જૂનાગઢમાં મેઘરાજા ગેલમાં, ગિરનારના પગથિયાં પરથી ઝરણાં વહ્યાં, જુઓ તસવીરો

Heavy Rain in Junagadh: જૂનાગઢ જિલ્લામાં બુધવારે (27મી જૂન)મેઘરાજાની પધરામણી થઈ હતી. ગિરનાર ક્ષેત્રમાં ધોધમાર ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. મુખ્ય માર્ગો તેમજ શેરી ગલીઓમાં પાણી ભરાઈ ગયા હતા. અનેક વિસ્તારોમાં તોડવામાં આવેલા રસ્તાના કારણે કાદવ-કિચડનું સામ્રાજ્ય હોવાથી લોકોને વરસાદની ખુશી કરતા અવર-જવર કરવાની વધુ ચિંતા થઈ હતી. તો માંગરોળ અને મેંદરડા પંથકમાં એકથી પોણા બે ઇંચ વરસાદ થયો હતો.જૂનાગઢના વિસ્તારોમાં પાણી ભરાયાજૂનાગઢ સહિત સમગ્ર જિલ્લામાં બુધવારે દોઢ કલાક સુધી ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરના મોતીબાગ, રેલવે સ્ટેશન રોડ, તળાવ દરવાજા, ઝાંઝરડા રોડ અંડરબ્રિજ, જોશીપરા અંડરબ્રિજ, મજેવડી દરવાજા રોડ, એમ.જી.રોડ, ગાંધીચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેના કારણે અનેક વાહનો બંધ થઈ જતા વાહન ચાલકોએ હેરાન થવું પડયું હતું. મનપા દ્વારા અનેક વિસ્તારોમાં રસ્તા તોડવામાં આવ્યા છે. તો અનેક વિસ્તારોમાં રસ્તા તોડયા બાદ ઢંગ ધડા વગરનું રિપેરિંગ કરવામાં આવ્યું છે. જેનાથી રોડ બેસી ગયા છે અને રસ્તા તોડ્યા છે. એવા વિસ્તારમાં કાદવ કિચડનું સામ્રાજ્ય છવાયું છે. જેના કારણે લોકોને વરસાદની ખુશી કરતા ઘરેથી બહાર કેમ જવું એની વધુ ચિંતા વ્યાપી હતી.ગિરનાર ક્ષેત્રમાં ત્રણ ઇંચ વરસાદગિરનાર તેમજ દાતાર ક્ષેત્રમાં પણ ત્રણ ઇંચ વરસાદ થયો હતો અને ગિરનારના પગથિયા પરથી ઝરણાઓ વહેતા હોય એવા દ્રશ્યો સર્જાયા હતા. આજે થયેલા વરસાદથી કાળવામાં પાણી આવ્યું હતું. આ સિઝનનો સૌથી વધુ ત્રણ ઇંચ વરસાદ બાદ થોડી વાતાવરણમાં થોડી ઠંડક થતા લોકોને અસહ્ય બફારાથી થોડી રાહત મળી હતી.મધુવંતી નદીમાં નવા નીરની આવકમેંદરડા પંથકમાં પણ આજે બપોરબાર ધોધમાર વરસાદ શરૂ થયો હતો. પોણા બે ઇંચ મધુવંતી નદીમાં પુર આવ્યું હતું. નદીમાં નવા નીરની આવક થતા તેના વધામણાં કરવામાં આવ્યા હતા. નદીમાં પ્રથમ પુરથી લોકોમાં ખુશી વ્યાપી હતી. જ્યારે માળીયા હાટીના પંથકમાં પણ એક ઇંચ વરસાદ થયો હતો. અમરાપુરમાં બે ઇંચ વરસાદ થયો અને વૃજમી નદીમાં પાણી આવ્યું હતું. જ્યારે ચોરવાડ, કુકસવાડા, ખંભાળિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી લોકોમાં ખુશી વ્યાપી હતી. આ ઉપરાંત માંગરોળમાં દોઢ ઇંચ, કેશોદ અને વંથલીમાં એક ઇંચ વરસાદ પડયો હતો. જ્યારે માણાવદરમાં પોણો ઇંચ વરસાદ થયો હતો. જૂનાગઢ જિલ્લામાં એક બે તાલુકાને બાદ કરતાં તમામ વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો વાવણીમાં વ્યસ્ત બન્યા છે. વાવણી થયા નદી નાળા છલોછલ થાય એવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે.આ પણ વાંચો: બનાસકાંઠામાં મેઘરાજાની ધબધબાટી, દાંતામાં સિવિલ બેટમાં ફેરવાઈ, અબાજીમાં રસ્તા પર પાણી ફરી વળ્યાજૂનાગઢમાં આઠ સ્થળે પાણી ભરાવાની ફરિયાદ, બે વૃક્ષ પડયાંજૂનાગઢમાં આજે બપોરે ધોધમાર વરસાદ પડતાં શહેરમાં આઠ જેટલા સ્થળ પર પાણી ભરાયા હતા. મનપા ખાતે આ અંગેની ફરિયાદ મળી હતી. વરસાદના વિરામ બાદ પાણીનો નિકાલ થયો હતો. આ ઉપરાંત બાયપાસ રોડ પર તેમજ વંથલી રોડ પર એક વૃક્ષ ધરાશાયી થયું હતું.

