Gandhinagar News : ગાંધીનગર LCBના હેડ કોન્સ્ટેબલ સહિત 14 લોકોએ દારૂ પીધો

રાજયમાં દારૂબંધી વચ્ચે દારૂની મહેફિલમાં પોલીસની હાજરી ગાંધીનગર નજીક ફાર્મ હાઉસમાં દારૂની ચાલતી મહેફિલ હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ રાણા દારૂની મહેફિલમાં હાજર ગુજરાતમાં દારૂબંધી છે,તેમ છત્તા દારૂ ગુજરાતમાં આવે છે અને વેચાય છે,ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં એક ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ લોકો માણતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે,આ વિડીયોમાં 15 જેટલા લોકો દેખાઈ રહ્યાં છે અને તેમાંથી એક વ્યકિત ગાંધીનગર LCBના હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ રાણા છે અને તેઓ પણ દારૂની મજા લઈ રહ્યાં છે.પોલીસે આ તમામ લોકો સામે હજી કોઈ કાર્યવાહી કરી નથી,તો પોલીસ કાર્યવાહી કરશે કે નહી તે પણ એક સવાલ છે. 24 ફેબ્રુઆરી 2024ના રોજ ખેડામાં દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો હતો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વિડીયોમાં ખેડા જિલ્લા પોલીસના ત્રણ પોલીસ ઈન્સ્પેક્ટર સહિત કુલ 6 જણા દેખાય છે. જ્યારે એક વ્યક્તિ અન્ય ઘટના સ્થળે હાજર છે. ડાઈનીંગ ટેબલ પર ચાલી રહેલી કથિત દારૂની મહેફિલ દરમિયાન બે જણા કોઈ વાતને લઈને ઝગડી પડે છે અને ગાળો સાથે મારામારી પર ઉતરી આવે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઝગડો કરનારા બંને શખ્સો આણંદ ખાતે રહે છે અને એન્જિનીયર છે. વિડીયોમાં ટેબલ પર દારૂની બોટલ અને ગ્લાસ પડેલા હોય તેવું પણ દેખાઈ રહ્યું છે. ખેડા પોલીસમાં ફરજ બજાવતા PI ની હાજરીમાં થયેલી મારામારી-ગાળાગાળીનો વિડીયો વાયરલ થતાં ચકચાર મચી ગઈ હતી. PIને કરાયા હતા સસ્પેન્ડ વિડીયો વાયરલ થયા બાદ લીવ રિઝર્વમાં મુકેલા ત્રણ PI સામે કડક પગલાં લેવામાં આવ્યા હતા. ત્રણ પીઆઇને પોલીસ વિભાગે સસ્પેન્ડ કર્યા છે. નડીયાદ ટાઉન પીઆઇ હરપાલ ચૌહાણને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નડીયાદ પશ્ચિમના પીઆઇ યશવંત ચૌહાણને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વડતાલ પીઆઇ આર કે પરમારને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અગાઉ પોલીસ વિભાગ દ્વારા ત્રણેય અધિકારીઓને લીવ રિઝર્વ પર મૂકાયા હતા. 14 જાન્યુઆરી 2024ના રોજ વડોદરામાં એક પોલીસકર્મી સરકારી ગાડીમાં પીતો હતો દારૂઉત્તરાયણના દિવસે લોકો અગાશી પર મજાના મૂડમાં હતા. ત્યારે જેપી રોડ પોલીસ સ્ટેશનની શી-ટીમને ફાળવેલી સત્તાવાર વાહન કારમાં દારૂ પીવાતો હતો. હેડ કોન્સ્ટેબલ તેના મિત્રો સાથે દારૂ ઢીંચી રહેલી હાલતમાં ઝડપાઇ ગયા હતા. હેડ કોન્સ્ટેબલ ઉત્તરાયણની બપોરે મુજમહુડા હનુમાનજી મંદિર પાસે દારૂ પીતા ઝડપાયા હતા. હેડ કોન્સ્ટેબલ નવદીપસિંહ સરવૈયા મુંજમહુડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. પીસીઆર ગાડીમાં હેડ કોન્સ્ટેબલ અને તેના મિત્રો માલ કહાર અને સાકીર મણિયાર પણ દારૂની મહેફિલમાં જોડાયા હતા.જાહેરમાં PCR વાનમાં દારૂની મહેફીલ માણતા હતા, જેથી એક જાગૃત નાગરિકની નજર તેમના પર પડી હતી. તેમણે પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને આ અંગે જાણ કરી હતી. 

