રાજકોટમાં સંવેદનશીલ મતદાન મથકો રાતોરાત કેમ વધાર્યાં? ક્ષત્રિય સંકલન સમિતિની ચૂંટણીપંચને રજૂઆત

Lok Sabha Elections 2024: રૂપાલાએ ટિપ્પણી કરતા ક્ષત્રિય આંદોલને જન્મ લીધો છે. હવે આ આંદોલનને ધીરે ધીરે વેગ મળી રહ્યો છે. ડેમેજ કંટ્રોલ છતાંય ક્ષત્રિયો શાંત પડે તેમ લાગતુ નથી. આ દરમિયાન, ક્ષત્રિય આંદોલનની દહેશતના પગલે રાજકોટ મત વિસ્તારમાં સંવેદનશીલ મતદાન (Sensitive Booths) મથકો વધારી દેવા દરખાસ્ત કરાઈ છે. ક્ષત્રિય સંકલન સમિતીએ આ મામલે વાંધો ઉઠાવી રાજ્ય ચૂંટણીપંચ સમક્ષ રજૂઆત કરી છે.ક્ષત્રિયોએ ભાજપ વિરોધી મતદાન કરવાનું નક્કી કર્યું છેગુજરાતમાં 26 બેઠકો પર લોકસભાની ચૂંટણી લડાઇ રહી છે ત્યારે રાજકોટ બેઠક હોટસ્પોટ બની છે. ટિપ્પણી કર્યા પછીય રૂપાલાની ટીકીટ કપાઈ નથી પણ ભાજપે ક્ષત્રિયોની તરફેણ કરવાને બદલે તેની અવગણના કરી છે. આ જોતાં રાજકોટ બેઠક પર ક્ષત્રિયોએ ભાજપ વિરોધી મતદાન કરવા નક્કી કર્યું છે. 200થી વધુ સંવેદનશીલ મતદાન મથકો ઉમેરાયાઆ સંજોગોમાં મતદાનના દિવસે અનિચ્છિય ઘટના બને તેવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે તે ભીતિને જોતાં ચૂંટણીપંચને દરખાસ્ત કરવામાં આવી છે કે, રાજકોટ બેઠક પર સંવેદનશીલ મતદાન મથકો વધારી દેવા. ગત વખતની સરખામણીમાં આ વખતે 200થી વધુ સંવેદનશીલ મતદાન મથકો ઉમેરાયા છે.સંવેદનશીલ મતદાન મથકો મામલે ક્ષત્રિય સંકલન સમિતીનો વિરોધ ક્ષત્રિય સંકલન સમિતીએ આ મામલે વિરોધ કર્યો છે. રાજ્ય ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કે, રાજકોટ બેઠક પર રાતોરાત સંવેદનશીલ મતદાન મથકો વધારવા પાછળનું કારણ શું? ગત ચૂંટણીમાં પણ આ બેઠક પર કોઈ અનિચ્છનીય ઘટના બની નથી તો પછી સંવેદનશીલ મતદાન મથકો કેમ વધારાય છે. ક્ષત્રિય સંકલન સમિતીનું કહેવું છે કે, ધર્મયાત્રાના પગલે ભાજપને ચિંતા પેઠી છે. ક્ષત્રિયો હવે મતના માધ્યમથી ભાજપને સબક શીખવાડશે. ભાજપના કોઈપણ નેતાનું કહેવું માનવાનું નથી. ઈવીએમમાં માત્ર ભાજપના ઉમેદવારના બટનને જ હાથ અડાડવાનો નથી એ નક્કી છે. 

રાજકોટમાં સંવેદનશીલ મતદાન મથકો રાતોરાત કેમ વધાર્યાં? ક્ષત્રિય સંકલન સમિતિની ચૂંટણીપંચને રજૂઆત


Lok Sabha Elections 2024: રૂપાલાએ ટિપ્પણી કરતા ક્ષત્રિય આંદોલને જન્મ લીધો છે. હવે આ આંદોલનને ધીરે ધીરે વેગ મળી રહ્યો છે. ડેમેજ કંટ્રોલ છતાંય ક્ષત્રિયો શાંત પડે તેમ લાગતુ નથી. આ દરમિયાન, ક્ષત્રિય આંદોલનની દહેશતના પગલે રાજકોટ મત વિસ્તારમાં સંવેદનશીલ મતદાન (Sensitive Booths) મથકો વધારી દેવા દરખાસ્ત કરાઈ છે. ક્ષત્રિય સંકલન સમિતીએ આ મામલે વાંધો ઉઠાવી રાજ્ય ચૂંટણીપંચ સમક્ષ રજૂઆત કરી છે.

ક્ષત્રિયોએ ભાજપ વિરોધી મતદાન કરવાનું નક્કી કર્યું છે

ગુજરાતમાં 26 બેઠકો પર લોકસભાની ચૂંટણી લડાઇ રહી છે ત્યારે રાજકોટ બેઠક હોટસ્પોટ બની છે. ટિપ્પણી કર્યા પછીય રૂપાલાની ટીકીટ કપાઈ નથી પણ ભાજપે ક્ષત્રિયોની તરફેણ કરવાને બદલે તેની અવગણના કરી છે. આ જોતાં રાજકોટ બેઠક પર ક્ષત્રિયોએ ભાજપ વિરોધી મતદાન કરવા નક્કી કર્યું છે. 

200થી વધુ સંવેદનશીલ મતદાન મથકો ઉમેરાયા

આ સંજોગોમાં મતદાનના દિવસે અનિચ્છિય ઘટના બને તેવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે તે ભીતિને જોતાં ચૂંટણીપંચને દરખાસ્ત કરવામાં આવી છે કે, રાજકોટ બેઠક પર સંવેદનશીલ મતદાન મથકો વધારી દેવા. ગત વખતની સરખામણીમાં આ વખતે 200થી વધુ સંવેદનશીલ મતદાન મથકો ઉમેરાયા છે.

સંવેદનશીલ મતદાન મથકો મામલે ક્ષત્રિય સંકલન સમિતીનો વિરોધ 

ક્ષત્રિય સંકલન સમિતીએ આ મામલે વિરોધ કર્યો છે. રાજ્ય ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કે, રાજકોટ બેઠક પર રાતોરાત સંવેદનશીલ મતદાન મથકો વધારવા પાછળનું કારણ શું? ગત ચૂંટણીમાં પણ આ બેઠક પર કોઈ અનિચ્છનીય ઘટના બની નથી તો પછી સંવેદનશીલ મતદાન મથકો કેમ વધારાય છે. 

ક્ષત્રિય સંકલન સમિતીનું કહેવું છે કે, ધર્મયાત્રાના પગલે ભાજપને ચિંતા પેઠી છે. ક્ષત્રિયો હવે મતના માધ્યમથી ભાજપને સબક શીખવાડશે. ભાજપના કોઈપણ નેતાનું કહેવું માનવાનું નથી. ઈવીએમમાં માત્ર ભાજપના ઉમેદવારના બટનને જ હાથ અડાડવાનો નથી એ નક્કી છે.