જૂનાગઢમાં મેઘરાજા ગેલમાં, ગિરનારના પગથિયાં પરથી ઝરણાં વહ્યાં, જુઓ તસવીરો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Heavy rains in Junagadh district

Heavy Rain in Junagadh: જૂનાગઢ જિલ્લામાં બુધવારે (27મી જૂન)મેઘરાજાની પધરામણી થઈ હતી. ગિરનાર ક્ષેત્રમાં ધોધમાર ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. મુખ્ય માર્ગો તેમજ શેરી ગલીઓમાં પાણી ભરાઈ ગયા હતા. અનેક વિસ્તારોમાં તોડવામાં આવેલા રસ્તાના કારણે કાદવ-કિચડનું સામ્રાજ્ય હોવાથી લોકોને વરસાદની ખુશી કરતા અવર-જવર કરવાની વધુ ચિંતા થઈ હતી. તો માંગરોળ અને મેંદરડા પંથકમાં એકથી પોણા બે ઇંચ વરસાદ થયો હતો.

Heavy rains

જૂનાગઢના વિસ્તારોમાં પાણી ભરાયા

જૂનાગઢ સહિત સમગ્ર જિલ્લામાં બુધવારે દોઢ કલાક સુધી ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરના મોતીબાગ, રેલવે સ્ટેશન રોડ, તળાવ દરવાજા, ઝાંઝરડા રોડ અંડરબ્રિજ, જોશીપરા અંડરબ્રિજ, મજેવડી દરવાજા રોડ, એમ.જી.રોડ, ગાંધીચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેના કારણે અનેક વાહનો બંધ થઈ જતા વાહન ચાલકોએ હેરાન થવું પડયું હતું. મનપા દ્વારા અનેક વિસ્તારોમાં રસ્તા તોડવામાં આવ્યા છે. તો અનેક વિસ્તારોમાં રસ્તા તોડયા બાદ ઢંગ ધડા વગરનું રિપેરિંગ કરવામાં આવ્યું છે. જેનાથી રોડ બેસી ગયા છે અને રસ્તા તોડ્યા છે. એવા વિસ્તારમાં કાદવ કિચડનું સામ્રાજ્ય છવાયું છે. જેના કારણે લોકોને વરસાદની ખુશી કરતા ઘરેથી બહાર કેમ જવું એની વધુ ચિંતા વ્યાપી હતી.

Rain Update

ગિરનાર ક્ષેત્રમાં ત્રણ ઇંચ વરસાદ

ગિરનાર તેમજ દાતાર ક્ષેત્રમાં પણ ત્રણ ઇંચ વરસાદ થયો હતો અને ગિરનારના પગથિયા પરથી ઝરણાઓ વહેતા હોય એવા દ્રશ્યો સર્જાયા હતા. આજે થયેલા વરસાદથી કાળવામાં પાણી આવ્યું હતું. આ સિઝનનો સૌથી વધુ ત્રણ ઇંચ વરસાદ બાદ થોડી વાતાવરણમાં થોડી ઠંડક થતા લોકોને અસહ્ય બફારાથી થોડી રાહત મળી હતી.

Water filled in Junagadh

મધુવંતી નદીમાં નવા નીરની આવક

મેંદરડા પંથકમાં પણ આજે બપોરબાર ધોધમાર વરસાદ શરૂ થયો હતો. પોણા બે ઇંચ મધુવંતી નદીમાં પુર આવ્યું હતું. નદીમાં નવા નીરની આવક થતા તેના વધામણાં કરવામાં આવ્યા હતા. નદીમાં પ્રથમ પુરથી લોકોમાં ખુશી વ્યાપી હતી. જ્યારે માળીયા હાટીના પંથકમાં પણ એક ઇંચ વરસાદ થયો હતો. અમરાપુરમાં બે ઇંચ વરસાદ થયો અને વૃજમી નદીમાં પાણી આવ્યું હતું. જ્યારે ચોરવાડ, કુકસવાડા, ખંભાળિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી લોકોમાં ખુશી વ્યાપી હતી. આ ઉપરાંત માંગરોળમાં દોઢ ઇંચ, કેશોદ અને વંથલીમાં એક ઇંચ વરસાદ પડયો હતો. જ્યારે માણાવદરમાં પોણો ઇંચ વરસાદ થયો હતો. જૂનાગઢ જિલ્લામાં એક બે તાલુકાને બાદ કરતાં તમામ વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો વાવણીમાં વ્યસ્ત બન્યા છે. વાવણી થયા નદી નાળા છલોછલ થાય એવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે.

 Junagadh

આ પણ વાંચો: બનાસકાંઠામાં મેઘરાજાની ધબધબાટી, દાંતામાં સિવિલ બેટમાં ફેરવાઈ, અબાજીમાં રસ્તા પર પાણી ફરી વળ્યા


જૂનાગઢમાં આઠ સ્થળે પાણી ભરાવાની ફરિયાદ, બે વૃક્ષ પડયાં

જૂનાગઢમાં આજે બપોરે ધોધમાર વરસાદ પડતાં શહેરમાં આઠ જેટલા સ્થળ પર પાણી ભરાયા હતા. મનપા ખાતે આ અંગેની ફરિયાદ મળી હતી. વરસાદના વિરામ બાદ પાણીનો નિકાલ થયો હતો. આ ઉપરાંત બાયપાસ રોડ પર તેમજ વંથલી રોડ પર એક વૃક્ષ ધરાશાયી થયું હતું.