોકી દેવામાં આવી હતી. આ પછી નવ સિંહને રેલવેના ટ્રેક પરથી સલામત સ્થળે ખસેડવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી.