જામનગરમાં ગુરુદ્વારા ચોકડી થી જી.જી.હોસ્પિટલ તરફનો માર્ગ બંધ કરી દેવાતા વાહનચાલકો અટવાયા

Jamnagar News : જામનગર શહેરમાં ગુરુદ્વારા ચોકડી થી જી.જી.હોસ્પિટલ તરફ જવાના માર્ગે ભૂગર્ભ ગટર અને રોડનું કામ ચાલી રહ્યું હોવાથી જામનગર મહાનગરપાલિકા દ્વારા ઉપરોક્ત રસ્તો વાહનોની અવરજવર માટે હંગામી ધોરણે બંધ કરી દેવાયો હતો. જામ્યુકોના વર્તુળ દ્વારા અગાઉની જાણકારી વિના ઉપરોક્ત માર્ગ બંધ કરી દેવાયો હોવાથી અનેક વાહન ચાલકો અટવાયા હતા. જો કે મંગલબાગ તેમજ સેન્ટર પોઇન્ટ બિલ્ડીંગ પાછળની શેરીમાંથી બંને તરફથી રસ્તો કરી દેવાયો હતો અને થોડા કલાકો બાદ કામગીરી પૂર્ણ કરી લેવાશે તેવો પ્રત્યુતર અપાયો હતો. ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખીને મંગલબાગ વિસ્તારમાં ભૂગર્ભ ગટર સહિતનું કામ ચાલી રહ્યું હોવાથી આ માર્ગને હંગામી ધોરણે બંધ કરાયો છે, અને યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.

જામનગરમાં ગુરુદ્વારા ચોકડી થી જી.જી.હોસ્પિટલ તરફનો માર્ગ બંધ કરી દેવાતા વાહનચાલકો અટવાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Jamnagar News : જામનગર શહેરમાં ગુરુદ્વારા ચોકડી થી જી.જી.હોસ્પિટલ તરફ જવાના માર્ગે ભૂગર્ભ ગટર અને રોડનું કામ ચાલી રહ્યું હોવાથી જામનગર મહાનગરપાલિકા દ્વારા ઉપરોક્ત રસ્તો વાહનોની અવરજવર માટે હંગામી ધોરણે બંધ કરી દેવાયો હતો.

 જામ્યુકોના વર્તુળ દ્વારા અગાઉની જાણકારી વિના ઉપરોક્ત માર્ગ બંધ કરી દેવાયો હોવાથી અનેક વાહન ચાલકો અટવાયા હતા. જો કે મંગલબાગ તેમજ સેન્ટર પોઇન્ટ બિલ્ડીંગ પાછળની શેરીમાંથી બંને તરફથી રસ્તો કરી દેવાયો હતો અને થોડા કલાકો બાદ કામગીરી પૂર્ણ કરી લેવાશે તેવો પ્રત્યુતર અપાયો હતો.

 ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખીને મંગલબાગ વિસ્તારમાં ભૂગર્ભ ગટર સહિતનું કામ ચાલી રહ્યું હોવાથી આ માર્ગને હંગામી ધોરણે બંધ કરાયો છે, અને યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.