Surat Breaking News : કોગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ

સુરત કલેકટર સમક્ષ નિલેશ કુંભાણી અને તેમના વકીલે કરી દલીલભાજપે સત્તાનો દુર ઉફયોગ કર્યો : નૈષધ દેસાઈસહીના મુદ્દે ખોટો વિવાદ ઉભો કરાયો : શકિતસિંહ ગોહીલલોકસભાની ચૂંટણીમાં શનિવારે ઉમેદવારી ચકાસણીની દરમિયાન ઉમેદવારીપત્ર માં ક્ષતિ જણાતા 4 ઉમેદવારી રદ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના ઉમેદવારના ટેકેદારોએ પોતાની સહી ન હોવાનું એફિડેવિટ રજુ કરતા શનિવારે થયેલા હાઇવોલ્ટેજ ડ્રામા વચ્ચે સુરત જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા ઉમેદવારીપત્રની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 4 ઉમેદવારીપત્ર રદ થયા હતા. જાણો શું છે સમગ્ર મામલોસુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી ત્રણ ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હતું કે, આ અમારી સહી નથી. આમા ભાજપ ઉમેદવારના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો. આથી નિલેશ કુંભાણીના ફોર્મ સામે પ્રશ્નાર્થ ઊઠ્યો હતો કે શું આ ફોર્મ રદ્દ થશે?ત્યારે આ મામલે ગઈકાલે નૈષધ દેસાઈનું કહેવુ હતું કે, નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયાની મૌખિક જાણ કોંગ્રેસને કરાઈ હતી. તેઓ તાત્કાલિક હાઈકોર્ટમાં સુનાવણી માટે પિટિશન પણ દાખલ કરવાના હતા. જ્યારે બીજી બાજુ ખુદ નિલેશ કુંભાણીએ જણાવ્યું હતું કે, ફોર્મ રદ થવાની જાહેરાત નથી થઈ. તો આ મામલે એડવોકેટ બાબુ માંગુકિયા, મનીષ દોશી, ગોપાલ ઈટાલિયા સહિતનાઓનું કહેવું હતું કે, જેમણે સહી કરી હતી એ ત્રણેય ટેકેદારોનું અપહરણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ થયો છે. જેને લઈ નિલેશ કુંભાણીના 3 'ગાયબ' ટેકેદારો માટે ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અને કલેક્ટરમાં ઉમેદવારી પત્ર રદના વિરોધમાં ત્રણ અરજી આપી હતી. જાણો શું કહ્યું શકિતસિંહ ગોહીલેગઈકાલે 18 જગ્યાએ વાંધા કાઢવામાં આવ્યા હતા એક પણ જગ્યાએ વાંધો અટકયો નથી,ભાજપમાં જૂથવાદ સપાટી પર આવ્યો છે,ભાજપને તમામ વર્ગ પાઠ ભણાવશે,ભાજપે ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી હતી,હાલ રાજયમાં ભાજપ વિરુદ્ધનો માહલો છે.ભાજપના કાર્યક્રતાઓ પાર્ટીથી નારાજ છે.ભાજપના ઈશારે આ ખેલ થયો છે,સહીનો મુદ્દો ખોટો છે.ચૂંટણીપંચ તેની સ્વતંત્રતા જાળવે તે જરૂરી છે.સુરતમાં ભાજપને હારી જવાનો ડર હતો.સુરતમાં નિલેશ કુંભાણીએ ફોર્મ ભર્યુ ત્યારથી જ ભાજપને વાંધો હતો.તો સુરતમાં અન્ય ડમી ત્રણ ઉમેદવારોના ફોર્મ પણ રદ કરાયા.અમારા ઉમેદવારને લાલચ આપવામાં આવી હતી.ફ્રી એન્ડ ફેર ઈલેકશન થશે તો બધુ સાચું થશે.ભાજપની આ સફળતા ગેરકાયદેસર છે.ભાજપને બીક હતી એટલે નાની ભુલો કાઢી હતી.હાઈવોલ્ટેજ ડ્રામાનો આવ્યો અંતલોકસભાની ચૂંટણીમાં શનિવારે ઉમેદવારી ચકાસણીની દરમિયાન ઉમેદવારીપત્રમાં ક્ષતિ જણાતા 4 ઉમેદવારીપત્ર રદ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના ઉમેદવારના ટેકેદારોએ પોતાની સહી ન હોવાનું એફિડેવિટ રજુ કરતા શનિવારે થયેલા હાઇવોલ્ટેજ ડ્રામા વચ્ચે સુરત જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા ઉમેદવારીપત્રની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 4 ઉમેદવારીપત્રે રદ થયા હતા. ભાજપ નેતા દિનેશ જોધાણીનું નિવેદનબન્ને ઉમેદવારોના ફોર્મ અમાન્ય થયા છે.ટેકેદારોએ સ્વીકાર્યુ કે ફોર્મમાં તેમની સહી નથી,કલેકટરે બન્ને પક્ષને સાંભળીને ચુકાદો આપ્યો છે.આમાં અમારો કોઈ ખેલ નથી.કુંભાણીએ પોતે જ રૂપિયા લઈને ટેકેદારોને ગાયબ કર્યા? સુરત કોંગ્રેસના કાર્યકરોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે નિલેશ કુંભાણીએ પોતે જ ભાજપ પાસેથી રૂપિયા લઈને પોતાના ટેકેદારો ગાયબ કરાવી દીધા છે. જોકે, આ મામલે નિલેશ કુંભાણીએ કહ્યું હતું કે, અમારા કોંગ્રેસના કોઈ નેતા આ પ્રકારનો આક્ષેપ કરે જ નહીં, કોંગ્રેસના નેતાઓને પણ ખ્યાલ છે, મારા પર દબાણ આવતું હતું ત્યારે હું તેમને જાણ કરતો હતો. બીજી તરફ તેમણે ભાજપ તરફથી દબાણ થતું હોવાની વાત પણ સ્વીકારી છે.

