Gujarat News: લોકસભા ચૂંટણી પહેલા જ સુરત બેઠક ગુમાવનાર કોંગ્રેસને મોટો ઝટકો

સુરત લોકસભાથી કુંભાણીએ નોંધાવી હતી ઉમેદવારી ચૂંટણી પંચે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ કર્યું હતું કુંભાણીએ કોંગ્રેસની ગેમ કરી નાંખ્યાનો આરોપ ઉઠ્યો સુરતમાં ભાજપ બિનહરીફ થયા બાદ મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં કોંગ્રેસ નેતા નિલેશ કુંભાણી ભાજપમાં જોડાશે. સુરત લોકસભાથી કુંભાણીએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં ચૂંટણી પંચે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ કર્યું હતું. ત્યારે ગુરૂવારે નિલેશ કુંભાણી ભાજપમાં જોડાશે. લોકસભા ચૂંટણી પહેલા જ સુરત બેઠક ગુમાવનાર કોંગ્રેસને મોટો ઝટકો લોકસભા ચૂંટણી પહેલા જ સુરત બેઠક ગુમાવનાર કોંગ્રેસને મોટો ઝટકો મળવા જઈ રહ્યો છે. કારણ કે હવે નિલેશ કુંભાણી ભાજપમાં જોડાવા જઇ રહ્યાં છે. તેઓ ટુંક સમયમાં કેસરિયો કરશે. નિલેશ કુંભાણી સુરત લોકસભા કોંગ્રેસના ઉમેદવાર હતા. પરંતુ ટેકેદારોનો વાંધો આવતા આ બેઠક સીધી રીતે ભાજપ પાસે ગઈ હતી. જેમાં કુંભાણીએ કોંગ્રેસની ગેમ કરી નાંખ્યાનો આરોપ ઉઠ્યો છે. કોંગ્રેસ તરફથી નિવેદન આવ્યું છે કે, જો નિલેશ કુંભાણી ભાજપ વિરુદ્ધ હાઈકોર્ટમાં એફિડેવિટ નહિ કરે તો પાર્ટી તેમને સસ્પેન્ડ કરી દેશે. આ વચ્ચે કુંભાણી ભાજપમાં જોડાશે તેવી માહિતી સામે આવી છે. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને જિલ્લા કલેક્ટરે વિજેતા જાહેર કર્યા સુરત લોકસભાની બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશદલા બિનહરીફ થયા છે. સુરત લોકસભા બેઠક પર છેલ્લા બે દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાને અંતે રવિવારે બપોરે ચૂંટણી અધિકારી ડો. સૌરભ પારઘી એ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ જાહેર કર્યું હતું. જ્યારે ભાજપના ઉમેદવાર સહિત કુલ 9 ઉમેદવાર ચૂંટણી મેદાને હતા. ઉમેદવારોને ઉમેદવારી ખેંચવાનો અંતિમ દિવસ હોવાથી સૌપ્રથમ શરૂઆતમાં જ પક્ષ વિપક્ષ સહિત સાત લોકો ઉમેદવારી પરત ખેંચી લીધી હતી ત્યારે બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર સંપર્ક વિહોણા થઈ ગયા હતા. અંતે બહુજન સમાજના ઉમેદવારે પણ ઉમેદવારી પર જ ખેંચી લેતા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને જિલ્લા કલેક્ટરે વિજેતા જાહેર કર્યા હતા.

Gujarat News: લોકસભા ચૂંટણી પહેલા જ સુરત બેઠક ગુમાવનાર કોંગ્રેસને મોટો ઝટકો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરત લોકસભાથી કુંભાણીએ નોંધાવી હતી ઉમેદવારી
  • ચૂંટણી પંચે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ કર્યું હતું
  • કુંભાણીએ કોંગ્રેસની ગેમ કરી નાંખ્યાનો આરોપ ઉઠ્યો

સુરતમાં ભાજપ બિનહરીફ થયા બાદ મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં કોંગ્રેસ નેતા નિલેશ કુંભાણી ભાજપમાં જોડાશે. સુરત લોકસભાથી કુંભાણીએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં ચૂંટણી પંચે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ કર્યું હતું. ત્યારે ગુરૂવારે નિલેશ કુંભાણી ભાજપમાં જોડાશે.

લોકસભા ચૂંટણી પહેલા જ સુરત બેઠક ગુમાવનાર કોંગ્રેસને મોટો ઝટકો

લોકસભા ચૂંટણી પહેલા જ સુરત બેઠક ગુમાવનાર કોંગ્રેસને મોટો ઝટકો મળવા જઈ રહ્યો છે. કારણ કે હવે નિલેશ કુંભાણી ભાજપમાં જોડાવા જઇ રહ્યાં છે. તેઓ ટુંક સમયમાં કેસરિયો કરશે. નિલેશ કુંભાણી સુરત લોકસભા કોંગ્રેસના ઉમેદવાર હતા. પરંતુ ટેકેદારોનો વાંધો આવતા આ બેઠક સીધી રીતે ભાજપ પાસે ગઈ હતી. જેમાં કુંભાણીએ કોંગ્રેસની ગેમ કરી નાંખ્યાનો આરોપ ઉઠ્યો છે. કોંગ્રેસ તરફથી નિવેદન આવ્યું છે કે, જો નિલેશ કુંભાણી ભાજપ વિરુદ્ધ હાઈકોર્ટમાં એફિડેવિટ નહિ કરે તો પાર્ટી તેમને સસ્પેન્ડ કરી દેશે. આ વચ્ચે કુંભાણી ભાજપમાં જોડાશે તેવી માહિતી સામે આવી છે.

ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને જિલ્લા કલેક્ટરે વિજેતા જાહેર કર્યા

સુરત લોકસભાની બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશદલા બિનહરીફ થયા છે. સુરત લોકસભા બેઠક પર છેલ્લા બે દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાને અંતે રવિવારે બપોરે ચૂંટણી અધિકારી ડો. સૌરભ પારઘી એ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ જાહેર કર્યું હતું. જ્યારે ભાજપના ઉમેદવાર સહિત કુલ 9 ઉમેદવાર ચૂંટણી મેદાને હતા. ઉમેદવારોને ઉમેદવારી ખેંચવાનો અંતિમ દિવસ હોવાથી સૌપ્રથમ શરૂઆતમાં જ પક્ષ વિપક્ષ સહિત સાત લોકો ઉમેદવારી પરત ખેંચી લીધી હતી ત્યારે બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર સંપર્ક વિહોણા થઈ ગયા હતા. અંતે બહુજન સમાજના ઉમેદવારે પણ ઉમેદવારી પર જ ખેંચી લેતા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને જિલ્લા કલેક્ટરે વિજેતા જાહેર કર્યા હતા.