Sabarkantha News: વિજયનગરના ઈટાવડી ગામે મોડી રાત્રે મકાનમાં આગ ભભૂકી ઊઠતા દોડધામ

હાશકારો : ઘરના સભ્યોની ગરમીને લઈ બહાર સૂતા હોઈ આબાદ બચાવસળગતું મકાન જોઈ બુમાબૂમ કરતા આસપાસના રહીશોએ તુરત જ દોડી આવ્યા રાત્રીના 12 વાગ્યાના આસપાસના અરસામાં પરિવાર ભર નિંદ્રામાં હતા સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં ઇટાવડી ગામના સોમનાથ ફળિયામાં શનિવારે મોડી રાત્રે મકાન સળગી ઊઠતા અફ્રાતફ્રી મચી ગઈ હતી. રાત્રીના સમયે ઘરમાં અચાનક આગ લાગતા એક મકાન બળીને ખાખ થઈ જ્તા શ્રામજીવી પરિવાર પર આભ તૂટી પડયું છે. બનાવ અંગેની વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ અસહ્ય ગરમીની બફરાને લઈને ઘર પરિવારના મોભી લિંબાત મનજીભાઈ સુકાજી અને તેમનો દીકરો જગદીશભાઈ તથા ઘરના બધા સભ્યો ખાટલાઓ ઘર બહાર કાઢીને નીંદર માણી રહ્યા હતા. ત્યારે રાત્રીના 12 વાગ્યાના આસપાસના અરસામાં પરિવાર ભર નિંદ્રામાં હતો. તેવા સમયે ઘર ભડ.. ભડ સળગી ઉઠયું હતું. જેના કારણે પરિવાર જાગી ગયો હતો અને સળગતું મકાન જોઈ બુમાબૂમ કરતા આસપાસના રહીશોએ તુરત જ દોડી આવી તમામ લોકોએ આગને કાબુમાં લેવાના પ્રયાસ કર્યા હતા. પરંતુ રાત્રીનો સમય હોઈ આગને કાબુમાં લઈ શકાઈ ન હતી અને આગે પણ થોડી જ મિનિટોમાં વિકરાળ સ્વરૂપ પકડતા ઘરમાં રહેલું અનાજ, કપડા, દાગીના, રોકડ રકમ, તેમજ ઘરવખરી સાથે બાળકોના કિંમતી સર્ટિફ્કિેટ જેવા ઓરીજનલ ડોક્યુમેન્ટ બળીને ખાખ થઈ ગયા હતા. આ આગની ઘટના ઘરમાં શોર્ટ સર્કિટ થવાના કારણે બની હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. ઘરના મોભી મનજીભાઈએ વધુમાં જણાવ્યું હતું કે સમી સાંજે લાઈટ જા આવ કરતી હતી. જેથી સ્પાર્ક થતા તેના તણખલા ઝરવાથી આગ લાગી હોવાનું જણાવ્યું હતું.

Sabarkantha News: વિજયનગરના ઈટાવડી ગામે મોડી રાત્રે મકાનમાં આગ ભભૂકી ઊઠતા દોડધામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • હાશકારો : ઘરના સભ્યોની ગરમીને લઈ બહાર સૂતા હોઈ આબાદ બચાવ
  • સળગતું મકાન જોઈ બુમાબૂમ કરતા આસપાસના રહીશોએ તુરત જ દોડી આવ્યા
  • રાત્રીના 12 વાગ્યાના આસપાસના અરસામાં પરિવાર ભર નિંદ્રામાં હતા

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં ઇટાવડી ગામના સોમનાથ ફળિયામાં શનિવારે મોડી રાત્રે મકાન સળગી ઊઠતા અફ્રાતફ્રી મચી ગઈ હતી. રાત્રીના સમયે ઘરમાં અચાનક આગ લાગતા એક મકાન બળીને ખાખ થઈ જ્તા શ્રામજીવી પરિવાર પર આભ તૂટી પડયું છે. બનાવ અંગેની વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ અસહ્ય ગરમીની બફરાને લઈને ઘર પરિવારના મોભી લિંબાત મનજીભાઈ સુકાજી અને તેમનો દીકરો જગદીશભાઈ તથા ઘરના બધા સભ્યો ખાટલાઓ ઘર બહાર કાઢીને નીંદર માણી રહ્યા હતા. ત્યારે રાત્રીના 12 વાગ્યાના આસપાસના અરસામાં પરિવાર ભર નિંદ્રામાં હતો. તેવા સમયે ઘર ભડ.. ભડ સળગી ઉઠયું હતું. જેના કારણે પરિવાર જાગી ગયો હતો અને સળગતું મકાન જોઈ બુમાબૂમ કરતા આસપાસના રહીશોએ તુરત જ દોડી આવી તમામ લોકોએ આગને કાબુમાં લેવાના પ્રયાસ કર્યા હતા. પરંતુ રાત્રીનો સમય હોઈ આગને કાબુમાં લઈ શકાઈ ન હતી અને આગે પણ થોડી જ મિનિટોમાં વિકરાળ સ્વરૂપ પકડતા ઘરમાં રહેલું અનાજ, કપડા, દાગીના, રોકડ રકમ, તેમજ ઘરવખરી સાથે બાળકોના કિંમતી સર્ટિફ્કિેટ જેવા ઓરીજનલ ડોક્યુમેન્ટ બળીને ખાખ થઈ ગયા હતા. આ આગની ઘટના ઘરમાં શોર્ટ સર્કિટ થવાના કારણે બની હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. ઘરના મોભી મનજીભાઈએ વધુમાં જણાવ્યું હતું કે સમી સાંજે લાઈટ જા આવ કરતી હતી. જેથી સ્પાર્ક થતા તેના તણખલા ઝરવાથી આગ લાગી હોવાનું જણાવ્યું હતું.