Patanના શંખેશ્વરમાં સામન્ય વરસાદમાં શાળાના માર્ગ પર પાણી ભરાતા બાળકોને ભારે હાલાકી

મોટી ચંદુર ગામની પ્રાથમિક શાળાના માર્ગ પર વરસાદી પાણી માર્ગ પર પાણી ભરાતા બાળકોને શાળાએ જવા હાલાકી પાણી ભરાતા સ્થાનિકો, વાહનચાલકોને ભારે હાલાકી પાટણ જિલ્લામાં હજુ સામાન્ય વરસાદ વરસ્યો છે તેવામાં પાણી ભરાવાની સમસ્યાઓથી લોકોને હાલાકી ભોગવાની યથાવત છે ત્યારે ગતરોજ શંખેશ્વર તાલુકામાં નોઘ પાત્ર વરસાદ વરસતા મોટી ચંદુર ગામની પ્રાથમિક શાળા પાસે ઢીચણ સમા પાણી ભરાતાં શાળાએ જતાં ભુલકાઓ મુશ્કેલીમાં મુકાયા છે. બાળકોને શાળામાં જવા તકલીફ શંખેશ્વર તાલુકાના મોટીચંદુર ગામે આવેલી પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 મા અભ્યાસ કરતા બાળકો તેમજ બાજુમા આવેલ બે આંગણવાડીના માર્ગ પર વરસાદી પાણી ભરાતા શાળાએ તેમજ આંગણવાડી જવાનો માર્ગ બાળકો તેમજ ભૂલકાઓ માટે બન્યો મુસીબતનો માર્ગ.મોટી ચંદુર ગામે સામાન્ય વરસાદમાં શાળાના માર્ગ પર ઢીચણ સમા પાણી ભરાવાના કારણે અહીયાંથી પસાર થતા બાળકો તેમજ આંગણવાડીના ભૂલકાઓને ભારે તકલીફનો સામનો કરવાનો વારો આવ્યો છે. સામન્ય વરસાદમાં પાણી ભરાયા સામાન્ય વરસાદમાં માર્ગ પર આટલા પાણી ભરાયા છે તો જો વધુ વરસાદ પડે તો આ પાણી શાળામાં ગળકાવ થાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.મોટી ચંદુર ગામની પ્રાથમિક શાળા પાસે વર્ષોથી સામાન્ય વરસાદ પડે છે અને વરસાદી પાણી ભરાય છે જેથી પાણીમાંથી પસાર થતા અનેકવાર બાળકો લપસી પડે છે તેમજ પાણીમાં ઝેરી જીવજતું થી પણ બાળકો ભય અનુભવે છે.ત્યારે આ અંગે સ્થાનિકો તેમજ શાળા પ્રશાસન દ્વારા અનેકવારની રજૂવાત બાદ અહીંયા બ્લોક તો નખાયા પરંતુ આ માર્ગ નિચાણ વાળો હોવાથી આજે પણ પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેવા પામી છે. તંત્રને અનેકવાર કરી છે રજૂઆત સ્થાનિકોની માગ છે કે આ નિચાણ વાળા માર્ગને લેવલ કરી યોગ્ય કરવામાં આવે તો ચોમાસા દરમિયાન બાળકોનું ભણતર ન બગડે તેમજ પાણી ભરાવાની સમસ્યામાંથી છુટકારો મળે માર્ગ ઉંચો કરવા સ્થાનિક સરપંચ થી લઈ ડીડીઓ સુધી રજૂઆત કરવામાં આવી છે ત્યારે જોવાનું રહ્યું તંત્ર ક્યારે આ મોટી ચંદુર ગામની પ્રાથમિક શાળા પાસે ભરાતા પાણીનો યોગ્ય નિકાલ કરે છે.

Patanના શંખેશ્વરમાં સામન્ય વરસાદમાં શાળાના માર્ગ પર પાણી ભરાતા બાળકોને ભારે હાલાકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મોટી ચંદુર ગામની પ્રાથમિક શાળાના માર્ગ પર વરસાદી પાણી
  • માર્ગ પર પાણી ભરાતા બાળકોને શાળાએ જવા હાલાકી
  • પાણી ભરાતા સ્થાનિકો, વાહનચાલકોને ભારે હાલાકી

પાટણ જિલ્લામાં હજુ સામાન્ય વરસાદ વરસ્યો છે તેવામાં પાણી ભરાવાની સમસ્યાઓથી લોકોને હાલાકી ભોગવાની યથાવત છે ત્યારે ગતરોજ શંખેશ્વર તાલુકામાં નોઘ પાત્ર વરસાદ વરસતા મોટી ચંદુર ગામની પ્રાથમિક શાળા પાસે ઢીચણ સમા પાણી ભરાતાં શાળાએ જતાં ભુલકાઓ મુશ્કેલીમાં મુકાયા છે.

બાળકોને શાળામાં જવા તકલીફ

શંખેશ્વર તાલુકાના મોટીચંદુર ગામે આવેલી પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 મા અભ્યાસ કરતા બાળકો તેમજ બાજુમા આવેલ બે આંગણવાડીના માર્ગ પર વરસાદી પાણી ભરાતા શાળાએ તેમજ આંગણવાડી જવાનો માર્ગ બાળકો તેમજ ભૂલકાઓ માટે બન્યો મુસીબતનો માર્ગ.મોટી ચંદુર ગામે સામાન્ય વરસાદમાં શાળાના માર્ગ પર ઢીચણ સમા પાણી ભરાવાના કારણે અહીયાંથી પસાર થતા બાળકો તેમજ આંગણવાડીના ભૂલકાઓને ભારે તકલીફનો સામનો કરવાનો વારો આવ્યો છે.


સામન્ય વરસાદમાં પાણી ભરાયા

સામાન્ય વરસાદમાં માર્ગ પર આટલા પાણી ભરાયા છે તો જો વધુ વરસાદ પડે તો આ પાણી શાળામાં ગળકાવ થાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.મોટી ચંદુર ગામની પ્રાથમિક શાળા પાસે વર્ષોથી સામાન્ય વરસાદ પડે છે અને વરસાદી પાણી ભરાય છે જેથી પાણીમાંથી પસાર થતા અનેકવાર બાળકો લપસી પડે છે તેમજ પાણીમાં ઝેરી જીવજતું થી પણ બાળકો ભય અનુભવે છે.ત્યારે આ અંગે સ્થાનિકો તેમજ શાળા પ્રશાસન દ્વારા અનેકવારની રજૂવાત બાદ અહીંયા બ્લોક તો નખાયા પરંતુ આ માર્ગ નિચાણ વાળો હોવાથી આજે પણ પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેવા પામી છે.

તંત્રને અનેકવાર કરી છે રજૂઆત

સ્થાનિકોની માગ છે કે આ નિચાણ વાળા માર્ગને લેવલ કરી યોગ્ય કરવામાં આવે તો ચોમાસા દરમિયાન બાળકોનું ભણતર ન બગડે તેમજ પાણી ભરાવાની સમસ્યામાંથી છુટકારો મળે માર્ગ ઉંચો કરવા સ્થાનિક સરપંચ થી લઈ ડીડીઓ સુધી રજૂઆત કરવામાં આવી છે ત્યારે જોવાનું રહ્યું તંત્ર ક્યારે આ મોટી ચંદુર ગામની પ્રાથમિક શાળા પાસે ભરાતા પાણીનો યોગ્ય નિકાલ કરે છે.