Modasa News: તા.28મી મેથી કોઈ એલર્ટ ન હોવાની હવામાન વિભાગની આગાહીથી હાશકારો

એલર્ટ હટતાં જ પવનની ગતિ વધી, સાબરકાંઠામાં ઝાપટું થયું અને અરવલ્લી જિલ્લામાં શનિવારે રાત્રિના સુમારે છાંટા પડયામે માસમાં આગ ઓકતી ગરમી પડી, મોટાભાગના વિસ્તારોમાં પારો 45 ડિગ્રીને વટાવી જતાં લોકો રીતસર ગરમીમાં શેકાયાં કાળઝાળ ગરમીમાં આંશિક રાહત, આજે બનાસકાંઠા અને સાબરકાંઠામાં યલો એલર્ટ, બાદમાં તાપમાન સામાન્ય રહેશે હવે આગામી દિવસોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે, આ વર્ષે ચોમાસું વહેલું શરૂ થવાની પણ આગાહી કરાઈ મે મહિનામાં આકાશમાંથી અગનવર્ષા થતી હોય તેવી ગરમી પડી છે. વિતેલા અઠવાડિયામાં તો જાણે સૂર્ય નારાયણે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ હોય તેમ ચામડી દાઝી જાય તેવી આકરી ગરમી લોકોને સહન કરવી પડી છે. પરંતુ હવે આ મહિનાના અંતમાં જ ગરમીમાં ઘટાડો થવા લાગ્યો છે. શનિવાર સુધી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ રહેતાં લોકો તોબાહ પોકારી ગયા છે. પરંતુ હવે ગરમીમાં આંશિક ઘટાડો થવા લાગ્યો છે. રવિવાર અને સોમવાર બે દિવસ બનાસકાંઠા અને સાબરકાંઠામાં યલો એલર્ટ રહેશે. બાદમાં સમગ્ર ઉત્તર ગુજરાતમાં હવે આગામી ચાર દિવસ સુધી ગરમીનું કોઈ એલર્ટ ન હોવાની હવામાન વિભાગે આગાહી કરતાં લોકોએ હાશકારો અનુભવ્યો છે. દેહ દઝાડતી ગરમીમાં રવિવારથી ઘટાડો નોંધાયો છે અને સોમવારે માત્ર બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં જ યોદ એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યુ છે. આ એલર્ટ હેઠળ 41થી 43 ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન નોંધાશે. જ્યારે બાકીના બાકીના જિલ્લાઓ મહેસાણા, પાટણ અને અરવલ્લીમાં તાપમાન સામાન્ય રહેશે અને પારો 40 ડિગ્રીની આસપાસ રહી શકે છે. જ્યારે સોમવાર બાદ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગરમીનું કોઈ એલર્ટ ન હોવાનું હવામાન વિભાગે જાહેર કર્યુ છે. શેકાઈ જવાય તેવી ગરમી છેલ્લા 15 દિવસમાં લોકોએ અનુભવી છે. બપોરના સમયે તો ઘરની બહાર પણ ન નીકળી શકાય તેવી હીટવેવથી લોકો તોબાહ પોકારી ગયા હતા. રાત્રે પણ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેતાં લોકોની હાલત કફોડી બની હતી. ગત તા. 18મી મેથી આકરી ગરમીનો રાઉન્ડ શરૂ થયો હતો અને 23મી મે સુધીમાં તો જાણે અંગારા વરસતા હોય તેવી કાળઝાળ ગરમી પડી હતી. પરંતુ હવે ધીમે-ધીમે ગરમીમાં ઘટાડો થઈ રહ્યો હોય લોકો આંશિક રાહત અનુભવી રહ્યા છે. હવે જૂન મહિનાની શરૂઆતમાં જ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. ત્યારે ગરમી સામાન્ય રહેવાની શક્યતાઓ છે. તા. 1લી જૂન આસપાસ કેરળમાં ચોમાસું પહોંચી જવાની શક્યતાઓ આ વર્ષે દેશમાં ચોમાસુ વહેલુ શરૂ થવાની શક્યતાઓ છે. બીજી તરફ હવામાન નિષ્ણાતોના મતે બંગાળની ખાડીમાં સર્જાયેલ વાવાઝોડું ચોમાસાને આગળ વધારી રહ્યુ હોય તા. 1લી જૂન આસપાસ કેરળમાં વિધિવત ચોમાસાની એન્ટ્રી થઈ જવાની શક્યતા છે. છેલ્લા બે દિવસમાં કેરળમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી હેઠળ ભારે વરસાદ પણ થયો છે અને ચોમાસાનો પ્રથા રાઉન્ડ પણ ઝડપી શરૂ થઈ શકે છે. ત્યારબાદ ચોમાસુ આગળ વધીને મુંબઈ થઈ 15મી જૂન સુધીમાં ગુજરાત પહોંચશે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થશે.

