ભાડલામાં આધેડનો આપઘાત, કાર્યપાલક ઇજનેર અને તેના ડ્રાઇવર સામે ગુનો

બે દિવસ પહેલા ઝેરી દવા પી લીધી હતી, રાજકોટમાં દમ તોડયોજમીન સુધારણાનું કામ કરતાં આધેડને ખોદકામ કરવાની ના પાડી ગેરવર્તન કરી મરવા મજબૂર કર્યાનો આરોપરાજકોટ: જસદણ તાલુકાના ભાડલા ગામે રહેતા અને તળાવ પાસે જમીન ધરાવતા રામજીભાઈ ભલાભાઈ વાઘેલા (ઉ.વ.૫૫) બે દિવસ પહેલા પોતાની ખેતીની જમીનમાં જમીન સુધારણાનું કામ કરતા હતા ત્યારે ત્યાં આવેલા જસદણ નાની સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર શર્મા અને તેના ડ્રાઇવરે તેને 'આ સરકારી જમીન હોય, જેથી તમે ખોદકામ ન કરી શકો. તમારે ખોદકામ કરવું હોય તો મંજૂરી લેવી પડે' કહી બોલાચાલી કરી, ગેરવર્તન કર્યા બાદ જ્ઞાાતિ પ્રત્યે અપશબ્દો કહી ઝેરી દવા મજબૂર કરતાં રામજીભાઈએ આપઘાત કરી લીધાની ભાડલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.ભાડલા પોલીસે આ અંગે મૃતકના પુત્ર અનિલભાઇ (ઉ.વ.૩૮)ની ફરિયાદ પરથી જસદણ નાની સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર શર્મા અને તેના ડ્રાઇવર સામે ગુનો દાખલ કરી ધરપકડ કરવા કવાયત શરૂ કરી છે.અનિલભાઈએ પોલીસને જણાવ્યું કે, સરી તરીકે ઓળખાતા તળાવમાં તેની જમીન આવેલી હોય તે જમીનમાં તેનો પરિવાર ૧૯૯૭ના પરિપત્ર મુજબ ખેતી કામ કરતો હતો. ગઇ તા. ૩૦ના તે ખેતરે જતાં તેના પિતા જેસીબી અને ટ્રેક્ટરની મદદથી જમીન સુધારણા માટે ફરતે પાળો અને ખાતરની ઉથરેટીમાં કાપ નાખવાનું કામ કરતાં હતાં. થોડા સમય બાદ ત્યાં આરોપી કાર્યપાલક ઇજનેર હરદેવભાઈ શર્મા અને તેનો ડ્રાઇવર ગાડી લઇને ત્યાં આવ્યા હતાં અને તેના પિતાને માટી ખોદકામ કરવાની ના પાડી 'આ જમીન સિંચાઇ વિભાગની સરકારી જમીન હોય, જેથી તમે અહીં કરી રહેલ ગેરકાયદેસર ખોદકામ બંધ કરો' તેમ કહેતા તેના પિતાએ 'આ અમારી માલિકીની જમીનમાંથી માટી કાઢી અમારી જમીન ફરતે પાળો બાંધીએ છીએ, અમારા ઉપયોગ માટે જમીન સુધારણાનું કામ કરીએ છીએ' તેમ કહેતા આરોપીએ બોલાચાલી કરી જ્ઞાાતિ પ્રત્યે અપશબ્દો બોલવા લાગ્યા હતા.રામજીભાઈએ તેને અમે અમારી જમીનમાં કામ કરીએ છીએ, અમારી સાથે આવું ગેરવર્તન ન કરો કહેતા આરોપીએ બે ખેડૂત ખાતેદારોએ પાંચ-પાંચ હજાર ભરીને ખોદકામની પરમિશન લીધી છે, તમારે પણ સિંચાઇ વિભાગમાં પૈસા ભરી મંજૂરી મેળવવી પડશે કહી પૈસાની માગણી કરતાં પિતાએ હું બીજા પાસેથી પૈસા લાવી આ કામ કરું છું, હાલ મારી પાસે પૈસા નથી કહેતા આરોપીએ કામ બંધ કરવાનું કહ્યું હતું.આથી રામજીભાઈએ આ જમીન અમારી રોજીરોટી છે, અમે આ ખેતીનું કામ ન કરીએ તો અમારે દવા પીવાનો વારો આવે તેમ કહેતા આરોપીએ 'તમારે દવા પીવી હોય તો પી જાઓ, મને કોઇ ફરક પડતો નથી' તેમ કહી ઉશ્કેરતા રામજીભાઈએ ઝેરી દવા પી લીધી હતી.આથી ત્યાં હાજર લોકોએ તેના હાથમાંથી બોટલ આંચકી લીધા બાદ તેના પિતાને હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યાંથી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. જેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.ઘટનાને લઇ મૃતકના પરિવારજનોએ આરોપીઓ સામે આક્ષેપો કરી કાર્યવાહી કરવાની માંગ સાથે રામજીભાઈની લાશ સ્વીકારવાનો ઇન્કાર કરી દેતાં પોલીસમાં દોડધામ થઇ ગઇ હતી. જો કે બાદમાં ભાડલા પોલીસે આ અંગે કાર્યવાહી કરતાં મૃતકના પરિવારે મૃતદેહ સ્વીકારી લીધો હોવાનું મોડીરાત્રે સૂત્રોએ જણાવ્યું હતું. બીજી તરફ રાજકોટ આવેલા ધારાસભ્ય જીજ્ઞોશ મેવાણીએ પણ હોસ્પિટલે પહોંચી મૃતકના પરિવાર સાથે મુલાકાત કરી હતી.

