Rajkot TRP Game Zone: પોલીસ કમિશનર તરીકે બ્રજેશ ઝાએ સંભાળ્યો ચાર્જ

પોલીસ કમિશનર તરીકે બ્રજેશ ઝાએ સંભાળ્યો ચાર્જ ડીજીપી વિકાસ સહાયની સૂચના બાદ ચાર્જ સંભાળ્યો 1999 બેચના બ્રજેશ ઝાને એડિશનલ ડીજી તરીકે પ્રમોશન મળ્યું છે રાજકોટમાં શનિવારે સાંજે ગેમઝોનમાં લાગેલી ભયંકર આગની દુર્ઘટના સર્જાતા 32 લોકોના જીવ હોમાયાની આશંકા છે. અત્યાર સુધી 28 લોકોના મૃતદેહ મળ્યા છે. જ્યારે અન્ય લોકોના મૃતદેહ શોધવાની કામગીરી ચાલી રહી છે. અકસ્માત એટલો ભયંકર હતો કે મૃતદેહોની ઓળખ DNA ટેસ્ટ વગર અશક્ય હતી. હવે આ મામલે મોટા પડઘા પડ્યા છે. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની બદલી કરી દેવામાં આવી છે. રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રજેશ ઝાની નિમણૂંક કરવામાં આવી છે. રાજકોટમાં બનેલી આ મોટી ઘટના બાદ ત્રણ મોટા આઈપીએસ અધિકારીની બદલી કરાઈ છે. આ ઉપરાંત એડિશનલ પોલીસ કમિશનર વીધી ચૌધરીની બદલી કરી છે. રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની બદલી કરી છે. રાજકોટમાં સાત અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. પોલીસ કમિશનર તરીકે બ્રજેશ ઝાએ સંભાળ્યો ચાર્જ ડીજીપી વિકાસ સહાયની સૂચના બાદ પોલીસ કમિશનર તરીકે બ્રજેશ ઝાએ સંભાળ્યો ચાર્જ. 1999 બેચના બ્રજેશ ઝાને તાજેતરમાં જ એડિશનલ ડીજી તરીકે પ્રમોશન મળ્યું છેરાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનંદ પેટલની બદલી કરાઈ આ ઉપરાંત રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનંદ પેટલની બદલી કરાઈ છે. રાજુ ભાર્ગવ અને વિધી ચૌધરીને નવું પોસ્ટિંગ આપવામાં આવ્યું નથી. રાજુ ભાર્ગવ અને જેસીપી વિધી ચૌધરીને વેઈટિંગમાં રાખવામાં આવ્યા છે. સુધીર દેસાઈની બદલી કરવામાં આવી છે. રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રજેશ કુમાર ઝાની નિમણૂંક કરાઈ છે. વિધી ચૌધરીની જગ્યાએ મહેન્દ્ર બગરીયાની નિમણૂંક કરાઈ છે.ડેપ્યુટી નાયબ પોલીસ કમિશનર સુધીર કુમાર દેસાઈની પણ તાત્કાલિક ધોરણે બદલી કરવામાં આવી રાજકોટ પોલીસમાં ઝોન -1માં ડેપ્યુટી નાયબ પોલીસ કમિશનર સુધીર કુમાર દેસાઈની પણ તાત્કાલિક ધોરણે બદલી કરવામાં આવી છે. સુધીર દેસાઈને હાલમાં કોઈ પોસ્ટીંગ આપવામાં આવ્યું નથી. તેમની જગ્યાએ જગદીશ બાંગવારેની નિમણૂંક કરાઈ છે.

Rajkot TRP Game Zone: પોલીસ કમિશનર તરીકે બ્રજેશ ઝાએ સંભાળ્યો ચાર્જ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પોલીસ કમિશનર તરીકે બ્રજેશ ઝાએ સંભાળ્યો ચાર્જ
  • ડીજીપી વિકાસ સહાયની સૂચના બાદ ચાર્જ સંભાળ્યો
  • 1999 બેચના બ્રજેશ ઝાને એડિશનલ ડીજી તરીકે પ્રમોશન મળ્યું છે

રાજકોટમાં શનિવારે સાંજે ગેમઝોનમાં લાગેલી ભયંકર આગની દુર્ઘટના સર્જાતા 32 લોકોના જીવ હોમાયાની આશંકા છે. અત્યાર સુધી 28 લોકોના મૃતદેહ મળ્યા છે. જ્યારે અન્ય લોકોના મૃતદેહ શોધવાની કામગીરી ચાલી રહી છે. અકસ્માત એટલો ભયંકર હતો કે મૃતદેહોની ઓળખ DNA ટેસ્ટ વગર અશક્ય હતી. હવે આ મામલે મોટા પડઘા પડ્યા છે. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની બદલી કરી દેવામાં આવી છે. રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રજેશ ઝાની નિમણૂંક કરવામાં આવી છે. રાજકોટમાં બનેલી આ મોટી ઘટના બાદ ત્રણ મોટા આઈપીએસ અધિકારીની બદલી કરાઈ છે. આ ઉપરાંત એડિશનલ પોલીસ કમિશનર વીધી ચૌધરીની બદલી કરી છે. રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની બદલી કરી છે. રાજકોટમાં સાત અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે.

પોલીસ કમિશનર તરીકે બ્રજેશ ઝાએ સંભાળ્યો ચાર્જ



ડીજીપી વિકાસ સહાયની સૂચના બાદ પોલીસ કમિશનર તરીકે બ્રજેશ ઝાએ સંભાળ્યો ચાર્જ. 1999 બેચના બ્રજેશ ઝાને તાજેતરમાં જ એડિશનલ ડીજી તરીકે પ્રમોશન મળ્યું છે

રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનંદ પેટલની બદલી કરાઈ

આ ઉપરાંત રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનંદ પેટલની બદલી કરાઈ છે. રાજુ ભાર્ગવ અને વિધી ચૌધરીને નવું પોસ્ટિંગ આપવામાં આવ્યું નથી. રાજુ ભાર્ગવ અને જેસીપી વિધી ચૌધરીને વેઈટિંગમાં રાખવામાં આવ્યા છે. સુધીર દેસાઈની બદલી કરવામાં આવી છે. રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રજેશ કુમાર ઝાની નિમણૂંક કરાઈ છે. વિધી ચૌધરીની જગ્યાએ મહેન્દ્ર બગરીયાની નિમણૂંક કરાઈ છે.

ડેપ્યુટી નાયબ પોલીસ કમિશનર સુધીર કુમાર દેસાઈની પણ તાત્કાલિક ધોરણે બદલી કરવામાં આવી

રાજકોટ પોલીસમાં ઝોન -1માં ડેપ્યુટી નાયબ પોલીસ કમિશનર સુધીર કુમાર દેસાઈની પણ તાત્કાલિક ધોરણે બદલી કરવામાં આવી છે. સુધીર દેસાઈને હાલમાં કોઈ પોસ્ટીંગ આપવામાં આવ્યું નથી. તેમની જગ્યાએ જગદીશ બાંગવારેની નિમણૂંક કરાઈ છે.