Surat Breaking News : કોગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરત કલેકટર સમક્ષ નિલેશ કુંભાણી અને તેમના વકીલે કરી દલીલ
  • ભાજપે સત્તાનો દુર ઉફયોગ કર્યો : નૈષધ દેસાઈ
  • સહીના મુદ્દે ખોટો વિવાદ ઉભો કરાયો : શકિતસિંહ ગોહીલ

લોકસભાની ચૂંટણીમાં શનિવારે ઉમેદવારી ચકાસણીની દરમિયાન ઉમેદવારીપત્ર માં ક્ષતિ જણાતા 4 ઉમેદવારી રદ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના ઉમેદવારના ટેકેદારોએ પોતાની સહી ન હોવાનું એફિડેવિટ રજુ કરતા શનિવારે થયેલા હાઇવોલ્ટેજ ડ્રામા વચ્ચે સુરત જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા ઉમેદવારીપત્રની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 4 ઉમેદવારીપત્ર રદ થયા હતા.

જાણો શું છે સમગ્ર મામલો

સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી ત્રણ ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હતું કે, આ અમારી સહી નથી. આમા ભાજપ ઉમેદવારના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો. આથી નિલેશ કુંભાણીના ફોર્મ સામે પ્રશ્નાર્થ ઊઠ્યો હતો કે શું આ ફોર્મ રદ્દ થશે?ત્યારે આ મામલે ગઈકાલે નૈષધ દેસાઈનું કહેવુ હતું કે, નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયાની મૌખિક જાણ કોંગ્રેસને કરાઈ હતી. તેઓ તાત્કાલિક હાઈકોર્ટમાં સુનાવણી માટે પિટિશન પણ દાખલ કરવાના હતા. જ્યારે બીજી બાજુ ખુદ નિલેશ કુંભાણીએ જણાવ્યું હતું કે, ફોર્મ રદ થવાની જાહેરાત નથી થઈ. તો આ મામલે એડવોકેટ બાબુ માંગુકિયા, મનીષ દોશી, ગોપાલ ઈટાલિયા સહિતનાઓનું કહેવું હતું કે, જેમણે સહી કરી હતી એ ત્રણેય ટેકેદારોનું અપહરણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ થયો છે. જેને લઈ નિલેશ કુંભાણીના 3 'ગાયબ' ટેકેદારો માટે ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અને કલેક્ટરમાં ઉમેદવારી પત્ર રદના વિરોધમાં ત્રણ અરજી આપી હતી.