Gandhinagar News : ગાંધીનગર LCBના હેડ કોન્સ્ટેબલ સહિત 14 લોકોએ દારૂ પીધો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજયમાં દારૂબંધી વચ્ચે દારૂની મહેફિલમાં પોલીસની હાજરી
  • ગાંધીનગર નજીક ફાર્મ હાઉસમાં દારૂની ચાલતી મહેફિલ
  • હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ રાણા દારૂની મહેફિલમાં હાજર

ગુજરાતમાં દારૂબંધી છે,તેમ છત્તા દારૂ ગુજરાતમાં આવે છે અને વેચાય છે,ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં એક ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ લોકો માણતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે,આ વિડીયોમાં 15 જેટલા લોકો દેખાઈ રહ્યાં છે અને તેમાંથી એક વ્યકિત ગાંધીનગર LCBના હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ રાણા છે અને તેઓ પણ દારૂની મજા લઈ રહ્યાં છે.પોલીસે આ તમામ લોકો સામે હજી કોઈ કાર્યવાહી કરી નથી,તો પોલીસ કાર્યવાહી કરશે કે નહી તે પણ એક સવાલ છે.

24 ફેબ્રુઆરી 2024ના રોજ ખેડામાં દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો હતો

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વિડીયોમાં ખેડા જિલ્લા પોલીસના ત્રણ પોલીસ ઈન્સ્પેક્ટર સહિત કુલ 6 જણા દેખાય છે. જ્યારે એક વ્યક્તિ અન્ય ઘટના સ્થળે હાજર છે. ડાઈનીંગ ટેબલ પર ચાલી રહેલી કથિત દારૂની મહેફિલ દરમિયાન બે જણા કોઈ વાતને લઈને ઝગડી પડે છે અને ગાળો સાથે મારામારી પર ઉતરી આવે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઝગડો કરનારા બંને શખ્સો આણંદ ખાતે રહે છે અને એન્જિનીયર છે. વિડીયોમાં ટેબલ પર દારૂની બોટલ અને ગ્લાસ પડેલા હોય તેવું પણ દેખાઈ રહ્યું છે. ખેડા પોલીસમાં ફરજ બજાવતા PI ની હાજરીમાં થયેલી મારામારી-ગાળાગાળીનો વિડીયો વાયરલ થતાં ચકચાર મચી ગઈ હતી.

PIને કરાયા હતા સસ્પેન્ડ

વિડીયો વાયરલ થયા બાદ લીવ રિઝર્વમાં મુકેલા ત્રણ PI સામે કડક પગલાં લેવામાં આવ્યા હતા. ત્રણ પીઆઇને પોલીસ વિભાગે સસ્પેન્ડ કર્યા છે. નડીયાદ ટાઉન પીઆઇ હરપાલ ચૌહાણને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નડીયાદ પશ્ચિમના પીઆઇ યશવંત ચૌહાણને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વડતાલ પીઆઇ આર કે પરમારને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અગાઉ પોલીસ વિભાગ દ્વારા ત્રણેય અધિકારીઓને લીવ રિઝર્વ પર મૂકાયા હતા. 

14 જાન્યુઆરી 2024ના રોજ વડોદરામાં એક પોલીસકર્મી સરકારી ગાડીમાં પીતો હતો દારૂ

ઉત્તરાયણના દિવસે લોકો અગાશી પર મજાના મૂડમાં હતા. ત્યારે જેપી રોડ પોલીસ સ્ટેશનની શી-ટીમને ફાળવેલી સત્તાવાર વાહન કારમાં દારૂ પીવાતો હતો. હેડ કોન્સ્ટેબલ તેના મિત્રો સાથે દારૂ ઢીંચી રહેલી હાલતમાં ઝડપાઇ ગયા હતા. હેડ કોન્સ્ટેબલ ઉત્તરાયણની બપોરે મુજમહુડા હનુમાનજી મંદિર પાસે દારૂ પીતા ઝડપાયા હતા. હેડ કોન્સ્ટેબલ નવદીપસિંહ સરવૈયા મુંજમહુડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. પીસીઆર ગાડીમાં હેડ કોન્સ્ટેબલ અને તેના મિત્રો માલ કહાર અને સાકીર મણિયાર પણ દારૂની મહેફિલમાં જોડાયા હતા.જાહેરમાં PCR વાનમાં દારૂની મહેફીલ માણતા હતા, જેથી એક જાગૃત નાગરિકની નજર તેમના પર પડી હતી. તેમણે પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને આ અંગે જાણ કરી હતી.