Ahmedabad: 147મી RathYatraની તૈયારીઓને આખરી ઓપ, પોલીસનું રિહર્સલ થયુ

મંદિરથી લઈને સરસપુર સુધીના રૂટ પર રિહર્સલ પોલીસ કમિશનર, ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા રિહર્સલમાં 15 હજાર પોલીસ કર્મીઓ જોડાયા 147મી રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. જેમાં અમદાવાદમાં રથયાત્રા પહેલા પોલીસનું રિહર્સલ થયુ છે. મંદિરથી લઈને સરસપુર સુધીના રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું છે. તેમાં પોલીસ કમિશનર, ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા છે .તેમજ રિહર્સલમાં 15 હજાર પોલીસ કર્મીઓ જોડાયા છે. તથા 1 હજારથી વધુ ટ્રાફિક પોલીસકર્મીઓ જોડાયા છે. રિહર્સલમાં અન્ય જિલ્લાની પોલીસ બંદોબસ્તમાં જોડાઈ રથયાત્રા પહેલા પોલીસના રિહર્સલમાં અન્ય જિલ્લાની પોલીસ બંદોબસ્તમાં જોડાઈ છે. અમદાવાદના જમાલપુર જગન્નાથ મંદિરથી 7 જુલાઈના રોજ રથયાત્રાનો પ્રારંભ થશે. રથયાત્રામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શહેર પોલીસ દ્વારા પૂરતી તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે રથયાત્રા પૂર્વે જગન્નાથ મંદિરથી સરસપુર સુધી રથયાત્રા રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું હતું, જેમાં 15 હજારથી વધુ પોલીસે જવાનોએ ભાગ લીધો હતો. સાથે જ 1 હજારથી વધુ ટ્રાફિક પોલીસકર્મી પણ આ રિહર્સલમાં જોડાયા હતા. રાજ્યના અન્ય જિલ્લા અને શહેર પોલીસ રથયાત્રાના બંદોબસ્તમાં જોડાવાના છે.  સુરક્ષાને લઈને કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા માહિતી મુજબ, રિહર્સલ CP અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં યોજાઈ હતી. ગઈકાલે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની સુરક્ષા મુદ્દે ચર્ચા કરાઈ હતી. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. રથયાત્રા સફળતાપૂર્વક કોઈ પણ અડચણ વિના પાર પડે તે માટે આ બેઠકમાં સુરક્ષાને લઈને કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.

Ahmedabad: 147મી RathYatraની તૈયારીઓને આખરી ઓપ, પોલીસનું રિહર્સલ થયુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મંદિરથી લઈને સરસપુર સુધીના રૂટ પર રિહર્સલ
  • પોલીસ કમિશનર, ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા
  • રિહર્સલમાં 15 હજાર પોલીસ કર્મીઓ જોડાયા

147મી રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. જેમાં અમદાવાદમાં રથયાત્રા પહેલા પોલીસનું રિહર્સલ થયુ છે. મંદિરથી લઈને સરસપુર સુધીના રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું છે. તેમાં પોલીસ કમિશનર, ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા છે .તેમજ રિહર્સલમાં 15 હજાર પોલીસ કર્મીઓ જોડાયા છે. તથા 1 હજારથી વધુ ટ્રાફિક પોલીસકર્મીઓ જોડાયા છે.

રિહર્સલમાં અન્ય જિલ્લાની પોલીસ બંદોબસ્તમાં જોડાઈ

રથયાત્રા પહેલા પોલીસના રિહર્સલમાં અન્ય જિલ્લાની પોલીસ બંદોબસ્તમાં જોડાઈ છે. અમદાવાદના જમાલપુર જગન્નાથ મંદિરથી 7 જુલાઈના રોજ રથયાત્રાનો પ્રારંભ થશે. રથયાત્રામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શહેર પોલીસ દ્વારા પૂરતી તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે રથયાત્રા પૂર્વે જગન્નાથ મંદિરથી સરસપુર સુધી રથયાત્રા રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું હતું, જેમાં 15 હજારથી વધુ પોલીસે જવાનોએ ભાગ લીધો હતો. સાથે જ 1 હજારથી વધુ ટ્રાફિક પોલીસકર્મી પણ આ રિહર્સલમાં જોડાયા હતા. રાજ્યના અન્ય જિલ્લા અને શહેર પોલીસ રથયાત્રાના બંદોબસ્તમાં જોડાવાના છે.

 સુરક્ષાને લઈને કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા

માહિતી મુજબ, રિહર્સલ CP અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં યોજાઈ હતી. ગઈકાલે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની સુરક્ષા મુદ્દે ચર્ચા કરાઈ હતી. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. રથયાત્રા સફળતાપૂર્વક કોઈ પણ અડચણ વિના પાર પડે તે માટે આ બેઠકમાં સુરક્ષાને લઈને કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.