જાણો શું કહ્યું શકિતસિંહ ગોહીલે

ગઈકાલે 18 જગ્યાએ વાંધા કાઢવામાં આવ્યા હતા એક પણ જગ્યાએ વાંધો અટકયો નથી,ભાજપમાં જૂથવાદ સપાટી પર આવ્યો છે,ભાજપને તમામ વર્ગ પાઠ ભણાવશે,ભાજપે ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી હતી,હાલ રાજયમાં ભાજપ વિરુદ્ધનો માહલો છે.ભાજપના કાર્યક્રતાઓ પાર્ટીથી નારાજ છે.ભાજપના ઈશારે આ ખેલ થયો છે,સહીનો મુદ્દો ખોટો છે.ચૂંટણીપંચ તેની સ્વતંત્રતા જાળવે તે જરૂરી છે.સુરતમાં ભાજપને હારી જવાનો ડર હતો.સુરતમાં નિલેશ કુંભાણીએ ફોર્મ ભર્યુ ત્યારથી જ ભાજપને વાંધો હતો.તો સુરતમાં અન્ય ડમી ત્રણ ઉમેદવારોના ફોર્મ પણ રદ કરાયા.અમારા ઉમેદવારને લાલચ આપવામાં આવી હતી.ફ્રી એન્ડ ફેર ઈલેકશન થશે તો બધુ સાચું થશે.ભાજપની આ સફળતા ગેરકાયદેસર છે.ભાજપને બીક હતી એટલે નાની ભુલો કાઢી હતી.

હાઈવોલ્ટેજ ડ્રામાનો આવ્યો અંત

લોકસભાની ચૂંટણીમાં શનિવારે ઉમેદવારી ચકાસણીની દરમિયાન ઉમેદવારીપત્રમાં ક્ષતિ જણાતા 4 ઉમેદવારીપત્ર રદ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના ઉમેદવારના ટેકેદારોએ પોતાની સહી ન હોવાનું એફિડેવિટ રજુ કરતા શનિવારે થયેલા હાઇવોલ્ટેજ ડ્રામા વચ્ચે સુરત જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા ઉમેદવારીપત્રની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 4 ઉમેદવારીપત્રે રદ થયા હતા.

ભાજપ નેતા દિનેશ જોધાણીનું નિવેદન

બન્ને ઉમેદવારોના ફોર્મ અમાન્ય થયા છે.ટેકેદારોએ સ્વીકાર્યુ કે ફોર્મમાં તેમની સહી નથી,કલેકટરે બન્ને પક્ષને સાંભળીને ચુકાદો આપ્યો છે.આમાં અમારો કોઈ ખેલ નથી.

કુંભાણીએ પોતે જ રૂપિયા લઈને ટેકેદારોને ગાયબ કર્યા?

સુરત કોંગ્રેસના કાર્યકરોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે નિલેશ કુંભાણીએ પોતે જ ભાજપ પાસેથી રૂપિયા લઈને પોતાના ટેકેદારો ગાયબ કરાવી દીધા છે. જોકે, આ મામલે નિલેશ કુંભાણીએ કહ્યું હતું કે, અમારા કોંગ્રેસના કોઈ નેતા આ પ્રકારનો આક્ષેપ કરે જ નહીં, કોંગ્રેસના નેતાઓને પણ ખ્યાલ છે, મારા પર દબાણ આવતું હતું ત્યારે હું તેમને જાણ કરતો હતો. બીજી તરફ તેમણે ભાજપ તરફથી દબાણ થતું હોવાની વાત પણ સ્વીકારી છે.