Surat News : ખાનગી કંપનીમાં સામાન પડતા 2 શ્રમિકોના મોત

સારવાર દરમિયાન બન્ને શ્રમિકોના થયા મોત હજીરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી બાંધકામ વખતે ઉપરથી કોઈ સામાન પડતા શ્રમિકોને ઈજા થઈ હતી સુરતના હજીરામાં બાંધકામ સાઈટ પર એક દર્દભરી ઘટના બની હતી જેમાં ખાનગી કંપનીમાં કામ કરતા બે શ્રમિકો પર સામાન પડતા સારવાર દરમિયાન મોત થયુ છે.કંપનીમાં બાંધકામ થઈ રહ્યું હતુ તે દરમિયાન આ ઘટના બની હતી,તો બીજી તરફ હજીરા પોલીસે આસપાસના સીસીટીવીના આધારે ફૂટેજ જોઈ તપાસ હાથધરી છે તો હાલના તબક્કે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.કંપનીમાં અન્ય શ્રમિકો છે તેના પણ નિવેદન લેવામાં આવ્યા છે. સેફટીને લઈ ઉભા થયા સવાલો નવી બની રહેલી સાઈટ કે અન્ય કોઈ પણ મોટી જગ્યા પર જયારે બાંધકામને લઈ વાત હોય ત્યારે જે તે કંપની દ્વારા શ્રમિકોને લાઈફ સેફટીના સાધનો પહેરવા માટે આપવામાં આવતા હોય છે જેના કારણે કોઈ પણ ઘટના બને તો શ્રમિકને વધારે નુકસાન થાય નહી,ત્યારે આ ખાનગી કંપનીમાં શ્રમિકોને સેફટી સાધનો આપ્યા હતા કે નહી તેને લઈ પોલીસે તપાસ હાથધરી છે,જો સાઈટ પર સેફટીના સાધનો અપાયા ના હોય તો જે તે કંપનીના માલિક અથવા કોન્ટ્રાકટર વિરુદ્ધ માનવવધને લઈ ગુનો પણ નોંધાઈ શકે છે. મૃતદેહને પીએમ કરાયું ઘટનાની જાણ થતાની સાથે બન્ને ઈજાગ્રસ્ત શ્રમિકોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા હતા,જયા તેમનુ મોત થયું છે,પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથધરી છે તો પરિવારના સભ્યોના નિવેદન પણ લેવામાં આવ્યા છે. સરકાર દ્વારા કરાય છે સહાય ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા તેમજ નહીં નોંધાયેલા બાંધકામ શ્રમિક બાંધકામ સાઇટ પર આકસ્મિક મૃત્યુ પામે તો સમાન મૃત્યુ સહાય આપવા અંગે નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ નોંધાયેલી બાંધકામ સાઇટ કે ખાનગી વ્યક્તિગત ધોરણની ન નોંધાયેલી સાઇટ પર ચાલુ કામે નોંધાયેલા કે ન નોંધાયેલા બાંધકામ શ્રમિકનું અકસ્માતે મોત થાય તો તે બાંધકામ શ્રમિકના વારસદારોને સહાયની ચૂકવણી કરવામાં આવે છે.

Surat News : ખાનગી કંપનીમાં સામાન પડતા 2 શ્રમિકોના મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સારવાર દરમિયાન બન્ને શ્રમિકોના થયા મોત
  • હજીરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી
  • બાંધકામ વખતે ઉપરથી કોઈ સામાન પડતા શ્રમિકોને ઈજા થઈ હતી

સુરતના હજીરામાં બાંધકામ સાઈટ પર એક દર્દભરી ઘટના બની હતી જેમાં ખાનગી કંપનીમાં કામ કરતા બે શ્રમિકો પર સામાન પડતા સારવાર દરમિયાન મોત થયુ છે.કંપનીમાં બાંધકામ થઈ રહ્યું હતુ તે દરમિયાન આ ઘટના બની હતી,તો બીજી તરફ હજીરા પોલીસે આસપાસના સીસીટીવીના આધારે ફૂટેજ જોઈ તપાસ હાથધરી છે તો હાલના તબક્કે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.કંપનીમાં અન્ય શ્રમિકો છે તેના પણ નિવેદન લેવામાં આવ્યા છે.

સેફટીને લઈ ઉભા થયા સવાલો

નવી બની રહેલી સાઈટ કે અન્ય કોઈ પણ મોટી જગ્યા પર જયારે બાંધકામને લઈ વાત હોય ત્યારે જે તે કંપની દ્વારા શ્રમિકોને લાઈફ સેફટીના સાધનો પહેરવા માટે આપવામાં આવતા હોય છે જેના કારણે કોઈ પણ ઘટના બને તો શ્રમિકને વધારે નુકસાન થાય નહી,ત્યારે આ ખાનગી કંપનીમાં શ્રમિકોને સેફટી સાધનો આપ્યા હતા કે નહી તેને લઈ પોલીસે તપાસ હાથધરી છે,જો સાઈટ પર સેફટીના સાધનો અપાયા ના હોય તો જે તે કંપનીના માલિક અથવા કોન્ટ્રાકટર વિરુદ્ધ માનવવધને લઈ ગુનો પણ નોંધાઈ શકે છે.

મૃતદેહને પીએમ કરાયું

ઘટનાની જાણ થતાની સાથે બન્ને ઈજાગ્રસ્ત શ્રમિકોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા હતા,જયા તેમનુ મોત થયું છે,પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથધરી છે તો પરિવારના સભ્યોના નિવેદન પણ લેવામાં આવ્યા છે.


સરકાર દ્વારા કરાય છે સહાય

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા તેમજ નહીં નોંધાયેલા બાંધકામ શ્રમિક બાંધકામ સાઇટ પર આકસ્મિક મૃત્યુ પામે તો સમાન મૃત્યુ સહાય આપવા અંગે નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ નોંધાયેલી બાંધકામ સાઇટ કે ખાનગી વ્યક્તિગત ધોરણની ન નોંધાયેલી સાઇટ પર ચાલુ કામે નોંધાયેલા કે ન નોંધાયેલા બાંધકામ શ્રમિકનું અકસ્માતે મોત થાય તો તે બાંધકામ શ્રમિકના વારસદારોને સહાયની ચૂકવણી કરવામાં આવે છે.