Modasa News: તા.28મી મેથી કોઈ એલર્ટ ન હોવાની હવામાન વિભાગની આગાહીથી હાશકારો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • એલર્ટ હટતાં જ પવનની ગતિ વધી, સાબરકાંઠામાં ઝાપટું થયું અને અરવલ્લી જિલ્લામાં શનિવારે રાત્રિના સુમારે છાંટા પડયા
  • મે માસમાં આગ ઓકતી ગરમી પડી, મોટાભાગના વિસ્તારોમાં પારો 45 ડિગ્રીને વટાવી જતાં લોકો રીતસર ગરમીમાં શેકાયાં
  • કાળઝાળ ગરમીમાં આંશિક રાહત, આજે બનાસકાંઠા અને સાબરકાંઠામાં યલો એલર્ટ, બાદમાં તાપમાન સામાન્ય રહેશે
  • હવે આગામી દિવસોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે, આ વર્ષે ચોમાસું વહેલું શરૂ થવાની પણ આગાહી કરાઈ

મે મહિનામાં આકાશમાંથી અગનવર્ષા થતી હોય તેવી ગરમી પડી છે. વિતેલા અઠવાડિયામાં તો જાણે સૂર્ય નારાયણે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ હોય તેમ ચામડી દાઝી જાય તેવી આકરી ગરમી લોકોને સહન કરવી પડી છે. પરંતુ હવે આ મહિનાના અંતમાં જ ગરમીમાં ઘટાડો થવા લાગ્યો છે. શનિવાર સુધી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ રહેતાં લોકો તોબાહ પોકારી ગયા છે. પરંતુ હવે ગરમીમાં આંશિક ઘટાડો થવા લાગ્યો છે. રવિવાર અને સોમવાર બે દિવસ બનાસકાંઠા અને સાબરકાંઠામાં યલો એલર્ટ રહેશે. બાદમાં સમગ્ર ઉત્તર ગુજરાતમાં હવે આગામી ચાર દિવસ સુધી ગરમીનું કોઈ એલર્ટ ન હોવાની હવામાન વિભાગે આગાહી કરતાં લોકોએ હાશકારો અનુભવ્યો છે.

દેહ દઝાડતી ગરમીમાં રવિવારથી ઘટાડો નોંધાયો છે અને સોમવારે માત્ર બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં જ યોદ એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યુ છે. આ એલર્ટ હેઠળ 41થી 43 ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન નોંધાશે. જ્યારે બાકીના બાકીના જિલ્લાઓ મહેસાણા, પાટણ અને અરવલ્લીમાં તાપમાન સામાન્ય રહેશે અને પારો 40 ડિગ્રીની આસપાસ રહી શકે છે. જ્યારે સોમવાર બાદ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગરમીનું કોઈ એલર્ટ ન હોવાનું હવામાન વિભાગે જાહેર કર્યુ છે. શેકાઈ જવાય તેવી ગરમી છેલ્લા 15 દિવસમાં લોકોએ અનુભવી છે. બપોરના સમયે તો ઘરની બહાર પણ ન નીકળી શકાય તેવી હીટવેવથી લોકો તોબાહ પોકારી ગયા હતા. રાત્રે પણ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેતાં લોકોની હાલત કફોડી બની હતી.

ગત તા. 18મી મેથી આકરી ગરમીનો રાઉન્ડ શરૂ થયો હતો અને 23મી મે સુધીમાં તો જાણે અંગારા વરસતા હોય તેવી કાળઝાળ ગરમી પડી હતી. પરંતુ હવે ધીમે-ધીમે ગરમીમાં ઘટાડો થઈ રહ્યો હોય લોકો આંશિક રાહત અનુભવી રહ્યા છે. હવે જૂન મહિનાની શરૂઆતમાં જ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. ત્યારે ગરમી સામાન્ય રહેવાની શક્યતાઓ છે.

તા. 1લી જૂન આસપાસ કેરળમાં ચોમાસું પહોંચી જવાની શક્યતાઓ

આ વર્ષે દેશમાં ચોમાસુ વહેલુ શરૂ થવાની શક્યતાઓ છે. બીજી તરફ હવામાન નિષ્ણાતોના મતે બંગાળની ખાડીમાં સર્જાયેલ વાવાઝોડું ચોમાસાને આગળ વધારી રહ્યુ હોય તા. 1લી જૂન આસપાસ કેરળમાં વિધિવત ચોમાસાની એન્ટ્રી થઈ જવાની શક્યતા છે. છેલ્લા બે દિવસમાં કેરળમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી હેઠળ ભારે વરસાદ પણ થયો છે અને ચોમાસાનો પ્રથા રાઉન્ડ પણ ઝડપી શરૂ થઈ શકે છે. ત્યારબાદ ચોમાસુ આગળ વધીને મુંબઈ થઈ 15મી જૂન સુધીમાં ગુજરાત પહોંચશે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થશે.