ચાણક્ય-સી વૉટર સહિતના સાત એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં ભાજપની હેટ્રિક નક્કી

Lok Sabha Elections 2024 | ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે સાતમી મેના રોજ મતદાન થયું હતું. હવે 4 જૂને મત ગણતરી પહેલા આજે એક્ઝિટ પોલના આંકડા આવી રહ્યા છે. આ પૈકી ત્રણ પોલ પ્રમાણે ગુજરાતમાં ભાજપ ક્લિન સ્વિપ કરી શકે છે. ગુજરાતમાં સતત ત્રીજી વાર ભાજપની હેટ્રિકનું અનુમાનગુજરાતમાં સીએનએક્સ, ટીવી9 અને ઈટીજીના અનુમાન પ્રમાણે ભાજપને તમામ 26 બેઠક મળી શકે છે. આ સિવાય અન્ય એક્ઝિટ પોલ શું કહે છે તે માટે નીચેનું કોષ્ટક જુઓ.  પોલ એજન્સી BJP INC+ સી-વૉટર  25-26 0-1 એક્સિસ 25-26 0-1 મેટ્રિઝ 24-26 0-2 સીએનએક્સ 26 0 ચાણક્ય 24-26 0-2 ટીવી9 26 0 ઈટીજી 26 0 ગુજરાતમાં આ વખતે લોકસભાની ચૂંટણી એકતરફી રહેશે એવો માહોલ અગાઉ જણાતો હતો. જો કે મતદાનની તારીખ નજીક આવતા જ પરશોત્તમ રૂપાલાના નિવેદનના કારણે સર્જાયેલા ક્ષત્રિય આંદોલનથી રાજકીય ગરમાવો વ્યાપી ગયો હતો. ગુજરાતમાં લોકસભાની 26 બેઠક છે. વર્ષ 2014 અને 2019માં ગુજરાતની આ તમામ બેઠકો ભાજપે કબજે કરી લીધી હતી. આ વખતે I.N.D.I.A ગઠબંધન હેઠળ ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ ભરૂચ અને ભાવનગર એમ બે બેઠક પર ચૂંટણી લડી હતી, જ્યારે બાકીની 24 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. આ દરમિયાન સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું. ત્યાર બાદ ભાજપ સિવાયના અન્ય ઉમેદવારોએ પણ ફોર્મ પરત ખેંચી લીધા હતા. આ કારણસર ભાજપના મુકેશ દલાલના બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. આમ, ભાજપના ખાતામાં મતદાન પહેલા જ એક બેઠક આવી ગઈ છે. ત્યાર પછી સાતમી મેના રોજ બાકીની 25 બેઠક પર મતદાન થયું હતું.  

ચાણક્ય-સી વૉટર સહિતના સાત એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં ભાજપની હેટ્રિક નક્કી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Lok Sabha Elections 2024 | ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે સાતમી મેના રોજ મતદાન થયું હતું. હવે 4 જૂને મત ગણતરી પહેલા આજે એક્ઝિટ પોલના આંકડા આવી રહ્યા છે. આ પૈકી ત્રણ પોલ પ્રમાણે ગુજરાતમાં ભાજપ ક્લિન સ્વિપ કરી શકે છે.

ગુજરાતમાં સતત ત્રીજી વાર ભાજપની હેટ્રિકનું અનુમાન
ગુજરાતમાં સીએનએક્સ, ટીવી9 અને ઈટીજીના અનુમાન પ્રમાણે ભાજપને તમામ 26 બેઠક મળી શકે છે. આ સિવાય અન્ય એક્ઝિટ પોલ શું કહે છે તે માટે નીચેનું કોષ્ટક જુઓ. 

પોલ એજન્સી

BJP

INC+

સી-વૉટર 

25-26

0-1

એક્સિસ

25-26

0-1

મેટ્રિઝ

24-26

0-2

સીએનએક્સ

26

0

ચાણક્ય

24-26

0-2

ટીવી9

26

0

ઈટીજી

26

0


ગુજરાતમાં આ વખતે લોકસભાની ચૂંટણી એકતરફી રહેશે એવો માહોલ અગાઉ જણાતો હતો. જો કે મતદાનની તારીખ નજીક આવતા જ પરશોત્તમ રૂપાલાના નિવેદનના કારણે સર્જાયેલા ક્ષત્રિય આંદોલનથી રાજકીય ગરમાવો વ્યાપી ગયો હતો. ગુજરાતમાં લોકસભાની 26 બેઠક છે. વર્ષ 2014 અને 2019માં ગુજરાતની આ તમામ બેઠકો ભાજપે કબજે કરી લીધી હતી. આ વખતે I.N.D.I.A ગઠબંધન હેઠળ ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ ભરૂચ અને ભાવનગર એમ બે બેઠક પર ચૂંટણી લડી હતી, જ્યારે બાકીની 24 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું.

આ દરમિયાન સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું. ત્યાર બાદ ભાજપ સિવાયના અન્ય ઉમેદવારોએ પણ ફોર્મ પરત ખેંચી લીધા હતા. આ કારણસર ભાજપના મુકેશ દલાલના બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. આમ, ભાજપના ખાતામાં મતદાન પહેલા જ એક બેઠક આવી ગઈ છે. ત્યાર પછી સાતમી મેના રોજ બાકીની 25 બેઠક પર મતદાન થયું હતું.