Gujarat News: પરશોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ એ જ સમાધાન: ગીતાબા પરમાર

પરશોત્તમ રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત ક્ષત્રિય સમાજ સમાધાન કરવાના મૂડમાં નહીં : ગીતાબા દ્વારકાના ખાખરડા ગામે રૂપાલાના વિરોધમાં બેનરો લાગ્યા પરશોત્તમ રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. જેમાં કરણીસેનાના મહિલા અધ્યક્ષ ગીતાબા પરમારનું નિવેદન સામે આવ્યું છે. તેમાં ગીતાબા પરમારે જણાવ્યું છે કે ઉમેદવારી રદ એ જ સમાધાન છે. ક્ષત્રિય સમાજ સમાધાન કરવાના મૂડમાં નહીં. આંદોલન નબળું પાડવા પોલીસને સૂચના છે. ભાગલા પાડી રાજ કરવાની નીતિ નહીં ચાલે.દ્વારકાના ખાખરડા ગામે રૂપાલાના વિરોધમાં બેનરો લાગ્યા ક્ષત્રિય સમાજનો વિરોધ રૂપાલા સામે યથાવત છે. તેમજ દ્વારકાના ખાખરડા ગામે રૂપાલાના વિરોધમાં બેનરો લાગ્યા છે. તેમાં ભાજપ ઉમેદવારને પ્રચાર ન કરવા આવવાના બેનરો લગાવી ક્ષત્રિય સમાજના લોકોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો છે. દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામે પ્રતિબંધના બેનરો લાગ્યા છે. ત્યારે ખાખરડા ગામે ક્ષત્રિય સમાજના લોકો એકત્ર થયા હતા. જેમાં ગામમાં ભાજપના ઉમેદવારને પ્રચાર ન કરવા અંગેના બેનરો લાગ્યા છે. પરશોત્તમ રૂપાલાનો વિવાદ હજુ પણ ચાલી રહ્યો છે.બોરસદના અલારસામાં પ્રચાર માટે આવેલા બીજેપીના ઉમેદવાર માટે કાળા વાવટા બતાવ્યા આણંદમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ છે. બોરસદના અલારસામાં પ્રચાર માટે આવેલા બીજેપીના ઉમેદવાર માટે કાળા વાવટા બતાવ્યા છે. અલારસામાં ભાજપના ઉમેદવાર મિતેષભાઈ પટેલ પ્રચાર માટે ગયા હતા. તેમાં તેમની સાથે 6 કારનો કાફલો હતો જેને કાળા વાવટા બતાવવામાં આવ્યા હતા. કાળા વાવટા બતાવી વાહનોને પરત કાઢ્યા હતા. પરશોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ ઉતર્યો છે. જેમાં હવે કાળા વાવટા બતાવી વાહનો પરત ગામની બહાર કાઢતા વીડિયો વાયરલ થઇ રહ્યાં છે. 

Gujarat News: પરશોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ એ જ સમાધાન: ગીતાબા પરમાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પરશોત્તમ રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત
  • ક્ષત્રિય સમાજ સમાધાન કરવાના મૂડમાં નહીં : ગીતાબા
  • દ્વારકાના ખાખરડા ગામે રૂપાલાના વિરોધમાં બેનરો લાગ્યા

પરશોત્તમ રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. જેમાં કરણીસેનાના મહિલા અધ્યક્ષ ગીતાબા પરમારનું નિવેદન સામે આવ્યું છે. તેમાં ગીતાબા પરમારે જણાવ્યું છે કે ઉમેદવારી રદ એ જ સમાધાન છે. ક્ષત્રિય સમાજ સમાધાન કરવાના મૂડમાં નહીં. આંદોલન નબળું પાડવા પોલીસને સૂચના છે. ભાગલા પાડી રાજ કરવાની નીતિ નહીં ચાલે.

દ્વારકાના ખાખરડા ગામે રૂપાલાના વિરોધમાં બેનરો લાગ્યા

ક્ષત્રિય સમાજનો વિરોધ રૂપાલા સામે યથાવત છે. તેમજ દ્વારકાના ખાખરડા ગામે રૂપાલાના વિરોધમાં બેનરો લાગ્યા છે. તેમાં ભાજપ ઉમેદવારને પ્રચાર ન કરવા આવવાના બેનરો લગાવી ક્ષત્રિય સમાજના લોકોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો છે. દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામે પ્રતિબંધના બેનરો લાગ્યા છે. ત્યારે ખાખરડા ગામે ક્ષત્રિય સમાજના લોકો એકત્ર થયા હતા. જેમાં ગામમાં ભાજપના ઉમેદવારને પ્રચાર ન કરવા અંગેના બેનરો લાગ્યા છે. પરશોત્તમ રૂપાલાનો વિવાદ હજુ પણ ચાલી રહ્યો છે.

બોરસદના અલારસામાં પ્રચાર માટે આવેલા બીજેપીના ઉમેદવાર માટે કાળા વાવટા બતાવ્યા

આણંદમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ છે. બોરસદના અલારસામાં પ્રચાર માટે આવેલા બીજેપીના ઉમેદવાર માટે કાળા વાવટા બતાવ્યા છે. અલારસામાં ભાજપના ઉમેદવાર મિતેષભાઈ પટેલ પ્રચાર માટે ગયા હતા. તેમાં તેમની સાથે 6 કારનો કાફલો હતો જેને કાળા વાવટા બતાવવામાં આવ્યા હતા. કાળા વાવટા બતાવી વાહનોને પરત કાઢ્યા હતા. પરશોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ ઉતર્યો છે. જેમાં હવે કાળા વાવટા બતાવી વાહનો પરત ગામની બહાર કાઢતા વીડિયો વાયરલ થઇ રહ્યાં છે.