ભાડલામાં આધેડનો આપઘાત, કાર્યપાલક ઇજનેર અને તેના ડ્રાઇવર સામે ગુનો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


બે દિવસ પહેલા ઝેરી દવા પી લીધી હતી, રાજકોટમાં દમ તોડયો

જમીન સુધારણાનું કામ કરતાં આધેડને ખોદકામ કરવાની ના પાડી ગેરવર્તન કરી મરવા મજબૂર કર્યાનો આરોપ

રાજકોટ: જસદણ તાલુકાના ભાડલા ગામે રહેતા અને તળાવ પાસે જમીન ધરાવતા રામજીભાઈ ભલાભાઈ વાઘેલા (ઉ.વ.૫૫) બે દિવસ પહેલા પોતાની ખેતીની જમીનમાં જમીન સુધારણાનું કામ કરતા હતા ત્યારે ત્યાં આવેલા જસદણ નાની સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર શર્મા અને તેના ડ્રાઇવરે તેને 'આ સરકારી જમીન હોય, જેથી તમે ખોદકામ ન કરી શકો. તમારે ખોદકામ કરવું હોય તો મંજૂરી લેવી પડે' કહી બોલાચાલી કરી, ગેરવર્તન કર્યા બાદ જ્ઞાાતિ પ્રત્યે અપશબ્દો કહી ઝેરી દવા મજબૂર કરતાં રામજીભાઈએ આપઘાત કરી લીધાની ભાડલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

ભાડલા પોલીસે આ અંગે મૃતકના પુત્ર અનિલભાઇ (ઉ.વ.૩૮)ની ફરિયાદ પરથી જસદણ નાની સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર શર્મા અને તેના ડ્રાઇવર સામે ગુનો દાખલ કરી ધરપકડ કરવા કવાયત શરૂ કરી છે.

અનિલભાઈએ પોલીસને જણાવ્યું કે, સરી તરીકે ઓળખાતા તળાવમાં તેની જમીન આવેલી હોય તે જમીનમાં તેનો પરિવાર ૧૯૯૭ના પરિપત્ર મુજબ ખેતી કામ કરતો હતો. ગઇ તા. ૩૦ના તે ખેતરે જતાં તેના પિતા જેસીબી અને ટ્રેક્ટરની મદદથી જમીન સુધારણા માટે ફરતે પાળો અને ખાતરની ઉથરેટીમાં કાપ નાખવાનું કામ કરતાં હતાં. 

થોડા સમય બાદ ત્યાં આરોપી કાર્યપાલક ઇજનેર હરદેવભાઈ શર્મા અને તેનો ડ્રાઇવર ગાડી લઇને ત્યાં આવ્યા હતાં અને તેના પિતાને માટી ખોદકામ કરવાની ના પાડી 'આ જમીન સિંચાઇ વિભાગની સરકારી જમીન હોય, જેથી તમે અહીં કરી રહેલ ગેરકાયદેસર ખોદકામ બંધ કરો' તેમ કહેતા તેના પિતાએ 'આ અમારી માલિકીની જમીનમાંથી માટી કાઢી અમારી જમીન ફરતે પાળો બાંધીએ છીએ, અમારા ઉપયોગ માટે જમીન સુધારણાનું કામ કરીએ છીએ' તેમ કહેતા આરોપીએ બોલાચાલી કરી જ્ઞાાતિ પ્રત્યે અપશબ્દો બોલવા લાગ્યા હતા.

રામજીભાઈએ તેને અમે અમારી જમીનમાં કામ કરીએ છીએ, અમારી સાથે આવું ગેરવર્તન ન કરો કહેતા આરોપીએ બે ખેડૂત ખાતેદારોએ પાંચ-પાંચ હજાર ભરીને ખોદકામની પરમિશન લીધી છે, તમારે પણ સિંચાઇ વિભાગમાં પૈસા ભરી મંજૂરી મેળવવી પડશે કહી પૈસાની માગણી કરતાં પિતાએ હું બીજા પાસેથી પૈસા લાવી આ કામ કરું છું, હાલ મારી પાસે પૈસા નથી કહેતા આરોપીએ કામ બંધ કરવાનું કહ્યું હતું.

આથી રામજીભાઈએ આ જમીન અમારી રોજીરોટી છે, અમે આ ખેતીનું કામ ન કરીએ તો અમારે દવા પીવાનો વારો આવે તેમ કહેતા આરોપીએ 'તમારે દવા પીવી હોય તો પી જાઓ, મને કોઇ ફરક પડતો નથી' તેમ કહી ઉશ્કેરતા રામજીભાઈએ ઝેરી દવા પી લીધી હતી.

આથી ત્યાં હાજર લોકોએ તેના હાથમાંથી બોટલ આંચકી લીધા બાદ તેના પિતાને હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યાંથી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. જેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.

ઘટનાને લઇ મૃતકના પરિવારજનોએ આરોપીઓ સામે આક્ષેપો કરી કાર્યવાહી કરવાની માંગ સાથે રામજીભાઈની લાશ સ્વીકારવાનો ઇન્કાર કરી દેતાં પોલીસમાં દોડધામ થઇ ગઇ હતી. જો કે બાદમાં ભાડલા પોલીસે આ અંગે કાર્યવાહી કરતાં મૃતકના પરિવારે મૃતદેહ સ્વીકારી લીધો હોવાનું મોડીરાત્રે સૂત્રોએ જણાવ્યું હતું. 

બીજી તરફ રાજકોટ આવેલા ધારાસભ્ય જીજ્ઞોશ મેવાણીએ પણ હોસ્પિટલે પહોંચી મૃતકના પરિવાર સાથે મુલાકાત કરી હતી.